અમદાવાદની બેન્ટલે ફિટિંગ્સનો 9 ટકા હિસ્સો દિગ્ગજ રોકાણકાર આશિષ કચોલિયા હસ્તગત, જાણો વિગત

દેશના દિગ્ગજ Ace ઇન્વેસ્ટર અને વેલ્યુ પીકર આશિષ કચોલિયાએ પ્લાસ્ટિક પાઈપ ફિટિંગ્સ મેન્યુફેક્ચરિંગમાં અગ્રણી કંપનીઓ પૈકી એક બેન્ટલે ફિટિંગ્સ લિ.નો 9 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. કંપનીની ઈક્વિટી વેલ્યૂએશન રૂ. 439 કરોડ છે. આશિષ કચોલિયા પ્રારંભિક તબક્કે વૃદ્ધિ કરતી કંપનીઓને ઓળખવા માટે જાણીતા છે. આ ટ્રાન્જેક્શનના એડવાઈઝર ટ્રીકેપ એડવાઈઝર્સ પ્રા. લિ. છે.

અમદાવાદની બેન્ટલે ફિટિંગ્સનો 9 ટકા હિસ્સો દિગ્ગજ રોકાણકાર આશિષ કચોલિયા હસ્તગત, જાણો વિગત
| Updated on: Jan 05, 2024 | 9:28 PM

અમદાવાદ સ્થિત બેન્ટલે ફિટિંગ્સ લિ.ના પ્રથમ અને ફ્રેશ રાઉન્ડમાં અન્ય માર્કી ઈન્વેસ્ટર્સના નેતૃત્વ હેઠળ રોકાણકાર આશિષ કચોલિયાએ નોંધનીય હિસ્સો હસ્તગત કર્યો હતો. આ પ્રથમ રાઉન્ડમાં આશિભદર્શ વેન્ચર્સ પ્રા.લિ. અને સત્યેન્દ્ર પેકેજિંગ ગ્રુપ તથા દિગ્ગજ રોકાણકાર કચોલિયા સામેલ હતા. આ વ્યૂહાત્મક રોકાણ બીએફએલની પાઈપ્સ એન્ડ ફિટિંગ્સ ઈન્ડસ્ટ્રીમાં યુનિક ક્ષમતાઓ અને ગ્રોથની સંભાવનાઓ પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે.

અનલિસ્ટેડ બેન્ટલે ફિટિંગ્સ લિમિટેડ પોલિથિલિન (PE) ઇલેક્ટ્રોફ્યુઝન ફિટિંગ્સ, બટ ફ્યુઝન ફિટિંગ્સ, કમ્પ્રેશન ફિટિંગ્સ સહિત પ્લાસ્ટિક પાઇપ ફિટિંગની વિશાળ શ્રેણીના ઉત્પાદનમાં નોંધનીય કુશળતા માટે જાણીતી છે. BFL અમદાવાદ સ્થિત તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં પ્લાસ્ટિકની પાઈપ્સ માટે હાઇ-ડેન્સિટી પોલિથિલિન (‘HDPE’) અને PP ફિટિંગ સિસ્ટમ્સ દ્વારા 10 વર્ષથી વધુ સમયથી સંપૂર્ણ પાઇપ ફિટિંગ સોલ્યુશન્સ ઓફર કરી રહી છે.

આ પ્રોડક્ટ્સ સરકારી પાણી પુરવઠા પ્રોજેક્ટ્સ, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ, સ્લરી ટ્રાન્સફર, એગ્રીકલ્ચર, સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન, દબાણયુક્ત સિંચાઈ, ઔદ્યોગિક એપ્લિકેશન્સ વગેરેમાં ઉપયોગી છે.

આશિષ કાચોલિયાએ આ જોડાણ અંગે આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “બેન્ટલે ફિટિંગ્સ લિમિટેડમાં હિસ્સો ખરીદવાનો નિર્ણય દેશની ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને પહોંચી વળવા ભારતમાં વિશ્વસ્તરીય તકનીકી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી ઈનોવેટિવ અને ફોરવર્ડ-થિંકિંગ કંપનીઓમાં રોકાણ કરવાની તેમની વ્યૂહરચના સાથે સુસંગત છે.”

વધુમાં કચોલિયાએ જણાવ્યું હતું કે, “પ્લાસ્ટિક પાઇપ ફિટિંગના ઉત્પાદનમાં મોખરે રહેલી કંપની બેન્ટલે ફિટિંગ્સ લિમિટેડ સાથે ભાગીદારી કરવા બદલ ઉત્સુક છીએ. હિસ્સો ખરીદવાનો નિર્ણય કંપનીના નેતૃત્વ, તેના ઉત્પાદનોની ગુણવત્તા અને ભવિષ્ય માટે તેની ગ્રોથની સંભવિતતામાં અમારા વિશ્વાસનો પુરાવો છે.”

બેન્ટલે ફિટિંગ્સના ડિરેક્ટર પિયુષ જે. શાહે જણાવ્યું હતું કે, “અમે સ્ટ્રેટેજિક પાર્ટનર અને શેરહોલ્ડર તરીકે રોકાણકાર આશિષ કચોલિયાનું સ્વાગત કરીએ છીએ. આ રોકાણ માત્ર અમારા બિઝનેસ મોડલની મજબૂતાઈ જ નહિં પરંતુ સ્પર્ધાત્મક પ્લાસ્ટિક પાઈપ્સ અને ફિટિંગ્સ માર્કેટમાં ગ્રોથને વેગ આપવાની ક્ષમતા પ્રતિબિંબ કરે છે. અમે કેપિટલ માર્કેટમાં આશિષ કચોલિયાની નિપુણતાનો લાભ લઈ અમે સાથે મળીને આ સફળતાની સફર શરૂ કરવા બદલ ઉત્સુક છીએ.”

કંપની તેના પ્લાસ્ટિક ફિટિંગ બિઝનેસના વિસ્તરણ અને તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની હેઠળ સંયુક્ત PSP પાઈપોનું ઉત્પાદન કરવા માટે એક નવા સાહસની સ્થાપના પર સક્રિયપણે કામ કરવાના ઉદ્દેશ પર કામ કરી રહી છે. આ વ્યૂહાત્મક પગલું તેના હાલના પ્લાસ્ટિક ફિટિંગ સેગમેન્ટને વધારવા અને સમર્પિત પેટાકંપની દ્વારા કમ્પોઝિટ PSP પાઇપ્સની રજૂઆત સાથે ઈનોવેટિવ બજારોમાં સાહસ કરવા માટે કંપનીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

હાલના ફંડિંગ રાઉન્ડમાં કંપનીને તેની ઉત્પાદન ક્ષમતાઓને વિસ્તૃત કરવા, બિઝનેસને ડાયવર્સિફાઈ કરવા, બજારમાં હાજરી વધારવા ઉપરાંત પાઈપ્સ અને ફિટિંગ ઉદ્યોગમાં ટેક્નોલોજીમાં મોખરે રહેવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પહેલ કરવા માટે વધારાના સંસાધનો પૂરા પાડવાની અપેક્ષા છે.

અમદાવાદમાં સ્થિત ટ્રીકેપ એડવાઈઝર પ્રા. લિ. આ ટ્રાન્જેક્શનના એડવાઈઝર તરીકે ભૂમિકા ભજવી છે. જે ડેટ સિંડિકેશન, ઇક્વિટી ફંડ રેઇઝિંગ, IPO અને SME IPO એડવાઇઝરી, ટેક્સ એડવાઇઝરી, પ્રાઇવેટ ઇક્વિટી, પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ, વેલ્યુએશન, સ્ટાર્ટઅપ એડવાઇઝરી, M&A અને સરકારી ગ્રાન્ટ જેવી નાણાકીય સેવાઓની વિશાળ શ્રેણીમાં વિશેષતા ધરાવે છે. ટ્રીકેપ એડવાઈઝર્સ આ સોદાને સરળ બનાવવા માટે નિમિત્ત બન્યા છે.

ફર્મે રોકાણકારો સાથે જોડાવામાં, ઈન્વેસ્ટર કોન્સોર્ટિયમ સાથે ચર્ચાઓ કરવા અને ઇક્વિટી વેલ્યુએશન, દસ્તાવેજીકરણ અને ટ્રાન્ઝેક્શનના સફળ સમાપ્તિ સહિત સમગ્ર સોદાની પ્રક્રિયામાં વ્યાપક પરામર્શ ઓફર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.