BOB Stocks : આ સરકારી બેંકમાં રોકાણ આપને માલામાલ બનાવી શકે છે , જાણો શું છે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ CLSA નું અનુમાન

કોરોનાકાળમાં ભલે શેરબજારમાં ભલે અનિશ્ચિતતા દેખાઈ રહી છે પરંતુ સુધારાની સ્થિતિને જોતાં રોકાણકારોને તેમાં વિશ્વાસપણ નજરે પડી રહ્યો છે.

BOB Stocks : આ સરકારી બેંકમાં રોકાણ આપને માલામાલ બનાવી શકે છે , જાણો શું છે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ CLSA નું અનુમાન
BANK OF BARODA
Follow Us:
| Updated on: Jun 03, 2021 | 9:33 AM

કોરોનાકાળમાં ભલે શેરબજારમાં ભલે અનિશ્ચિતતા દેખાઈ રહી છે પરંતુ સુધારાની સ્થિતિને જોતાં રોકાણકારોને તેમાં વિશ્વાસપણ નજરે પડી રહ્યો છે. સરકારી નાણાકીય સંસ્થા બેંક ઓફ બરોડા શેર (Bank of Baroda Stock) સ્ટોક માર્કેટ દ્વારા આવક માટે સારો વિકલ્પ બની શકે છે.ગ્લોબલ બ્રોકરેજ ફાર્મ CLSAના અહેવાલ મુજબ આ શેર 6 મહિનાથી 1 વર્ષમાં 60 ટકા સુધીનું વળતર આપી શકે છે.

તાજેતરમાં ત્રિમાસિક પરિણામોમાં બેંક ઓફ બરોડાએ 1,046.5 કરોડનું નુકસાન જાહેર કર્યું છે પરંતુ બ્રોકરેજ ફર્મ માને છે કે બેંક પાસે પૂરતી મૂડી છે. આ સિવાય કોરોનાકાળ દરમિયાન બેંકની રિટેલ એસેટ ગુણવત્તામાં મજબૂતી આવી છે તેથી તેમાં રોકાણ આગામી દિવસોમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

બેંકની બદલાયેલી વ્યૂહરચનાથી નફામાં વધારો થશે CLSAના રિપોર્ટ અનુસાર બેંક ઓફ બરોડાનું હાલનું વેલ્યુએશન 0.55 ગણું છે. બેંક તેના કોર્પોરેટ ક્રેડિટ સાઇકલને બદલી રહી છે. આ સાથે ખાધને પહોંચી વળવા માટે મૂડી ઉભી કરવાની નવી વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે. આ સ્થિતિને સુધારવામાં બેંકને મદદ મળશે અને તેનાથી બેંકના શેરમાં ફાયદો થશે. આગામી દિવસોમાં બેંકની આવકમાં 4 થી 5 ટકાનો વધારો થવાની ધારણા છે. બ્રોકરેજ ફર્મ દ્વારા BOBના શેર માટે ભાવનો લક્ષ્યાંક 130 રૂપિયા રાખવામાં આવ્યો છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

બીપીએસ સ્લિપેજ અને એનઆઈઆઈમાં વધુ સારા પ્રદર્શનથી લાભ મળ્યો બેંક ઓફ બરોડા લિમિટેડએ તાજેતરમાં માર્ચ 2021 માં પૂરા થયેલા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. બેંકને 1,046.5 કરોડનું નુકસાન થયું હતું જ્યારે વર્ષ 2020 માં તે જ ક્વાર્ટરમાં બેંકને 506.59 કરોડ રૂપિયાનો નફો થયો હતો. આ સિવાય માર્ચ 2021 ના ​​ત્રિમાસિક ગાળાના કરવેરાનો ખર્ચ રૂ 3,726.07 કરોડ હતો જે માર્ચ 2020 ના ત્રિમાસિક ગાળામાં રૂ 2,229.85 કરોડ હતો. જો કે BOB સ્ટોક Q4 રિઝલ્ટમાં 50 બીપીએસ સ્લિપેજ અને મજબૂત એડજસ્ટેડ એનઆઈઆઈ કામગીરીના કારણે લાભ મેળવવાની ધારણા છે.

નોંધ : અહેવાલ બ્રોકરેજ ફાર્મ CLSA ની રિપોર્ટ આધારિત છે. રોકાણથી નફા કે નુકશાન સાથે અહેવાલને કોઈ સંબંધ રહેશે નહિ. રોકાણ પૂર્વે આપણા નાણાકીય સલાહકારનું માર્ગદર્શન અચૂક લેવું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">