ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન 4600 કરોડ રૂપિયાનો આઇપીઓ લાવશે, ચાલુ મહિનાના અંત સુધીમાં આવવાની ધારણા

ઇન્ડિયન  રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) ની 4600 કરોડ રૂપિયાની ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) ચાલુ મહિનાના અંત સુધીમાં આવવાની ધારણા છે. ઇન્ડિયન  રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન IPO લાવનારી પ્રથમ જાહેર ક્ષેત્રની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની હશે જે NBFC આઈપીઓ દ્વારા નાણાં એકત્રિત કરશે. આઈપીઓ બજારની સ્થિતિ પર નિર્ભર રહેશે IRFCના મેનેજિંગ ડિરેક્ટર અમિતાભ બેનર્જીએ કહ્યું છે કે ડિસેમ્બરના […]

ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન 4600 કરોડ રૂપિયાનો આઇપીઓ લાવશે, ચાલુ મહિનાના અંત સુધીમાં આવવાની ધારણા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 07, 2020 | 10:53 AM

ઇન્ડિયન  રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) ની 4600 કરોડ રૂપિયાની ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) ચાલુ મહિનાના અંત સુધીમાં આવવાની ધારણા છે. ઇન્ડિયન  રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન IPO લાવનારી પ્રથમ જાહેર ક્ષેત્રની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની હશે જે NBFC આઈપીઓ દ્વારા નાણાં એકત્રિત કરશે.

આઈપીઓ બજારની સ્થિતિ પર નિર્ભર રહેશે IRFCના મેનેજિંગ ડિરેક્ટર અમિતાભ બેનર્જીએ કહ્યું છે કે ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં આઈપીઓ આવે તેવી સંભાવના છે. જો કે, IPOબજારની સ્થિતિ પર નિર્ભર રહેશે. જો સંજોગો અનુકૂળ ન હોય તો આઈપીઓ જાન્યુઆરી 2021 ના ​​પહેલા કે બીજા અઠવાડિયામાં પણ આવી શકે છે. આ સિવાય કંપની એન્કર ઇન્વેસ્ટમેન્ટનો પણ આશરો લેશે. IRFC એ ભારતીય રેલ્વેની સમર્પિત ફાઇનાન્સ કંપની  છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આઈપીઓનું કદ 4600 કરોડ રૂપિયા હોઈ શકે છે IRFCએ જાન્યુઆરી 2020 માં આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા હતા. સરકાર આઇપીઓની સાથે એન્કર રોકાણકારો પર પણ વિચારણા કરી રહી છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ આઈપીઓનું કદ 4600 કરોડ રૂપિયા હોઈ શકે છે. રેગ્યુલર બિડિંગ લગાવ્યા વિના આઇપીઓના નિશ્ચિત હિસ્સાના વેચાણ માટે એન્કર ઇન્વેસ્ટમેન્ટનો આશરો લેવામાં આવે છે.

178.20 કરોડ શેર ઇશ્યૂ કરાશે ડ્રાફ્ટ અનુસાર ઇશ્યૂમાં 178.20 કરોડ શેર ઇશ્યૂ કરવામાં આવશે. 118.80 કરોડ શેર નવા ઇશ્યૂ દ્વારા આવશે, જ્યારે 59.40 કરોડ શેર સરકાર દ્વારા ઓફર ફોર સેલ જારી કરવામાં આવશે. આઇપીઓ પીએસયુ ક્ષેત્રે આઈપીઓ લાવનારા પ્રથમ એનબીએફસી તરીકે સામે આવશે.

Railway ma have order aapi garam bhojan ke pina nahi medvi shakay train mathi pantry hatavi base kitchen thi service aapse

નેટ વર્થમાં વધારો કરાશે સત્તવાર માહિતી અનુસાર આઈપીઓમાં એકત્ર કુલ ભંડોળના 10% કંપનીની બેલેન્સશીટમાં બતાવવામાં આવશે જેના દ્વારા કંપનીની નેટવર્થ વધશે. નેટ વર્થમાં વધારો કંપનીને બજારમાંથી વધુ ભંડોળ એકત્ર કરવામાં મદદ કરશે. આ સિવાય 5% રકમ સરકારી તિજોરીમાં જમા કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">