દમદાર રહ્યું કેમ્પસ એક્ટિવ વેરનું લિસ્ટિંગ, પ્રથમ દિવસે 40%થી વધુનો ઉછાળો, રોકાણકારો બન્યા માલામાલ

આજે કેમ્પસ એક્ટિવ વેર આઈપીઓ (Campus Active Wear IPO) સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો. આજે આ સ્ટોક 22 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયો છે. પહેલા દિવસે આ સ્ટૉકમાં 40 ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

દમદાર રહ્યું કેમ્પસ એક્ટિવ વેરનું લિસ્ટિંગ, પ્રથમ દિવસે 40%થી વધુનો ઉછાળો, રોકાણકારો બન્યા માલામાલ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 2:26 PM

આજે કેમ્પસ એક્ટિવવેરનો આઈપીઓ (Campus Activewear IPO) શેરબજારમાં (Share Market) લિસ્ટ થયો હતો. તેનું લિસ્ટીંગ શાનદાર રહ્યું. 22 ટકાના ઉછાળા સાથે, આ IPO બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં (Bombay Stock Exchange) 355 રૂપિયાના સ્તરે લિસ્ટ થયો હતો. તેની ઈશ્યૂ કિંમત 292 રૂપિયા હતી. સવારે 11.45 વાગ્યે શેર 41 ટકાના ઉછાળા સાથે 415 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. રૂ. 337 તેનું સૌથી નીચું સ્તર છે. કેમ્પસ એક્ટિવ વેરનો IPO 1400 કરોડ રૂપિયાનો હતો. આ IPO 26 એપ્રિલે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 28 એપ્રિલે બંધ થયો હતો. કેમ્પસ એક્ટિવ વેર IPO માટે પ્રાઇસ બેન્ડ રૂ. 278-292 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.

બજારના નિષ્ણાતો કહે છે કે કંપનીના ફંડામેન્ટલ્સ ખૂબ જ મજબૂત છે. આવી સ્થિતિમાં આ સ્ટૉકમાં તેજીની સંભાવના છે. માર્કેટ સેન્ટિમેન્ટ હજુ પણ ખરાબ છે. આવી સ્થિતિમાં દરેક શેર પર દબાણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે જો 290ના સ્તર સુધી ઘટાડો થાય તો ગભરાવાની કોઈ વાત નથી. ટૂંકા ગાળા માટે એટલે કે ત્રણ મહિના માટે આ સ્ટોકનો ટાર્ગેટ રૂ. 380-400 રાખવામાં આવ્યો છે. પહેલા જ દિવસે આ સ્ટોક 400ને પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં નવા રોકાણકારોને આ સ્તરે પોઝિશન બનાવવાની સલાહ આપવામાં આવી નથી.

આ તબક્કે પ્રોફિટ બુકિંગની સંપૂર્ણ સંભાવના

મિન્ટમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જીસીએલ સિક્યોરિટીઝના વાઇસ ચેરમેન રવિ સિંઘલે જણાવ્યું હતું કે સેકન્ડરી માર્કેટમાં સેન્ટિમેન્ટ ખૂબ જ ખરાબ છે. બજારનું સેન્ટિમેન્ટ સંપૂર્ણપણે મંદીનું છે. આવી સ્થિતિમાં, આ સ્તરે પ્રોફિટ બુકિંગની દરેક શક્યતા છે. આવી સ્થિતિમાં IPO રોકાણકારો 50% નફો બુક કરી શકે છે. તે પોઝિશન માટે 290ના સ્ટોપલોસ સાથે રહી શકે છે. જો સ્ટોક તેનાથી નીચે આવે તો બહાર નીકળવાની સલાહ આપવામાં આવે છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ કરો

સ્વસ્તિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે કેમ્પસ એક્ટિવ વેર રોકાણ કરવા માટે સારો સ્ટોક છે. નિષ્ણાંતોની આમાં લાંબા ગાળા માટે રોકાણની સલાહ હશે. બજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવની વચ્ચે, આટલું મોટું લિસ્ટિંગ સ્પષ્ટપણે દર્શાવે છે કે કંપનીના ફંડામેન્ટલ્સ મજબૂત છે અને બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. તે ભારતમાં લોકપ્રિય સ્પોર્ટ્સ બ્રાન્ડ છે. તેનું વિતરણ નેટવર્ક પણ ઘણું સારું છે. કંપનીમાં વૃદ્ધિની સંપૂર્ણ ક્ષમતા છે અને બિઝનેસ પણ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. આ સ્ટૉકમાં લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય છે.

(નોંધ: આ અહેવાલનો હેતુ ફક્ત તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. આ અહેવાલના આધારે કરેલા રોકાણથી નફા કે નુક્સાન સાથે અમારા કોઈ લેવાદેવા રહેશે નહીં. કૃપયા રોકાણ કરતાં પહેલા તમારા આર્થીક સલાહકારની મદદ અવશ્ય લેવી.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">