ભારત-ચાઈના ટ્રેડવોર વચ્ચે ચીને વ્યક્ત કરી ભારતમાં રોકાણની ઈચ્છા, MG Motors એ ભારતમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનાં રોકાણની ઈચ્છા વ્યક્ત કરી

ભારત-ચાઈના ટ્રેડવોર વચ્ચે ચીને વ્યક્ત કરી ભારતમાં રોકાણની ઈચ્છા, MG Motors એ ભારતમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનાં રોકાણની ઈચ્છા વ્યક્ત કરી

ભારત – ચીન વચ્ચે સરહદથી લઈ ટ્રેડ વોરની સ્થિતિ વચ્ચે ભારતીઓ ચીની સામાનના બહિષ્કાર કરી રહ્યા છે. ભારતમાં ચીન માટે સાનુકૂળ સંજોગો ન હોવા છતાં ચાઇનીસ કંપની ભારતમાં મોટું રોકાણ કરવા માંગે છે. MG Motors એ ભારતમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભારત સરકાર દ્વારા FDIના નિયમોમાં ફેરફારને કારણે આ કંપનીને […]

Ankit Modi

| Edited By: Pinak Shukla

Sep 26, 2020 | 5:03 PM

ભારત – ચીન વચ્ચે સરહદથી લઈ ટ્રેડ વોરની સ્થિતિ વચ્ચે ભારતીઓ ચીની સામાનના બહિષ્કાર કરી રહ્યા છે. ભારતમાં ચીન માટે સાનુકૂળ સંજોગો ન હોવા છતાં ચાઇનીસ કંપની ભારતમાં મોટું રોકાણ કરવા માંગે છે. MG Motors એ ભારતમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ભારત સરકાર દ્વારા FDIના નિયમોમાં ફેરફારને કારણે આ કંપનીને Department for Promotion of Industry and Internal Trade – DPIIT ની મંજૂરી પણ લેવી પડશે. એક અખબારી અહેવાલ અનુસાર ચીની કાર કંપની એમજી મોટર્સ તેના નવા મૉડલ લોન્ચ કરવા અને ભારતમાં કારોબાર વધારવા માટે 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. હવે ચાઇનીસ કંપની માટે ભારત સરકાર લાલ જાજમ પાથરે છે કે ઓફર ફગાવી દે છે તે ઉપર તમામની નજર મંડાઈ છે.

MG ભારતમાં હેક્ટર પ્રીમિયમ SUVનું વેચાણ કરી રહી છે. ભારતમાં એમજી મોટર્સ હવે લોકલાઇઝેસન વધારવા પ્રયત્ન કરી રહી છે. MG Motors એ આ અગાઉ 3000 કરોડ રૂપિયા ભારતમાં રોકાણ કર્યું છે જે વધુ રોકાણ કરવા માંગે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati