બ્રિટનમાં સહારનપુરના ગુપ્તા બંધુઓ પર પ્રતિબંધ, ભ્રષ્ટાચારના કેસમાં કાર્યવાહી કરાઈ

બ્રિટિશ સરકારે સોમવારે ભારતીય મૂળના ત્રણ વેપારીઓ સહિત 22 લોકો પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમના પર વિશ્વના સૌથી ગંભીર ભ્રષ્ટાચારના કેસોમાં સામેલ હોવાનો આરોપ છે.

  • Ankit Modi
  • Published On - 10:35 AM, 27 Apr 2021
બ્રિટનમાં સહારનપુરના ગુપ્તા બંધુઓ પર પ્રતિબંધ, ભ્રષ્ટાચારના કેસમાં કાર્યવાહી કરાઈ
Gupta Brothers

બ્રિટિશ સરકારે સોમવારે ભારતીય મૂળના ત્રણ વેપારીઓ સહિત 22 લોકો પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમના પર વિશ્વના સૌથી ગંભીર ભ્રષ્ટાચારના કેસોમાં સામેલ હોવાનો આરોપ છે. આ લોકો પર યુકેની બેન્કોમાંથી નાણાં ઉપાડવા અથવા દેશમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સહારનપુરના કારોબારી બંધુઓ અજય, અતુલ અને રાજેશ ગુપ્તા પર દક્ષિણ આફ્રિકાના ભ્રષ્ટાચારના કેસમાં તેમની ભૂમિકા માટે પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત રશિયાના ટેક્સ, લેટિન અમેરિકન લાંચના મામલા સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને સુદાનના ઉદ્યોગપતિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ તમામ ઉપર નવી વૈશ્વિક ભ્રષ્ટાચાર વિરોધી પ્રતિબંધ પ્રણાલી હેઠળ પગલાઓ લેવામાં આવ્યા છે. આ અંતર્ગત બ્રિટનને ભ્રષ્ટ એકમો પર પ્રતિબંધ મૂકવાનો અને યુકેના અર્થતંત્રને ફાયદો પહોંચાડવાની કાર્યવાહી કરવાનો અધિકાર મળ્યો છે. આ હેઠળ બ્રિટનને ભ્રષ્ટ એકમોની સંપત્તિ જપ્ત કરવાનો અને મુસાફરી પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે.

બ્રિટન હંમેશા લોકશાહી, સુશાસન અને કાયદાની પડખે ઉભું રહે છે
બ્રિટનના વિદેશ પ્રધાન ડોમનિક રોબે કહ્યું કે, “ભ્રષ્ટાચારની વિપરીત અસર પડે છે કારણ કે તે વિકાસને અવરોધે છે, તે ગરીબ દેશોમાંથી પૈસા પાછા ખેંચે છે અને તેમના લોકોને ગરીબીમાં ફસાવે છે.” જે લોકો પર (સોમવારે) પ્રતિબંધ મુકાયો છે તેઓ વિશ્વના સૌથી કુખ્યાત ભ્રષ્ટાચારના કેસોમાં સામેલ થયા છે. બ્રિટન હંમેશા લોકશાહી, સુશાસન અને કાયદાના શાસનના પડખે ઉભું રહ્યું છે. ‘

પ્રતિબંધિત 22 લોકોની યાદીમાં અજય, અતુલ અને રાજેશ ગુપ્તા અને તેમના સહયોગી સલીમ અસ્સાનો સમાવેશ થાય છે. તેમના ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. તેઓ દક્ષિણ આફ્રિકામાં લાંબા સમયથી ચાલતા ભ્રષ્ટાચારના કેસમાં સામેલ હતા જેના કારણે અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયું હતું.