ATM Transaction Rules : ATM માંથી પૈસા ન મળે અને બેલેન્સ કપાઈ જાય તો??? વહેલી તકે કરો આ કામ પૈસા પરત મળશે

જો એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે રોકડ ન નીકળી હોય પરંતુ તમારા ખાતામાંથી પૈસા કપાઈ ગયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ઘણી વખત ટેકનિકલ ખામીઓને કારણે ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાઈ જાય છે.

ATM Transaction Rules : ATM માંથી પૈસા ન મળે અને બેલેન્સ કપાઈ જાય તો??? વહેલી તકે કરો આ કામ પૈસા પરત મળશે
ATM Machine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 7:20 AM
ATM Transaction Rules:  આજના સમયમાં એટીએમ (ATM) મશીન લોકોની અગત્યની જરૂરિયાત બની ગયું છે. બેંકની લાંબી લાઈનોમાં ઉભા રહેવાને બદલે લોકો એટીએમમાંથી તાત્કાલિક રોકડ ઉપાડી લે છે. આ સિવાય તમે ATM મશીન દ્વારા બેલેન્સ ચેક સહિતની સુવિધાનો પણ લાભ લઈ શકો છો. આમ તો એટીએમમાંથી પૈસા ઉપાડવા ખૂબ જ સરળ છે પરંતુ ઘણી વખત પૈસા ઉપાડતી વખતે ટ્રાન્ઝેક્શન દરમ્યાન કેશ નીકળતી નથી અને ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. આવી સ્થિતિમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લોકોના મનમાં પૈસા ગુમાવવાનો ડર પેદા થાય છે.
સામાન્ય રીતે જો કેશ બહાર ન આવે અને ખાતામાંથી પૈસા કપાઈ જાય તો આવી સ્થિતિમાં પૈસા આપોઆપ ખાતામાં પાછા આવી જાય છે પરંતુ જો તમારા પૈસા પાછા ન મળે તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને આ અહેવાલમાં તે જણાવીએ છીએ કે આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ અને તમારી ફરિયાદ ક્યાં કરવી જોઈએ…

5 દિવસમાં ખાતામાં પૈસા પાછા આવે છે

જો એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે રોકડ ન નીકળી હોય પરંતુ તમારા ખાતામાંથી પૈસા કપાઈ ગયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ઘણી વખત ટેકનિકલ ખામીઓને કારણે ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. આવી સ્થિતિમાં આ પૈસા 5 દિવસમાં ગ્રાહકના ખાતામાં આપોઆપ પરત આવી જાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકોને આ નાણાં પરત કરવાની તારીખ નક્કી કરી છે. આ પૈસા ગ્રાહકના ખાતામાં 5 દિવસની અંદર જમા કરાવવા જરૂરી છે. અન્યથા બેંકે ગ્રાહકને દરરોજ 100 રૂપિયાનો દંડ આપવો પડશે.

પૈસા ન મળે તો અહીં ફરિયાદ કરો

જો તમારા પૈસા પાછા ન મળ્યા હોય તો તમે તમારી બેંક શાખામાં જઈને પણ તેની ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત જો તમે સ્ટેટ બેંકના ગ્રાહક છો તો તમે બેંકની વેબસાઇટ https://crcf.sbi.co.in/ccf/ તમે ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે તમે બેંકના ટોલ ફ્રી નંબર 1800 11 2211 અથવા 1800 425 3800 પર કૉલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

ATM કાર્ડ વિના Google Payમાંથી થશે ચુકવણી

ખરીદી કરતી વખતે પેમેંટ કરવા માટે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો (Debit Card) ઉપયોગ કરવો સામાન્ય છે. પરંતુ એક પછી એક જગ્યાઓ પર કાર્ડ દ્વારા ચૂકવણી કરવી ખૂબ કંટાળાજનક બની જાય છે. જો કાર્ડ ઘરે ભૂલી જાય, તો મુશ્કેલી વધી જાય છે. અહીં તમને કેટલીક ટિપ્સ જાણવા મળશે. જેના દ્વારા તમે તમારા સ્માર્ટફોનથી સીધા જ ટૅપ-ટુ-પે પેમેન્ટ કરી શકો છો. તમારે વારંવાર કાર્ડ કાઢવાની જરૂર નહીં પડે. આ પદ્ધતિ ખૂબ જ સરળ છે અને આ માટે તમારે ફક્ત ગૂગલ પે (Google Pay), ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ અને નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન (NFC) ફોનની જરૂર પડશે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">