ભારતમાં યુઝર્સને 1Gbps સુધી સ્પીડ આપવા JIOનું આયોજન, અમેરિકામાં 5G ટેક્નોલોજીનું સફળ ટેસ્ટિંગ કર્યા બાદ લેવાશે નિર્ણય

ભારતીય ટેલિકોમ કંપની JIO વિશ્વના ફલક ઉપર ટેક્નોલોજીની મોટી ફલાંગ મારવા જઈ રહી છે. રિલાયન્સ જિયોએ અમેરિકન ટેકનોલોજી કંપની ક્વાલકોમ સાથે મળીને અમેરિકામાં તેની 5G ટેક્નોલોજીનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કર્યું છે. અમેરિકાના સેન ડિએગોમાં યોજાયેલી એક વર્ચુઅલ ઇવેન્ટમાં આ બાબતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ક્વાલકોમ અને રિલાયન્સની સબ્સિડરી કંપની રેડિસિસ સાથે મળીને અમે 5G ટેક્નોલોજી […]

ભારતમાં યુઝર્સને 1Gbps સુધી સ્પીડ આપવા JIOનું આયોજન, અમેરિકામાં 5G ટેક્નોલોજીનું સફળ ટેસ્ટિંગ કર્યા બાદ લેવાશે નિર્ણય
Ankit Modi

| Edited By: Pinak Shukla

Oct 22, 2020 | 1:12 PM

ભારતીય ટેલિકોમ કંપની JIO વિશ્વના ફલક ઉપર ટેક્નોલોજીની મોટી ફલાંગ મારવા જઈ રહી છે. રિલાયન્સ જિયોએ અમેરિકન ટેકનોલોજી કંપની ક્વાલકોમ સાથે મળીને અમેરિકામાં તેની 5G ટેક્નોલોજીનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કર્યું છે. અમેરિકાના સેન ડિએગોમાં યોજાયેલી એક વર્ચુઅલ ઇવેન્ટમાં આ બાબતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ક્વાલકોમ અને રિલાયન્સની સબ્સિડરી કંપની રેડિસિસ સાથે મળીને અમે 5G ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે. હવે   ટૂંક સમયમાં ભારતમાં પણ 5G  લોન્ચ કરવા પ્રયત્નો હાથ ધરાશે. આ વર્ષે જુલાઈમાં, ક્વાલકોમ વેન્ચરનું ઇન્વેસ્ટમેન્ટ યૂનિટ ક્વાલકોમ ઇંકે જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાની જાહેરાત કરી હટી  ક્વાલકોમે જિયો પ્લેટફોર્મ્સમાં 0.15% ભાગ માટે 730 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

1Gbps સુધીની સ્પીડ મળશે જિયો અને ક્વાલકોમે જાહેરાત કરી કે તેમણે રિલાયન્સ જિયો 5GNR સોલ્યુશન્સ અને ક્વાલકોમ 5G RAN પ્લેટફોર્મ પર 1Gbpsથી વધુ સ્પીડ મેળવી લીધી છે. અત્યારે વિશ્વભરમાં અમેરિકા, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મની જેવા દેશોના 5G ગ્રાહકોને 1Gbps ઇન્ટરનેટ સ્પીડની સુવિધા મળી રહી છે. હવે ટૂંક સમયમાં આ સુવિધા ભારતમાં પણ ઉપલબ્ધ થશે. ભારતમાં  5G ટેસ્ટિંગ માટે સ્પેક્ટ્રમ નથી ભારતમાં હજી 5G ટેક્નોલોજીના ટેસ્ટિંગ માટે સ્પેક્ટ્રમ અવેલેબલ નથી. અમેરિકામાં રિલાયન્સ જિયોની 5G ટેક્નોલોજીનું સક્સેસફુલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ટેક્નોલોજીએ પોતાને બધા પેરામીટર્સ પર ઉત્તમ સાબિત કરી છે. ક્વાલકોમઅનુસાર જિયો સાથે મળીને તેઓ  વિવિધ પ્રકારના સોલ્યુશન્સ તૈયાર કરી રહ્યા છીએ. ભારતની રિલાયન્સ વિશ્વમાં ચીનની કંપની હુવાને રિપ્લેસ કરશે કોરોના વાયરસ મહામારી અને વાયરસના ફેલાવા મામલે ચીનની ભૂમિકાથી ઘણા દેશ નારાજ છે. અનેક દેશોએ કોરોના વાઇરસને કારણે ચીનની કંપની હુવાવે પર પ્રતિબંધ મૂક્યો છે. હુવાવે 5G ટેક્નોલોજી ડેવલપ કરનારી ચીનની કંપની છે. 5G ટેક્નોલેજીના સક્સેસફુલ ટેસ્ટિંગ પછી હવે રિલાયન્સ જિયો વિશ્વભરમાં ચીનની કંપનીનીને રિપ્લેસ કરવા જઈ રહી છે. મુકેશ અંબાણીને JIOના પ્રદર્શન ઉપર વિશ્વાસ  લગભગ 3 મહિના પહેલાં જ 15 જુલાઈએ રિલાયન્સ જિયોના માલિક મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની સામાન્ય જાહેર સભામાં 5G ટેક્નોલોજી લોન્ચ કરવાની જાહેરાત કરી નાખી  હતી. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ જિયો 5G સ્પેક્ટ્રમ ઉપલબ્ધ થતાં જ 5G ટેક્નોલોજીના ટેસ્ટિંગ માટે તૈયાર છે અને 5G ટેક્નોલોજીના સક્સેસફુલ ટેસ્ટિંગ પછી આ ટેક્નોલોજીના નિકાસ પર રિલાયન્સ ભાર મૂકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati