AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંક ઓફ બરોડા આપે છે આટલા લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન, ઘરે બેઠા મોબાઇલથી કરો અરજી

બેંક ઓફ બરોડા (BOB) ઇન્સ્ટન્ટ પર્સનલ લોન યોજના ગ્રાહકોને ઘરે બેઠા ₹2 લાખ સુધીની લોન મેળવવાની સુવિધા આપે છે. આ 100% ડિજિટલ પ્રક્રિયા ઝડપી મંજૂરી અને તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરે છે.

બેંક ઓફ બરોડા આપે છે આટલા લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન, ઘરે બેઠા મોબાઇલથી કરો અરજી
| Updated on: Aug 22, 2025 | 3:36 PM
Share

અચાનક પૈસાની જરૂર પડે અને બેંકમાં જઈને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું શક્ય ન હોય તો તમારા માટે ખુશખબર છે. બેંક ઓફ બરોડા (BOB) હવે ગ્રાહકોને ઈન્સ્ટન્ટ પર્સનલ લોનની સુવિધા આપી રહી છે. આ યોજના હેઠળ તમે તમારા મોબાઇલ અથવા નેટ બેન્કિંગ એપથી ઘરે બેઠા જ ₹2 લાખ સુધીનો પર્સનલ લોન મેળવી શકો છો. ખાસ વાત એ છે કે આખી પ્રક્રિયા 100% ડિજિટલ અને પેપરલેસ છે.

BOB પર્સનલ લોન 2025 એક એવી યોજના છે જેમાં ગ્રાહકોને તાત્કાલિક મંજૂરી અને ઝડપી રકમ વિતરણ મળે છે. એટલે કે, તમે ઓનલાઈન અરજી કરતા જ અને દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થતાં જ લોનની રકમ સીધી તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

બેંક મુજબ, આ લોનનો ઉપયોગ ગ્રાહક પોતાની તાત્કાલિક જરૂરિયાતો જેમ કે – ચિકિત્સા ખર્ચ, શિક્ષણ, લગ્ન, પ્રવાસ અથવા અન્ય વ્યક્તિગત જરૂરિયાતો માટે કરી શકે છે.

પાત્રતા અને જરૂરી દસ્તાવેજો

  • અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ 60 વર્ષ.
  • અરજદાર પાસે BOBમાં સક્રિય સેવિંગ્સ એકાઉન્ટ હોવું આવશ્યક છે.
  • માસિક આવક ઓછામાં ઓછી ₹15,000 હોવી જોઈએ.

જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ અને પાન કાર્ડ (KYC માટે)
  • નોકરીપેશા વ્યક્તિઓ માટે સેલેરી સ્લીપ
  • સ્વરોજગાર માટે બેંક સ્ટેટમેન્ટ અથવા ITR

બેંક ઓફ બરોડા પર્સનલ લોન વ્યાજદર સામાન્ય રીતે 10.40% પ્રતિ વર્ષથી શરૂ થાય છે, જોકે તે અરજદારની પ્રોફાઇલ અને બેંકની નીતિ અનુસાર બદલાઈ શકે છે.

ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક ₹2,00,000 નો લોન 5 વર્ષ માટે લે છે અને વ્યાજદર 11% છે, તો તેની માસિક EMI લગભગ ₹4,390 આવશે.

ગ્રાહકો BOB પર્સનલ લોન EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને પોતાની માસિક કિસ્ટનું અંદાજ લગાવી શકે છે. જો તમને તાત્કાલિક પૈસાની જરૂર હોય તો બેંક ઓફ બરોડા ઈન્સ્ટન્ટ લોન 2025 તમારા માટે એક ઉત્તમ વિકલ્પ છે. મોબાઇલથી અરજી કરવી ખૂબ સરળ છે અને આખી પ્રક્રિયા માત્ર થોડા મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે.

ભારતીય મૂળના આ વ્યક્તિ છે UK ના સૌથી અમીર વ્યક્તિ, જાણો કેટલી છે સંપતિ, Photos જોવા અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">