એસેટ મોનેટાઈઝેશનની પ્રક્રિયા બની ઝડપી, આગામી અઠવાડીયે થશે કેબિનેટ સેક્રેટરીની મહત્વની બેઠક

National Asset Monetization : કેબિનેટ સચિવની પ્રથમ બેઠક 9 સપ્ટેમ્બરે યોજાશે. એસેટ મોનીટાઈઝેશન પર બીજી બેઠક 13 સપ્ટેમ્બરે યોજાશે. પ્રથમ બેઠકમાં 8 જુદા જુદા ક્ષેત્રોની એસેટ મોનીટાઈઝેશનની ચર્ચા કરવામાં આવશે.

એસેટ મોનેટાઈઝેશનની પ્રક્રિયા બની ઝડપી, આગામી અઠવાડીયે થશે કેબિનેટ સેક્રેટરીની મહત્વની બેઠક
સાંકેતીક તસવીર

નેશનલ એસેટ મોનેટાઈઝેશન (National Asset Monetization) પ્લાનની પ્રક્રિયા હવે ઝડપી બની છે. આ માટે બેઠકોની શ્રેણી શરૂ થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટ સચિવ આગામી એક સપ્તાહમાં બે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજવા જઈ રહ્યા છે. આ બેઠકોમાં ઘણા ક્ષેત્રોની સંપત્તિ મુદ્રીકરણની ચર્ચા કરવામાં આવશે. ટેલિકોમ, રોડ સહિતના ઘણા મહત્વના ક્ષેત્રો પર વ્યૂહરચના બનાવવામાં આવશે.

 

સરકાર આઈટીડીસી (ITDC)ની 8 હોટલને મોનેટાઈઝ કરવાની યોજના ધરાવે છે. તે કેવી રીતે ફાસ્ટટ્રેક કરવામાં આવે તે અંગે ચર્ચા થશે. આ બેઠકમાં સંબંધિત મંત્રાલયના અધિકારીઓ, નીતિ આયોગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સરકારનો પ્રયાસ હશે કે ટાઈમલાઈન અથવા ટાઈમલાઈન પહેલા એસેટ મોનીટાઈઝેશનને વાસ્તવીક રૂપ આપવામાં આવશે.

 

કેબિનેટ સચિવના નેતૃત્વમાં 9મી સપ્ટેમ્બરે પ્રથમ બેઠક

એક પ્રતિષ્ઠીત મીડિયાના અહેવાલ મુજબ કેબિનેટ સચિવની પ્રથમ બેઠક 9 સપ્ટેમ્બરે યોજાશે. એસેટ મોનિટાઈઝેશન પર બીજી બેઠક 13 સપ્ટેમ્બરે યોજાશે. પ્રથમ બેઠકમાં 8 જુદા જુદા ક્ષેત્રોના એસેટ મોનિટાઈઝેશન પર ચર્ચા કરવામાં આવશે. દિલ્હીની 6થી 7 વસાહતોની મોનિટાઈઝેશન માટે ઓળખ કરવામાં આવી છે. આ અંગે ચર્ચા કરવામાં આવશે અને રણનીતિ બનાવવામાં આવશે.

 

બીજું ક્ષેત્ર ટેલિકોમ છે. ટેલિકોમ સેક્ટરમાં સરકારે MTNL અને BSNLના 14,917 ટાવરોને મોનેટાઈઝ કરવાની વાત કરી હતી. આ માટે આ બેઠકમાં રણનીતિ બનાવવામાં આવશે. તેવી જ રીતે માર્ગ ક્ષેત્ર માટે એક વ્યૂહરચના બનાવવામાં આવશે. આવા લગભગ 8 ક્ષેત્રો છે જેમાં પ્રથમ રાઉન્ડની બેઠકમાં તેના મોનીટાઈઝેશન માટેની વ્યૂહરચના બનાવવામાં આવશે. તમામ ક્ષેત્ર સાથે સંબંધિત મંત્રાલયના અધિકારીઓ આમાં સામેલ થશે.

 

તમને જણાવી દઈએ કે નાણામંત્રીએ 6 લાખ કરોડ રૂપિયાની નેશનલ મોનિટાઈઝેશન પાઈપલાઈન (NMP) યોજનાની જાહેરાત કરી છે. તેનો હેતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અસ્કયામતોનું મુદ્રીકરણ કરવાનો છે, એટલે કે તેમને લીઝ, ભાડા વગેરે પર આપીને કમાણી કરવી, જેમાં ઉર્જાને લઈને રોડ અને રેલવે ક્ષેત્રોમાં સમાવેશ થાય છે.

 

સરકારનો પ્રયાસ આમાંથી નાણાં એકત્ર કરવા અને તેને અન્ય જાહેર હિતના કામો પર ખર્ચ કરવાનો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 2021-22 માટે પોતાના બજેટ ભાષણમાં એસેટ મોનેટાઈઝેશનને નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ફાઈનાન્સિંગ વિકલ્પ ગણાવ્યો હતો. સરકાર એસેટ મોનિટાઈઝેશનને માત્ર ભંડોળના સાધન તરીકે જ નહીં, પરંતુ માળખાગત પ્રોજેક્ટ્સની જાળવણી અને વિસ્તરણ માટે વધુ સારી વ્યૂહરચના તરીકે જોઈ રહી છે.

 

 

આ પણ વાંચો :  Aadhar અંગે રસપ્રદ માહિતી સામે આવી , ઓગસ્ટ મહિનામાં 146 કરોડ વખત થયું આધાર વેરિફિકેશન, અર્થતંત્રમાં રિકવરીના સંકેત !

 

આ પણ વાંચો :  શું તમે શેરબજારમાં રોકાણ કરો છો ? ટ્રેડિંગ પહેલા ધ્યાનમાં રાખશો આ બાબતો તો ક્યારેય છેતરાશો નહિ , જાણો શું છે SEBI ની માર્ગદર્શિકા

Click on your DTH Provider to Add TV9 Gujarati