BAD BANK : ચાલુ મહિનામાં શરૂ થઈ શકે છે બેડ બેન્ક, જાણો કેવી રીતે કામ કરશે અને શું થશે ફાયદો

BAD BANK  : ચાલુ મહિનામાં શરૂ થઈ શકે છે બેડ બેન્ક, જાણો કેવી રીતે કામ કરશે અને શું થશે ફાયદો
પ્રતીકાત્મક તસ્વીર

Bad Bank એ એક પ્રકારની સંપત્તિ પુનર્નિર્માણ કંપની છે. જેનું કામ બેંકોની NPA ટેક ઓવર કરવાનું છે. Bad Bank કોઈપણ બેડ એસેટને ગુડ એસેટમાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Jul 02, 2021 | 8:42 AM

નાણા પ્રધાન નિર્મલા સીતારામને(fm nirmala sitharaman) નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરતી વખતે એસેટ રી-કન્સ્ટ્રક્શન કંપની એટલે કે બેડ બેંક(Bad Bank)ની પણ જાહેરાત કરી હતી. એક અંદાજ છે કે તે ચાલુ મહિનાથી શરૂ થઈ શકે છે. આશા છે કે આગામી સપ્તાહે શરૂ કરવામાં આવી શકે છે. આ માટે તમામ નિયમનકારી મંજૂરીઓ મેળવી લેવાઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ડિયન બેન્ક એસોસિએશન (IBA)દ્વારા National Asset Reconstruction Company Ltd અને તેની ડેબ્ટ મેનેજમેન્ટ કંપનીને સમાવિષ્ટ કરવા માટે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયમાં કંપનીના રજિસ્ટ્રારની સમક્ષ અરજી કરી દેવાઈ છે. India Debt Management Company Ltd (IDMCL)ના સૂત્રોએ ઉમેર્યું હતું કે આ દરખાસ્તને જુલાઇની શરૂઆતમાં કેબિનેટ તરફથી લીલી ઝંડી મળશે.

lenders એ પહેલા તબક્કામાં અત્યાર સુધીમાં 101 નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) ની સમીક્ષા કરી છે અને હવે બેડ બેન્કમાં આશરે 89,000 કરોડ રૂપિયાના 22 ખાતા ટ્રાન્સફર કરવાની યોજના છે. આમાં વીડિયોકોનના VOVL (રૂ. 22,532 કરોડ), રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ (રૂ. 8,934 કરોડ), એમ્ટેક ઓટો (9,014 કરોડ), જેપી ઇન્ફ્રાટેક (રૂ. 7,950 કરોડ), કેસ્ટેક્સ ટેકનોલોજીઓ (6,337 કરોડ), જીટીએલ (રૂ. 4,866 કરોડ), વિઝા સ્ટીલ (3,394 કરોડ રૂપિયા), અને અન્ય જેવા નામો સામેલ છે.

બેંકોમાં ઉદાહરણ તરીકે સરકાર દ્વારા સંચાલિત પંજાબ નેશનલ બેંક (PNB) એ કહ્યું કે તેણે NARCLમાં ટ્રાન્સફર કરવા રૂ 8,000 કરોડના NPAની ઓળખ કરી છે. બેડ બેંક રોકડમાં લોન માટે સંમત મૂલ્યના 15 ટકા સુધી ચૂકવણી કરશે અને બાકીના 85 ટકા government-guaranteed security receipts હશે. સરકાર NARCL માટે પાંચ વર્ષના સમયગાળા માટે 31,000 કરોડ રૂપિયાની ગેરંટી આપવાની અપેક્ષા છે. કેનેરા બેન્કના નેતૃત્વમાં જાહેર ક્ષેત્રની બેંકો મળીને બેડ બેંકમાં 51 ટકા હિસ્સો લેવાની સંભાવના છે.

બેડ બેંક શું છે? Bad Bank એ એક પ્રકારની સંપત્તિ પુનર્નિર્માણ કંપની છે. જેનું કામ બેંકોની NPA ટેક ઓવર કરવાનું છે. Bad Bank કોઈપણ બેડ એસેટને ગુડ એસેટમાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. જો બેંક કોઈને લોન આપે છે તો પણ તે હમેશા બનતું નથી કે દરેક વ્યક્તિએ લોનના દરેક હપતા સમયસર ચુકવશે અથવા સંપૂર્ણ લોન ભરપાઈ કરશે. જ્યારે લોનના હપ્તા આવવાનું બંધ થાય છે પછી ધીરે ધીરે તે લોન બેડ લોનમાં ફેરવવાનું શરૂ કરે છે એટલે કે NPA કહેવાય છે. કોઈ પણ બેંક આ બેડ લોન તેમની પાસે રાખવા માંગતી નથી કારણ કે તે તેની બેલેન્સશીટ બગાડે છે. બેડ બેંક આ બેડ લોન્સ લેશે અને પછી તેની રિકવરી કરવાનો પ્રયાસ કરશે.

બેડ બેંકનો શું ફાયદો થશે? બેડ બેંકનો સૌથી મોટો ફાયદો એ થશે કે બેંકોની બેલેન્સશીટ સુધરશે અને નવી લોન આપવી વધુ સરળ રહેશે. ઘણી બેંકો NPAથી મુક્ત થઈ જશે. બેંકોની ક્લિન બેલેન્સશીટ રાખવાથી સરકારને પણ ફાયદો થશે. જો કોઈ બેંકનું ખાનગીકરણ કરવું હોય તો તે સરળ રહેશે. બીજી તરફ બેડ બેંક દ્વારા તે NPA એટલે કે બેડ એસેટને ગુડ એસેટ બનાવવામાં મદદ કરશે. બેડ બેંક દ્વારા બેડ લોન રિકવરી કરવાના પ્રયત્નો કરવામાં આવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati