MONEY9: આ રીતે શોધી કાઢો કંપનીના ગોટાળા, નહીં થાય શેરમાં નુકસાન

સામાન્ય રીતે કંપનીઓનો નફો તેના કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં દેખાય છે. જો કે દરેક કેસમાં આવું નથી હોતું. અસલમાં કંપનીઓએ બેલેન્સ શીટમાં હેરાફેરી કરવામાં માસ્ટરી પ્રાપ્ત કરી લીધી છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 08, 2022 | 2:00 PM

MONEY9: સામાન્ય રીતે કંપનીઓનો નફો તેના કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં દેખાય છે. જો કે દરેક કેસમાં આવું નથી હોતું. અસલમાં કંપનીઓએ બેલેન્સ શીટ (BALANCE SHEET)માં હેરાફેરી (FRAUD)કરવામાં માસ્ટરી પ્રાપ્ત કરી લીધી છે.

ઉદાહરણ સાથે જોઇએ તો, ગોરખપુરના સંજય બંસલ શેર બજારનું નામ સાંભળતા જ ભડકી જાય છે. દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એ કહેવત તેમના પર બરોબર લાગુ પડે છે. અસલમાં તેમણે 2018માં યસ બેંકમાં રોકાણ કર્યું હતું પરંતુ યસ બેંકમાં થયેલી છેતરપિંડીએ સંજયના શેર બજારમાં કમાણી કરવાના સપનાને ચૂર ચૂર કરી નાંખ્યું. તેમના બધા પૈસા ડુબી ગયા. સંજય હવે શેર બજારમાં પૈસા લગાવવા જ નથી માંગતા. હાં, એક વાત તેમના મનમાં જરૂર આવે છે કે કાશ..તેમને આ ફ્રોડ અંગે અગાઉથી જ ખબર પડી ગઇ હોત.

સંજય જેવા તમામ લોકો કોર્પોરેટ ફ્રોડમાં તેમની મૂડી ગુમાવી બેસે છે. તો એવો કોઇ રસ્તો છે જેનાથી સંજયને પહેલેથી જ એવો અંદાજો આવી જાય કે કોઇ કંપનીમાં ગરબડ ચાલી રહી છે? આનો જવાબ છે હાં. એવી ઘણી રીતો છે જેનાથી તમને આવા ગોટાળા અંગે અગાઉથી જ ખબર પડી જશે. તો તેના માટે કઇ ચીજો પર નજર નાંખવી પડશે? આવો જોઇએ.

એન્યુઅલ રિપોર્ટ ધ્યાનથી સમજો

પહેલી ચીજ, તમારે કંપનીનો એન્યુઇલ રિપોર્ટ બારીકાઇથી વાંચવો પડશે. અહીંથી જ મળશે તમને પુરાવા. તમને થતું હશે કે વાર્ષિક રિપોર્ટમાં તો વળી જોવા જેવું શું હોય? તો શરૂઆત કરો કેશ ફ્લોથી…જેનાથી ખબર પડશે કે કંપનીમાં પૈસો ક્યાંથી આવી રહ્યો છે અને ક્યાં જઇ રહ્યો છે.

જો તમે આ સમજી ગયા તો બસ થઇ ગયું કામ. સામાન્ય રીતે કંપનીઓનો નફો તેના કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં દેખાય છે. જો કે દરેક કેસમાં આવું નથી હોતું. અસલમાં કંપનીઓએ બેલેન્સ શીટમાં હેરાફેરી કરવામાં માસ્ટરી પ્રાપ્ત કરી લીધી છે. ઘણાં કિસ્સામાં જોવામાં આવ્યું છે કે કંપનીઓનો નફો તેના કેશ ફ્લો સાથે મેળ નથી ખાતો.

માની લો કે કોઇ કંપની બે વર્ષ સુધી નફો દર્શાવે છે. પરંતુ કંપનીના ખાતામાં રોકડ સ્થિર હતી અને બાદમાં ઘટતી દેખાતી હોય, હવે જોવાલાયક વસ્તુ એ છે કે કંપની વિસ્તાર નથી કરી રહી તો પૈસો જઇ ક્યાં રહ્યો છે. અહીંથી જ ગોટાળાના સંકેતો મળે છે. એટલે કે કંપની નફામાં છે તો રોકડ કેમ નથી વધતી?

પ્રમોટર્સ કંપનીના પૈસાનો ઉપયોગ અંગત ઉપયોગ માટે તો નથી કરતા ને?

હવે આવે છે તપાસનો બીજો તબક્કો. વાર્ષિક રિપોર્ટની ડિટેલ ફાઇનાન્સયિલ નોટ નીકાળો અને તેમાં ખામી શોધવાનો પ્રયત્ન કરો. આ નોટ્સમાં ઘણી મહત્વની જાણકારીઓ જોવા મળશે. સૌથી મહત્વની વાત એ કે ક્યાંક કંપનીના પ્રમોટર કંપનીના પૈસાનો ઉપયોગ પોતાના ફાયદા માટે તો નથી કરી રહ્યા ને?

ઘણાં પ્રમોટર તો શેલ એટલે બોગસ કંપની પણ ઉભી કરી નાંખે છે. પછી મૂળ કંપનીમાંથી આ કંપનીમાં પૈસા ટ્રાન્સફર કરે છે. બનાવટી કંપનીમાં પૈસા ટ્રાન્સફર કરવાનો અર્થ એ કે આ પૈસા ગોળફરીને તેમના પર્સનલ ખાતામાં જ આવી જાય છે. એ પણ જોઇ લો કે કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર એટલે કે સીએફઓ બદલાઇ તો નથી રહ્યાં ને! જો આવું છે તો તેનું કારણ જાણો. શું સીએફઓએ ગ્રોથ માટે નોકરી છોડી કે પછી મુશ્કેલીમાં છે અને સીએફઓ તોફાન આવતા પહેલાં જાતે જ નીકળી જવા માંગે છે.

નિષ્ણાતનો મત
એલઆઇસી મ્યુચ્યુઅલ ફંડ એસેટ મેનેજમેન્ટના સીનિયર ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ એન્ડ ફંડ મેનેજર કરણ દોશી કહે છે કે કોઇ કંપનીના એન્યુઅલ રિપોર્ટને જોતી વખતે રોકાણકારોએ મેનેજમેન્ટ ડિસ્ક્શન એનાલિસિસ પર નજર નાંખવી જોઇએ. તેનાથી ખબર પડે છે કે ઇન્ડસ્ટ્રીઝનો હાલનો ટ્રેન્ડ શું છે. કંપનીમાં બિઝનેસ માહોલ કેવો છે અને કંપની કઇ દિશામાં જઇ રહી છે. કેશ ફ્લો સ્ટેટમેન્ટથી એ સમજવામાં મદદ મળે કે બિઝનેસમાંથી રોકડ આવી રહી છે કે નહીં.

મની9ની સલાહ

  1. સંજય જેવા રોકાણકારોને અમારી સલાહ છે કે કંપનીના પ્રોફિટ-લોસ સ્ટેટમેન્ટ અને બેલેન્સ શીટના ભરોસે ન રહો કારણ કે તેમાં ફક્ત એવી જ વાતો હોય છે જે કંપની તમને બતાવવા માંગે છે.
  2. કંપનીના વાર્ષિક રિપોર્ટમાં કેશ ફ્લોના એનાલિસિસ અને ફાઇનાન્સિયલ નોટ્સના અભ્યાસની ટેવ પાડો.
Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">