બેન્ક ઓફ ઇન્ડિયા ઇકવીટી શેર અને બોન્ડ દ્વારા 8 હજાર કરોડનું રોકાણ મેળવશે

બેન્કિંગ ક્ષેત્રમાં અગ્રગણ્ય એવી બેન્ક ઓફ ઇન્ડિયા રોકાણકારો મારફતે ૮હજાર કરોડ રૂપિયા મેળવવા આયોજન કરી કરી છે. બેંકે શેરધારકોની મંજૂરીની પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી છે. રોકાણ ઇકવીટી શેર, બોન્ડ અથવા અન્ય પ્રક્રિયાઓ દ્વારા મેળવાઈ શકે છે. બેન્ક ઓફ ઇન્ડિયાના રેગ્યુલેટરી ફાઈલિંગમાં રોકાણ મેળવવાની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. Web Stories View more 30 લાખની […]

બેન્ક ઓફ ઇન્ડિયા ઇકવીટી શેર અને બોન્ડ દ્વારા 8 હજાર કરોડનું રોકાણ મેળવશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:08 AM

બેન્કિંગ ક્ષેત્રમાં અગ્રગણ્ય એવી બેન્ક ઓફ ઇન્ડિયા રોકાણકારો મારફતે ૮હજાર કરોડ રૂપિયા મેળવવા આયોજન કરી કરી છે. બેંકે શેરધારકોની મંજૂરીની પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી છે. રોકાણ ઇકવીટી શેર, બોન્ડ અથવા અન્ય પ્રક્રિયાઓ દ્વારા મેળવાઈ શકે છે. બેન્ક ઓફ ઇન્ડિયાના રેગ્યુલેટરી ફાઈલિંગમાં રોકાણ મેળવવાની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બેન્ક ઓફ ઇન્ડિયાની એક્સટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ – EGMમાં શેરધારકો સમક્ષ ફંડ મેળવવા માટે નિવેશકોની મદદ લેવાની યોજનાનો પ્રસ્તાવ મુકાયો હતો જેને મંજૂરી મળી ગઈ હતી. મૂડી ઇકવીટી શેર , ટિયર ૧ – ૨ બોન્ડ અથવા રોકાણી અન્ય પ્રક્રિયાઓ મારફતે મેળવાઈ શકે છે. બેન્ક ઇકવીટી શેર ડિસ્કાઉન્ટ, બજાર ભાવ અથવા પ્રીમિયમ સાથે ઓફર કરી શકે છે જોકે આ બાબતે હજુ કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. રોકાણ મેળવી બેન્ક ખોટ ભરપાઈ કરવા ઉપર પ્રાધાન્ય આપવા ઉપર ભાર મૂકી શકે છે. બેલેન્સ સીટ અનુસાર ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં બેન્ક ઓફ ઇન્ડિયા BOI નું કુલ નુકશાન ૨૩,૭૮૨.૩૯ કરોડ હતું.  એક્સટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ – EGM માં ખોટને શેર પ્રીમિયમ એકાઉન્ટથી ભરપાઈ કરવાની મંજૂરી મેળવાઈ હતી. ૩૧ માર્ચ સુધી બેન્કના શેર પ્રીમિયમ એકાઉન્ટનું બેલેન્સ ૩૫,૩૩૧.૭૭ કરોડ હતું જેમાંથી નુક્સાન ભરપાઈ કરવા આયોજન કરાયું છે.

૩૦ સપ્ટેમ્બરથી ભારતમાં બેન્કિંગ ક્ષેત્રે આંતરરાશરીય કક્ષાની સમજૂતી હેઠળ બેસેલ ૩ ગાઇડલાઇન લાગુ થનાર છે. બેસેલ ૩ એ આંતરરાષ્ટ્રીય નિયમનકારી સમજૂતી છે જે આંતરરાષ્ટ્રીય બેન્કિંગ ક્ષેત્રમાં જોખમ ઘટાડવા માટે રચાયેલ સુધારાઓનો એક સમૂહ છે. ગાઇડલાઇન અનુસાર બેન્કોને યોગ્ય લીવરેજ રેશિયો જાળવવા અને અનામત મૂડીના અમુક સ્તરને હાથમાં રાખવા જરૂરી બનાવ્યા છે. બેસેલ ૩ ગાઇડલાઇન્સ હેઠળ મૂડીની જરૂરતને પહોંચી વાળવા ફંડ ભેગું કરવા આયોજન કરાઈ રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">