બેંક યુનિયનોએ બે દિવસની હડતાલનું આહવાન કર્યું, જાણો ક્યારે અને કેમ કરાશે હડતાળ

બેંક યુનિયનોએ બે દિવસની હડતાલનું આહવાન કર્યું, જાણો ક્યારે અને કેમ કરાશે હડતાળ
Bank

બેંક કર્મચારીઓની સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) એ જાહેર ક્ષેત્રની બે બેંકોના સૂચિત ખાનગીકરણના વિરોધમાં માર્ચમાં બે દિવસની હડતાલની હાકલ કરી છે.

Ankit Modi

| Edited By: Bhavesh Bhatti

Feb 10, 2021 | 7:38 AM

બેંક કર્મચારીઓની સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) એ જાહેર ક્ષેત્રની બે બેંકોના સૂચિત ખાનગીકરણના વિરોધમાં માર્ચમાં બે દિવસની હડતાલની હાકલ કરી છે. UFBU અનુસાર બે દિવસીય હડતાલ 15 અને 16 માર્ચએ થશે. નાણામંત્રી નિર્મલા સીતારામને ગયા અઠવાડિયે પોતાના બજેટ ભાષણમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમના ભાગ રૂપે જાહેર ક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી હતી.

વર્ષ 2019 માં સરકારે આઈડીબીઆઈ બેંક (IDBI BANK) માં તેના બહુમતી હિસ્સાને જીવન વીમા નિગમ (LIC) ને વેચીને તેનું ખાનગીકરણ કરી દીધું છે. ઉપરાંત, છેલ્લા ચાર વર્ષમાં 14 જાહેર ક્ષેત્રની બેંકોનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (AIBEA) ના જનરલ સેક્રેટરી સી એચ વેન્કટચલમે કહ્યું કે મંગળવારે UFBUની બેઠકમાં બેંકોનું ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, બેઠકમાં કેન્દ્ર સરકારના બજેટમાં સુધારાને લઈને કરવામાં આવતી વિવિધ ઘોષણાઓની ચર્ચા કરવામાં આવી હતી. આમાં આઈડીબીઆઈ બેંક અને બે જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ, બેડ બેંકની સ્થાપના, એલઆઈસીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ, સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ, વીમા ક્ષેત્રમાં 74 ટકા સુધીના સીધા વિદેશી રોકાણ (FDI) ની મંજૂરી અને હિસ્સો જેવા મુદ્દા શામેલ છે.

15 માર્ચ અને 16 માર્ચે બે દિવસીય હડતાલ વેંકટચલમ મુજબ મીટિંગમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ પગલાં પ્રતિકૂળ અને કર્મચારીઓના હિતની વિરુદ્ધ છે તેથી જ તેનો વિરોધ કરવાની જરૂર છે. AIBOCના જનરલ સેક્રેટરી સૌમ્યા દત્તાએ જણાવ્યું હતું કે, વિચાર-વિમર્શ બાદ સરકારના નિર્ણયની વિરુદ્ધ 15 અને 16 માર્ચે બે દિવસની હડતાલ બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

UFBUના સભ્યો કોણ કોણ છે? UFBUના સભ્યોમાં ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (AIBEA), ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર કન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઇઝ (NCBE), ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેન્ક એમ્પ્લોઇઝ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા (BEFI) નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ઇન્ડિયન નેશનલ બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન (INBEF), ઇન્ડિયન નેશનલ બેંક ઓફિસર્સ કોંગ્રેસ (INBOC), નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક વર્કર્સ (NOBW) અને નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક ઓફિસર્સ (NOBO) નો સમાવેશ થાય છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati