કેમ Cairn Energy ભારત સરકાર સામે અમેરિકન કોર્ટ તો ભારત ઇન્ટરનેશનલ કોર્ટ પહોંચ્યું? જાણો શું છે આખો મામલો

ઇંગ્લેન્ડની Cairn Energy અને ભારત સરકાર વચ્ચે વિવાદ વધતો જઈ રહ્યો છે. કેઈર્ન એનર્જી હવે ભારત સરકારની કંપનીની વિદેશી સંપત્તિ કબજે કરવા માટે યુ.એસ. માં કેસ (pierce corporate veil)ફાઇલ કરવાની તૈયારી કરી રહી છે.

કેમ Cairn Energy ભારત સરકાર સામે અમેરિકન કોર્ટ તો ભારત ઇન્ટરનેશનલ કોર્ટ પહોંચ્યું? જાણો શું છે આખો મામલો
Cairn Energy પાસે 10,247 કરોડ રૂપિયાના ટેક્સની ભારત સરકારની માંગ છે.
Ankit Modi

|

Mar 29, 2021 | 8:01 AM

ઇંગ્લેન્ડની Cairn Energy અને ભારત સરકાર વચ્ચે વિવાદ વધતો જઈ રહ્યો છે. કેઈર્ન એનર્જી હવે ભારત સરકારની કંપનીની વિદેશી સંપત્તિ કબજે કરવા માટે યુ.એસ. માં કેસ (pierce corporate veil)ફાઇલ કરવાની તૈયારી કરી રહી છે. કંપની પહેલાથી જ યુકે, કેનેડા, ફ્રાંસ, સિંગાપોર, નેધરલેન્ડ અને અન્ય ત્રણ દેશોમાં અદાલતમાં આવી છે. આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના ચુકાદા સામે ભારતે હેગ કોર્ટમાં પણ અપીલ કરી હતી જેમાં Cairn Energy પાસે 10,247 કરોડ રૂપિયાના ટેક્સની માંગના નિર્ણયને રદ કર્યો હતો.

10,427 કરોડ રૂપિયાની ભારત સરકારની ટેક્સની માંગ સામે ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ પાસે કંપની ગઈ હતી. ટ્રિબ્યુનલે કંપનીની તરફેણમાં ચુકાદો આપતી વખતે ભારત સરકારની ટેક્સ માંગને ફગાવી દીધી છે. ટ્રિબ્યુનલે ભારત સરકારને વેચાયેલા શેર્સ અને જપ્ત કરેલા ડિવિડન્ડ અને ટેક્સ રીફંડની જગ્યાએ 1.2 અબજ ડોલર ચૂકવવા પણ કહ્યું છે. Cairn Energy 1.2 અબજ ડોલરની વસૂલાત માટે તેલ અને ગેસ, શિપિંગ, ઉડ્ડયન અને બેન્કિંગ ક્ષેત્રમાં ભારતીય સરકારી કંપનીઓને કબજે કરવા માંગે છે.

કંપની જપ્તી દ્વારા રિકવરી કરવા માંગે છે Cairn Energyની તરફ હિમાયત કરતી કંપની ક્વિન ઇમેન્યુઅલ ઉર્કુહર્ટ એન્ડ સુલિવાનના સ્વાયત કાયદાકીય વિભાગના વડા ડેનિસ રાનીઝકીએ જણાવ્યું હતું કે ભારત સરકાર લવાદના ચુકાદા મુજબ ચૂકવણી કરવાનો ઇનકાર કરી રહી હોવાથી કંપની ભારતીય સરકારી કંપનીઓને જપ્ત કરી રિકવરી કરવા માંગે છે .

Cairn એ સરકારી સંપત્તિની યાદી બનાવી  ડેનિસ રાનીઝકીએ કહ્યું કે આ કંપની આવતા અઠવાડિયામાં કેસ દાખલ કરી શકે છે. તેમણે કહ્યું કે cairn એ ભારત સરકારની સંબંધિત સંપત્તિ કંપનીઓની ઓળખ કરી છે. જો , તેમણે કંપનીઓના નામ આપ્યા નથી.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati