આ પાંચ નાણાકીય વ્યવહારો રોકડથી કરવામાં રાખો ખાસ ધ્યાન, નહીતર ઇન્કમટેક્ષ વિભાગ ફટકારશે નોટીસ

જો તમે નાણાંકીય વ્યવહારો મોટે ભાગે રોકડમાં કરો છો તો હવે ચેતી જજો નહીતર આવકવેરા વિભાગની નોટીસ (income tax notice) માટે તૈયાર રહો. રોકડ ખર્ચ ઘટાડવા, ડિજિટલના વલણને વધારવા માટે, આવકવેરા વિભાગ અને બેંકો, મ્યુચ્યુઅલ, બ્રોકર પ્લેટફોર્મ વગેરે રોકડ વ્યવહાર ઘટાડવાનો આગ્રહ કરી રહ્યા છે.છેલ્લા કેટલાક વર્ષોમાં,બેંકોએ પણ રોકડનું વ્યવહારોને ઘટાડવા માટે ઘણા નિયમો કડક […]

આ પાંચ નાણાકીય વ્યવહારો રોકડથી કરવામાં રાખો ખાસ ધ્યાન, નહીતર ઇન્કમટેક્ષ વિભાગ ફટકારશે નોટીસ
FILE PHOTO
Nakulsinh Gohil

|

May 11, 2021 | 12:15 AM

જો તમે નાણાંકીય વ્યવહારો મોટે ભાગે રોકડમાં કરો છો તો હવે ચેતી જજો નહીતર આવકવેરા વિભાગની નોટીસ (income tax notice) માટે તૈયાર રહો. રોકડ ખર્ચ ઘટાડવા, ડિજિટલના વલણને વધારવા માટે, આવકવેરા વિભાગ અને બેંકો, મ્યુચ્યુઅલ, બ્રોકર પ્લેટફોર્મ વગેરે રોકડ વ્યવહાર ઘટાડવાનો આગ્રહ કરી રહ્યા છે.છેલ્લા કેટલાક વર્ષોમાં,બેંકોએ પણ રોકડનું વ્યવહારોને ઘટાડવા માટે ઘણા નિયમો કડક કર્યા છે. આ પાંચ નાણાકીય વ્યવહારમાં ધ્યાન રાખવું જરૂરી છે નહીતર ઇન્કમટેક્ષ વિભાગ નોટીસ ફટકારી શકે છે :

1)બેંક એફડી બેંકની એફડીમાં કેશ ડિપોઝિટની મંજૂરી છે, પરંતુ તે 10 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. આ ડિપોઝિટ કરનાર માટે અને એફડી સુવિધા આપતી બેંક બંને માટે સારું નથી. જે બેંકના એફડી ખાતામાં આ મર્યાદા કરતા વધુ થાપણો હશે અને થાપણ કરનારને આવકવેરા વિભાગ નોટિસ (income tax notice) ફટકારી શકે છે.

2)રિયલ એસ્ટેટ જે વ્યક્તિ રિયલ એસ્ટેટમાં નાણાંનું રોકાણ કરે છે તેને હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમાં રોકડ વ્યવહારની મર્યાદા 30 લાખ રૂપિયા સુધી છે. જો રિયલ એસ્ટેટમાં 30 લાખથી વધુનું રોકાણ કર્યુ તો તમે સવાલોમાં ફસાઈ શકો છો. આવકવેરા વિભાગ રિયલ એસ્ટેટ દિલમાં મિલકત ખરીદવા અથવા વેચવા માટે 30 લાખ રૂપિયા સુધીની રોકડની મંજૂરી આપે છે. 30 લાખથી વધુનો રોકડ વ્યવહાર ટાળવો જોઈએ, નહીતર આવકવેરા વિભાગ (income tax notice) નોટીસ ફટકારી શકે છે.

3) સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટમાં રોકડ રકમ જમા કરવાની મર્યાદા 1 લાખ રૂપિયા છે. જો કોઈ વ્યક્તિ સેવિંગ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયાથી વધુની રોકડ જમા કરે છે, તો આવકવેરા વિભાગ તેને નોટિસ મોકલી શકે છે. ચાલુ એકાઉન્ટ માટે આ મર્યાદા 50 લાખ રૂપિયા છે. જો આનથી વધુ નાણા જમા કર્યા તો આવકવેરા વિભાગ કાર્યવાહી કરી શકે છે.

4)મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ, બોન્ડ, ડિબેન્ચર જે લોકો મ્યુચ્યુઅલ ફંડ્સ, શેર માર્કેટ, બોન્ડ્સ અથવા ડિબેન્ચર્સમાં નાણાંનું રોકાણ કરે છે, તેઓએ ધ્યાનમાં રાખવું પડશે કે એકવાર 10 લાખ રૂપિયાથી વધુની રકમ રોકડમાં જમા નહીં કરી શકાય. આ નિયમનું ઉલ્લંઘન કરવાથી તમારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. તમે તેની વિગતો આવકવેરા રીટર્ન (ITR) માં જોઈ શકો છો.

5) ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી ક્રેડિટ કાર્ડનસ બીલની ચુકવણી કરતી વખતે રોકડ વ્યવહાર કરવાથી સાવચેત રહો. ક્રેડિટ કાર્ડના બીલોની ચુકવણીમાં એક સમયે 1 લાખ રૂપિયાથી વધુની રોકડમાં ચુકવણી કરાવી શકાતી નથી. જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે તો Income tax વિભાગ તમને નોટિસ ફટકારી શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati