Ruchi Soya : બાબા રામદેવની કંપની દેવા મુક્ત, રૂચી સોયાએ ચૂકવી લગભગ 3000 કરોડની લોન

Ruchi Soya : બાબા રામદેવની કંપની રુચિ સોયા તરફથી કહેવામાં આવ્યું હતું કે કંપનીએ 2,925 કરોડની લોન ચૂકવી દીધી છે અને હવે આ કંપની સંપૂર્ણપણે દેવા મુક્ત થઈ ગઈ છે. શુક્રવારે, રુચિ સોયાનો એફપીઓ બજારમાં લિસ્ટ થયો હતો અને પ્રથમ દિવસે શેરમાં 13 ટકાનો વધારો નોંધાયો હતો.

Ruchi Soya : બાબા રામદેવની કંપની દેવા મુક્ત, રૂચી સોયાએ ચૂકવી લગભગ 3000 કરોડની લોન
Baba Ramdev (File image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 11:33 AM

બાબા રામદેવની કંપની રૂચી સોયા (Ruchi Soya) સંપૂર્ણ રીતે લોન મુક્ત થઈ ચુકી છે. શુક્રવારે કંપનીએ જણાવ્યું હતું કે તેણે 2,925 કરોડની લોનનું ચુકવણું કરી દીધુ છે અને હવે તે સંપૂર્ણ રીતે લોન મુક્ત થઈ છે. પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડાયરેક્ટર બાલકૃષ્ણએ ટ્વિટ કર્યું કે રુચિ સોયા દેવા મુક્ત થઈ ગઈ છે. આ ટ્વિટમાં બાલકૃષ્ણએ કહ્યું કે અમે 2,925 કરોડની લોન સમય પહેલા ચૂકવી દીધી છે. તાજેતરમાં રુચિ સોયાનો FPO (Ruchi Soya FPO) આવ્યો હતો. આ FPO 4,300 કરોડનો હતો. કંપનીએ આ મૂડીનો એક ભાગ દેવું ચૂકવવા માટે વાપર્યો છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે એફપીઓ માટે સબમિટ કરાયેલા દસ્તાવેજો અનુસાર રૂચી સોયાએ માત્ર રૂ. 1950 કરોડનું દેવું ચૂકવવાનું હતું. જોકે બાદમાં કંપનીના મેનેજમેન્ટે કુલ 2,925 કરોડનું દેવું ચૂકવવાનો નિર્ણય લીધો હતો. આ સાથે કંપની સંપૂર્ણપણે દેવું મુક્ત થઈ ગઈ છે.

રૂચી સોયા શુક્રવારે શેરબજારમાં લિસ્ટ થઈ હતી. લિસ્ટિંગ બાદ પ્રથમ દિવસે શેર 13 ટકાના વધારા સાથે બંધ થયો હતો. આ એફપીઓની ઈશ્યુ કિંમત રૂ. 650 હતી. આવી સ્થિતિમાં જે રોકાણકારોએ આ FPOમાં શેર ખરીદ્યા હતા તેમને પ્રથમ દિવસે 36 ટકાથી વધુ વળતર મળ્યું હતું. અહીં મોટો પ્રશ્ન એ છે કે રોકાણકારોએ હવે શું કરવું જોઈએ. બજારના નિષ્ણાતો કહે છે કે જો કોઈ રોકાણકાર ટૂંકા ગાળાનો આઉટલૂક ધરાવતો હોય તો તેણે નફો બુક કરવો જોઈએ. લાંબા ગાળાના રોકાણકારો માટે પણ ફાયદો રહેશે.

700 રૂપિયા પર મજબૂત સપોર્ટ

ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં સ્વસ્તિક ઈન્વેસ્ટમેન્ટના રિસર્ચ હેડ સંતોષ મીણાએ જણાવ્યું હતું કે ટૂંકા ગાળામાં આ શેરમાં વેચવાલી જોવા મળી શકે છે. જો વેચાવલી શરૂ થાય તો પણ રૂ.700ના સ્તરે મજબૂત સપોર્ટ પર છે. કંપનીનું પ્રદર્શન મધ્યમ અને લાંબા ગાળામાં ઉત્તમ રહેવાની અપેક્ષા છે.

આ સ્ટૉક 1000ના સ્તરને પાર કરશે

GCL સિક્યોરિટીઝના રવિ સિંઘલ કહે છે કે જો કોઈ રોકાણકારે આ FPOમાં તાત્કાલિક કમાણી માટે જ રોકાણ કર્યું હોય તો તેણે બહાર નીકળી જવું જોઈએ. જો આઉટલૂક પણ રોકાણનું છે તો 50% હોલ્ડિંગ પર નફો બુક કરી શકાય છે. આગામી ત્રણ મહિનામાં આ સ્ટોક 1000ને પાર થવાની ધારણા છે. 740ને મજબૂત સપોર્ટ તરીકે જોવામાં આવે છે.

કોમોડિટીમાં તેજીથી કંપનીને ફાયદો થશે

સિંઘલે કહ્યું કે આખી દુનિયામાં ચીજવસ્તુના ભાવ આસમાને છે. રુચિ સોયાનો બફરમાં મોટો સ્ટોક છે, જે કંપની ભારે નફા સાથે વેચશે. આવી સ્થિતિમાં આગામી ક્વાર્ટરનું પ્રદર્શન શાનદાર રહેવાની આશા છે.

આ પણ વાંચો : Jr. Hockey World Cup: ભારતીય મહિલા ટીમનું જીતનું અભિયાન યથાવત, કોરિયા સામે મોટી જીત મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

આ પણ વાંચો :કોરોનાના વધુ એક વેરિયન્ટની ગુજરાતમાં એન્ટ્રી, વડોદરામાં દર્દીમાં XE વેરિયન્ટ જોવા મળ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">