વીમો લેતા પહેલા આટલુ જાણો, કેવી રીતે જાણશો વીમા કંપનીની વિશ્વસનીયતા, સેટલમેન્ટ રેશિયોની મદદથી પંસદ કરો પોલીસી

વીમો લેતા પહેલા આટલુ જાણો, કેવી રીતે જાણશો વીમા કંપનીની વિશ્વસનીયતા, સેટલમેન્ટ રેશિયોની મદદથી પંસદ કરો પોલીસી


લાઈફ ઇન્સ્યોરન્સની ખરીદી હાલના સમયની માંગ છે. બજારમાં ઉપલબ્ધ સેંકડો પોલિસીઓ વચ્ચે કઈ પોલિસી સારી છે એ પ્રશ્ન તમામને મૂંઝવે છે. ત્યારે સારી ઇન્સ્યોરન્સની પોલિસી ખરીદવાનો એક સરળ રસ્તો અમે આપને બતાવવા જઈ રહ્યા છે. પોલિસી એજન્ટ કે બ્રોકરની મીઠી અને લોભામણી વાતોમાં આવી નહિ પરંતુ કંપનીના ક્લેમ સેટલમેન્ટ રેશીયોને જાણીને વીમો ખરીદશો તો ચોક્કસ તકલીફના સમયમાં મદદગાર બનશે.

સારો ક્લેઇમ રેશિયો દર્પણ સમાન છે. ઊંચો સેટલમેન્ટ રેશિયો એટલે વીમા કંપનીએ વધુ ક્લેઇમ ચૂકવ્યા છે જયારે ઓછો રેશિયો કંઈક ગરબડ હોવાનો ઈશારો કરે છે. વાર્ષિક અહેવાલોમાં વીમા કંપનીઓ ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો જાહેર કરે છે. આ રેશિયો વર્ષ દરમ્યાન કુલ ક્લેઇમ સામે સેટલ ક્લેઇમના આંકડાની ટકાવારી સૂચવે છે. ૯૦ ટકાથી વધુ રેશિયો ધરાવતી કંપની ઉપર વિશ્વાસ મુકવો સારો ગણી શકાય જોકે છેલ્લા ૩ થી ૫ વર્ષના આંકડા ઘણા અંશે ચિત્ર સ્પષ્ટ કરે છે.

તો હવે જયારે પણ  એજન્ટ કે બ્રોકર આપની પાસે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લઇને આવે ત્યારે ગિફ્ટ,આકર્ષક ગ્રાફિક , મીઠી વાતો અને વાયદા ઉપર નહિ પણ ક્લેમ સેટલમેન્ટ રેશિયો ઉપર જરૂર ધ્યાન આપજો.

 

આ પણ વાંચોઃબોગસ નિકાસ દર્શાવીને 226 કરોડનુ રિફંડ મેળવનાર 56 કસ્ટમ બ્રોકરના લાયસન્સ રદ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati