AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિરલા ગ્રુપની કંપની રાઈટ ઈશ્યુ લાવશે, બોર્ડ મિટિંગમાં મંજૂરી મળી, એક મહિનાથી શેર ઘટાડાનો સામનો કરી રહ્યો છે

બિરલા ગ્રુપની કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની બોર્ડ મિટિંગમાં રાઇટ્સ ઇશ્યૂ માટે મંજૂરી આપવામાં આવી છે. ગુરુવારે કંપનીના શેર રૂપિયા 2070 પર બંધ થયા હતા. સ્ટોક એક સપ્તાહમાં 3 ટકા અને એક મહિનામાં 5 ટકા ઘટ્યો છે.

બિરલા ગ્રુપની કંપની રાઈટ ઈશ્યુ લાવશે, બોર્ડ મિટિંગમાં મંજૂરી મળી, એક મહિનાથી શેર ઘટાડાનો સામનો કરી રહ્યો છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2024 | 6:01 AM
Share

બિરલા ગ્રુપની કંપની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની બોર્ડ મિટિંગમાં રાઇટ્સ ઇશ્યૂ માટે મંજૂરી આપવામાં આવી છે. ગુરુવારે કંપનીના શેર રૂપિયા 2063 પર બંધ થયા હતા. સ્ટોક એક સપ્તાહમાં 3 ટકા અને એક મહિનામાં 5 ટકા ઘટ્યો છે.

કંપની રાઈટ્સ ઈશ્યુ દ્વારા ભંડોળ એકત્ર કરશે

બોર્ડની બેઠકમાં રૂ. 1,812ના ભાવે 2.24 કરોડ શેર ઇશ્યૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. 179 શેર માટે કંપનીના 6 રાઇટ્સ શેર ઈશ્યુ કરવામાં આવશે. રાઇટ્સ શેર હેઠળ નવા શેર વર્તમાન શેરધારકોને નિશ્ચિત પ્રમાણમાં ઈશ્યુ કરવામાં આવે છે. કંપની ઘણી વખત ફંડ એકત્ર કરવા માટે રાઈટ્સ ઈશ્યુનો સહારો લે છે.રાઇટ્સ શેર્સ શેરહોલ્ડરને તેની પાસેના શેરની સંખ્યા અનુસાર વેચવામાં આવે છે. એટલે કે, ગ્રાસિમ રાઇટ્સ ઇશ્યૂ હેઠળ 179 શેરના બદલામાં 6 રાઇટ્સ શેર ખરીદી શકાય છે.

શેર વર્તમાન કિંમત કરતાં સસ્તી ખરીદી શકાય છે

તમે રૂપિયા 1,812ના ભાવે શેર ખરીદી શકો છો. રાઈટ્સ ઈશ્યુને આકર્ષક બનાવવા માટે તેમની કિંમત વર્તમાન બજાર કિંમત કરતા ઓછી રાખવામાં આવી છે. રાઈટ્સ ઈશ્યુ કરવાથી કંપનીની મૂડી વધે છે. ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝે પ્રથમ રાઈટ્સ ઈશ્યુની જાહેરાત કરી છે. આ પહેલા ડિવિડન્ડ અને સ્પેશિયલ ડિવિડન્ડ આપવામાં આવતું હતું.રોકાણકારો કે જેઓ 10 જાન્યુઆરી, 2024 પહેલા શેર ધરાવશે. તે વધુ શેર સસ્તામાં ખરીદી શકશે.

ભંડોળ ઊભું કરવા માટે રાઇટ્સ ઇશ્યૂ લાવવામાં આવે છે

રાઇટ્સ શેર હેઠળ નવા શેર વર્તમાન શેરધારકોને નિશ્ચિત પ્રમાણમાં ઈશ્યુ કરવામાં આવે છે. કંપનીઓ ઘણી વખત ભંડોળ ઊભું કરવા માટે રાઇટ્સ ઇશ્યૂનો આશરો લે છે. રાઇટ્સ શેર્સ શેરહોલ્ડરને તેની પાસેના શેરની સંખ્યા અનુસાર વેચવામાં આવે છે. રાઇટ્સ ઇશ્યુને આકર્ષક બનાવવા માટે તેમની કિંમત વર્તમાન બજાર કિંમત કરતાં ઓછી રાખવામાં આવે છે. રાઇટ્સ ઇશ્યૂ ઇશ્યૂ કરવાથી કંપનીની મૂડીમાં વધારો થાય છે.

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

આ પણ વાંચો : એ લોકો કોણ છે ! જેમની પાસે 9330 કરોડના મૂલ્યની રૂપિયા 2000ની નોટ છે…કેમ પરત કરી રહ્યા નથી? RBI એ આંકડા જાહેર કર્યા

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">