MONEY9: શું ઇન્ફ્રા ફંડ્સથી તમારા પોર્ટફૉલિયોની ચમક વધશે ?

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ દેશના બુનિયાદી માળખા પર દાવ લગાવે છે. આ સેક્ટરમાં એનર્જી, પાવર, મેટલ્સ અને રિયલ્ટી, કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓ આવે છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 08, 2022 | 3:12 PM

MONEY9: ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ દેશના બુનિયાદી માળખા (INFRA STRUCTURE) પર દાવ લગાવે છે. આ સેક્ટરમાં એનર્જી, પાવર (POWER), મેટલ્સ અને રિયલ્ટી, કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓ આવે છે. ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેરાત કરી. જેને સાંભળતા જ પ્રજ્ઞાની ખુશીનો કોઇ પાર ન રહ્યો. જાણે કે તેની લોટરી લાગી ગઇ હોય. છેવટે એવી કઇ જાહેરાત થઇ હતી?

વાસ્તવમાં, પીએમએ કહ્યું હતું કે આવતા 5 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. એટલે કે ચકાચક રસ્તા, પુલ ઇમારતો અને આવી જ બીજી ચીજો બનાવવામાં આવશે પરંતુ આવવા-જવામાં સરળતા રહેશે એ વાતને છોડી દઇએ તો પ્રજ્ઞાની ખુશીનું રહસ્ય શું છે? હકીકતમાં આખો મુદ્દો રોકાણનો છે. તો વાત એ છે કે પ્રજ્ઞાએ એક ઇન્ફ્રા મ્યુચ્યુઅલ ફંડમાં થોડાક સમય પહેલાં પૈસા લગાવ્યા હતા. હવે પીએમની જાહેરાતથી તેમાં મોટુ રિટર્ન મળવાની આશા ઉભી થઇ છે. તમે વિચારતા હશો કે શું ખરેખર આમ થવાનું છે ?

વેલ્યૂ રિસર્ચનો ડેટા દર્શાવે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ્સે છેલ્લા 1,3 અને 5 વર્ષમાં 29.21%, 21.88% અને 12.28% રિટર્ન આપ્યું છે. પ્રજ્ઞાએ ઇક્વિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કર્યું છે. આ ફંડ દેશના બુનિયાદી માળખા પર દાવ લગાવે છે. આ સેક્ટરમાં એનર્જી, પાવર, મેટલ્સ અને રિયલ્ટી, કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓ આવે છે. તો સ્વાભાવિક છે કે ઇન્ફ્રા ફંડ આવી જ કંપનીઓમાં રોકાણ કરે છે.

હવે તમે પણ વિચારતા હશો કે ગુરુ, આ સુંદર જગ્યા બતાવી તમે પૈસા કમાવવાનો. તગડું રિટર્ન મેળવવાનો રસ્તો ખોલી નાંખ્યો. તો ભાઇ, થોડું રોકાઇ જાઓ. ધીરજ રાખો, હજુ વાત પૂરી નથી થઇ…પ્રજ્ઞાએ કદાચ આ ફંડ્સના જોખમો પર નજર નહીં નાંખી હોય. પરંતુ, તમે આ સેક્ટરથી વાકેફ થઇ જાઓ. પહેલું તો એ જાણી લો કે ઇન્ફ્રા ફંડ અન્ય ડાયવર્સિફાઇડ મ્યુચ્યુઅલ ફંડ્સના મુકાબલે વધારે જોખમવાળા હોય છે. કારણ એ કે ઇન્ફ્રા ફંડના પૈસા એક જ સેક્ટરમાં લાગે છે. આવામાં જ્યારે પણ આ સેક્ટર નીચે જાય છે ત્યારે ફંડનું પર્ફોર્મન્સ પણ ડગી જાય છે.

ઘણીવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે બીજા સેક્ટરની કંપનીઓમાં પણ પૈસા લગાવવામાં આવે છે એટલે એ પણ જોઇ લો કે ફંડ કઇ કઇ કંપનીઓમાં પૈસા લગાવે છે. તેની પર ટેક્સનો ખેલ પણ સમજી લો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં ટેક્સ બીજા ઇક્વિટી ફંડની જેમ જ લાગે છે.

હવે પ્રજ્ઞા ભલે દેશમાં ઝડપથી થઇ રહેલા ઇન્ફ્રા ડેવલપમેન્ટ પર બુલિશ હોય. પરંતુ, તેમને આ ફંડ્સના રિસ્ક અને બીજા ગણિત સમજવા જોઇએ.

મની9ની સલાહ

  • એવા રોકાણકાર જે જોખમ લેવા તૈયાર છે અને આ સેક્ટરના તમામ પાસાઓને સમજે છે તે આમાં પૈસા લગાવી શકે છે.
  • તમે તમારા પોર્ટફોલિયોના 5 થી 10 ટકા હિસ્સો તેમાં લગાવી શકો છો. જોખમ ઘટાડવા માટે સારુ એ રહેશે કે તમે એસઆઇપી દ્વારા તેમાં પૈસા લગાવો.
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">