સરકારીથી ખાનગી બનાવાયેલી IDBI બેન્કને લઇ આવ્યા મોટા સમાચાર, જાણો વિગતવાર

જો તમારું ખાતું સરકારીથી ખાનગી બનેલી આઈડીબીઆઈ બેંક (IDBI Bank) માં છે તો તમારે આ સમાચાર જરૂર વાંચવા જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ બુધવારે લગભગ ચાર વર્ષના ગાળા પછી આઈડીબીઆઈ બેંકને 'પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન' (PCA) ફ્રેમવર્કથી હટાવી દીધી છે.

સરકારીથી ખાનગી બનાવાયેલી IDBI બેન્કને લઇ આવ્યા મોટા સમાચાર, જાણો વિગતવાર
IDBI BANK
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 11, 2021 | 7:17 AM

જો તમારું ખાતું સરકારીથી ખાનગી બનેલી આઈડીબીઆઈ બેંક (IDBI Bank) માં છે તો તમારે આ સમાચાર જરૂર વાંચવા જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ બુધવારે લગભગ ચાર વર્ષના ગાળા પછી આઈડીબીઆઈ બેંકને ‘પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન’ (PCA) ફ્રેમવર્કથી હટાવી દીધી છે. બેંકની આર્થિક સ્થિતિમાં સુધારો થયા પછી RBI એ નિર્ણય લીધો છે. નાણાંકીય પરિસ્થિતિ બગડતી હોવાને કારણે આરબીઆઈ (RBI) એ આઈડીબીઆઈ બેંકને મે 2017 માં PCA માળખામાં મૂકી હતી. માર્ચ 2017 માં બેંકનો NPA 13 ટકાને પર પહોંચ્યો હતો.

આઈડીબીઆઈ બેંકના પ્રદર્શનની સમીક્ષા 18 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ મળેલી બેઠકમાં નાણાકીય નિરીક્ષણ બોર્ડ (BFS) દ્વારા કરવામાં આવી હતી. આરબીઆઈએ જણાવ્યું હતું કે નોંધનીય છે કે 31 ડિસેમ્બર 2020 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરના પરિણામો મુજબ બેંકે રેગ્યુલેટરી કેપિટલ, નેટ NPA અને લીવરેજ રેશિયોના PCA ધોરણોનું ઉલ્લંઘન કર્યું નથી.

બેંકે એક નિવેદનમાં લખ્યું છે કે તે સતત આધારે ન્યુનતમ નિયમનકારી મૂડી, ચોખ્ખી એનપીએ અને લીવરેજ રેશિયોના ધોરણોને અનુસરશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે આઇડીબીઆઈ બેંક લિમિટેડને કેટલીક શરતો અને સતત દેખરેખને આધિન PCA માળખામાંથી ભાર રાખવામાં આવશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ત્રીજા ક્વાર્ટરમાં નફામાં આવી બેંક નાણાકીય વર્ષ 2020-21 ના ​​ડિસેમ્બર ક્વાર્ટરમાં, ભારતીય જીવન વીમા નિગમ (LIC) ની માલિકીની IDBI બેંકનો ચોખ્ખો નફો 378 કરોડ રૂપિયા હતો. વ્યાજની આવકમાં સારા વધારાને કારણે બેંકનો નફો વધ્યો હતો. ગયા વર્ષે સમાન ગાળામાં બેંકને રૂ 5,763 કરોડનું નુકસાન થયું હતું.

ચોખ્ખી વ્યાજની આવક ગત વર્ષના સમાન ગાળામાં 1532 કરોડ રૂપિયા હતી જે 18 ટકા વધીને રૂ 1810 કરોડ થઈ છે. ત્રીજી ક્વાર્ટરમાં બેન્કનો ગ્રોસ NPA રેશિયો 28.72 ટકાથી ઘટીને 23.52 ટકા થયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">