ગલ્ફ દેશોમાં નોકરી શોધી રહ્યા છો તો સાવચેત રહેજો, બનાવટી રોજગાર એજન્ટો છેતરપિંડી કરી રહ્યા છે

જો તમે ગલ્ફમાં (UAE) નોકરી શોધતા હોવ તો સાવચેત રહેજો, ગલ્ફમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરનારાઓથી સાવધાન રહેજો

ગલ્ફ દેશોમાં નોકરી શોધી રહ્યા છો તો સાવચેત રહેજો, બનાવટી રોજગાર એજન્ટો છેતરપિંડી કરી રહ્યા છે
ગલ્ફમાં નોકરી કરવા જાવ છો, સાવચેત રહેજો

સાવચેત રહ જો તમે ગલ્ફ દેશોમાં (UAE) નોકરી શોધી રહ્યા છો. નકલી એજન્ટો નોકરી માંગનારા લોકોને રોજગારી આપવાના નામે લોકોની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. છેલ્લો કિસ્સો યુએઈનો છે. દલાલોએ યુએઈમાં રોજગાર પૂરા પાડવાના નામે 12 ભારતીય મહિલાઓને છેતર્યા છે. ગલ્ફ ન્યૂઝ અનુસાર, 21 થી 46 વર્ષની વયની આ મહિલાઓને ઘરોમાં કામ કરવાની નોકરી દેવાની વાત કરવામાં આવી હતી. પરંતુ જ્યારે મહિલાઓ યુએઈ પહોંચી ત્યારે તેમને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

આ સંદર્ભે, સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ભારતીય દૂતાવાસે નોકરીની તલાસ કરતા લોકોને નકલી એજન્ટોથી સાવચેત રહેવાની સલાહ આપી છે, જેમણે કોરોના વાયરસના ચેપને લીધે થોડા દિવસ શાંત થયા પછી ફરીથી ભોળાભાળા લોકોને લક્ષ્ય બનાવવાનું શરૂ કર્યું છે. ગુરુવારે મીડિયા સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે.

વિદેશ મંત્રાલયના સચિવ સંજય ભટ્ટાચાર્યએ આ અઠવાડિયાની શરૂઆતમાં ટ્વિટ કર્યું હતું કે મને ચિંતા છે કે કેટલાક બદમાશ એજન્ટો આપણા નાગરિકોનું શોષણ કરી રહ્યા છે અને તેમને વિદેશમાં જોખમમાં મૂકી રહ્યા છે.

સમુદાય આધારીત સંસ્થા ઈન્ડયન એસોસિએશન ઇન અજમાનનાં મહામંત્રી રૂપ સિદ્ધુએ મિડિયા રીપોર્ટમાં જણાવ્યું હતું કે આ મામલામાં અજમાન પોલીસે એક એજન્ટની ધરપકડ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે મહિલાઓ બે એપાર્ટમેન્ટમાં સાત અને પાંચ જૂથોમાં બંધ હોવાનું જાણવા મળ્યું છે અને મહિલાઓએ તેમની સાથે ગેરવર્તનની ફરિયાદ કરી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati