Cabinet Decision: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન 2025 સુધી લંબાવાયું, 5,911 કરોડ રૂપિયાની જોગવાઈ

Cabinet Decision: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી. અનુરાગ ઠાકુરે કહ્યું કે આ માટે 5,911 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

Cabinet Decision: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન 2025 સુધી લંબાવાયું, 5,911 કરોડ રૂપિયાની જોગવાઈ
Gandhinagar Due to the tour of the ministers, the cabinet meeting was held on Monday instead of Wednesday
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 8:39 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં (Cabinet Meeting) પંચાયતી રાજને લઈને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનને (Rashtriya Gram Swaraj Abhiyan) 2025 સુધી લંબાવવાની મંજૂરી આપી. આ ઉપરાંત કેબિનેટે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનના બજેટમાં 60 ટકા વધારાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી. અનુરાગ ઠાકુરે કહ્યું કે આ માટે 5,911 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આમાં ભારત સરકારનો હિસ્સો 3,700 કરોડ રૂપિયા અને રાજ્ય સરકારોનો હિસ્સો 2,211 કરોડ રૂપિયા હશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ યોજના દ્વારા 2 લાખ 78 હજાર ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કોર્સના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ઘણી મદદ મળશે. રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ અગાઉ 2,364 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમાં 60 ટકાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. હવે તેના પર 3,700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

આ પણ  વાંચો :  Fuel Price: વિશ્વમાં સૌથી મોંઘો LPG ભારતમાં મળે છે, મોંઘવારી મામલે પેટ્રોલ વિશ્વમાં ત્રીજા અને ડીઝલ આઠમાં ક્રમે મોંઘા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">