શું ઘરે બેઠા ફ્રીમાં ફ્રેન્ચાઈઝી મળી શકે ? આ રીતે ફ્રેન્ચાઈઝી લઈને શરૂ કરો તમારો બિઝનેસ

આજના સમયમાં ઘણી એવી કંપનીઓ છે જે ફ્રેન્ચાઈઝી આપી રહી છે. તમે ફ્રેન્ચાઇઝી ખોલીને તમારો પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો, સાથે જ તેમાં નુકસાન પણ નહિવત છે. તો ચાલો જાણીએ કઈ કંપનીઓ અને કઈ રીતે તમે ફ્રેન્ચાઈઝી લઈ શકો છો.

શું ઘરે બેઠા ફ્રીમાં ફ્રેન્ચાઈઝી મળી શકે ? આ રીતે ફ્રેન્ચાઈઝી લઈને શરૂ કરો તમારો બિઝનેસ
Business Opportunities
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 2:40 PM

Franchise : આજે અમે તમને એક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમે કોઈપણ પૈસાનું રોકાણ કર્યા વિના તમારો પોતાનો બિઝનેસ (Business) શરૂ કરી શકો છો અને દર મહિને મોટી કમાણી કરી શકો છો. તમને જણાવી દઈએ કે, આજના સમયમાં ઘણી એવી કંપનીઓ છે જે ફ્રેન્ચાઈઝી આપી રહી છે. આ કંપનીઓની ફ્રેન્ચાઇઝી ખોલીને તમે તમારો પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો, સાથે જ તેમાં નુકસાન પણ નહિવત છે. તો ચાલો જાણીએ કઈ કંપનીઓ અને કઈ રીતે તમે ફ્રેન્ચાઈઝી લઈ શકો છો.

આધાર કાર્ડ ફ્રેન્ચાઇઝી

તમે આધાર કાર્ડ (Aadhaar Card) ફ્રેન્ચાઈઝી લઈ શકો છો. જો તમે આધાર કાર્ડને ફ્રેંચાઇઝ કરવા માંગો છો, તો તમારે પહેલા UIDAI દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરવી પડશે. આ પછી સર્વિસ સેન્ટર ખોલવા માટે લાયસન્સ આપવામાં આવે છે. એકવાર તમે પરીક્ષા પાસ કરી લો, પછી તમારે આધાર એનરોલમેન્ટ નંબર અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું પડશે. આ પછી કોમન સર્વિસ સેન્ટર પરથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કેવી રીતે અરજી કરવી?

આધાર ફ્રેન્ચાઇઝી લાઇસન્સ લેવા માટે, તમારે NSEITની સત્તાવાર વેબસાઇટ https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action પર જવાનુ રહેશે.

પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી

પોસ્ટ ઓફિસની પણ ફ્રેન્ચાઈઝી આપવામાં આવી રહી છે, એટલે કે તમે પોસ્ટ ઓફિસ (Post Office) ખોલીને પૈસા કમાઈ શકો છો. તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ દ્વારા બે પ્રકારની ફ્રેન્ચાઈઝી આપવામાં આવે છે. જેમાં, પ્રથમ ફ્રેન્ચાઇઝી આઉટલેટની છે અને બીજી પોસ્ટલ એજન્ટ્સ ફ્રેન્ચાઇઝી છે. ફ્રેન્ચાઇઝી લેવા માટે તમારે માત્ર 5000 રૂપિયા ખર્ચવા પડશે. ફ્રેન્ચાઇઝી મેળવ્યા પછી, તમે કમિશન દ્વારા કમાણી કરી શકો છો.

કેવી રીતે અરજી કરવી?

ફ્રેન્ચાઇઝી માટે, તમારે પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબ સાઇટ પરથી જ અરજી કરવાની રહેશે. અરજી કરવા અહીં ક્લિક કરો https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf

આ પણ વાંચો: Gold Price Today : દિવાળી દરમ્યાન સસ્તું સોનું ખરીદવાની મળી રહી છે તક, જાણો આજના 1 તોલા સોનાના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો: Stock Update : શેરબજારના રિકવરીના મૂડ વચ્ચે ક્યાં શેર્સ દોડયા અને ક્યાં શેર્સ ગબડયા? કરો એક નજર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">