દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો , સોનાના ભંડારમાં પણ નરમાશ દેખાઈ

કોરોના મહામારીના કારણે બળતણના વપરાશમાં મોટો ઘટાડો થયો હતો. વિદેશી વિનિમય ભંડારમાં પણ ભારતની સ્થિતિ સારી નથી.

  • Publish Date - 2:53 pm, Sat, 10 April 21
દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો , સોનાના ભંડારમાં પણ નરમાશ દેખાઈ
દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો

કોરોના મહામારીના કારણે બળતણના વપરાશમાં મોટો ઘટાડો થયો હતો. વિદેશી વિનિમય ભંડારમાં પણ ભારતની સ્થિતિ સારી નથી. શુક્રવારે RBI દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ દેશના વિદેશી મુદ્રા ભંડાર 2 એપ્રિલના રોજ પૂરા થતાં સપ્તાહમાં 2.415 અબજ ડોલર ઘટીને 576.869 અબજ ડોલર થયું છે. આ ઉપરાંત સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશના સોનાનો ભંડાર પણ 88.4 કરોડ ડોલર ઘટીને 34.023 અબજ ડોલર થયો છે.

રિઝર્વ બેંકના ડેટા મુજબ, 2 એપ્રિલ, 2021 ના ​​રોજ, વિદેશી મુદ્રા સંપત્તિ (FCA) માં ઘટાડો થવાને કારણે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ અગાઉ 26 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી વિનિમય ભંડાર 2.986 અબજ ડોલર ઘટીને 579.285 અબજ ડોલર પર પહોંચ્યો હતો.

ગોલ્ડ રિઝર્વ પણ ઘટ્યું
સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન દેશના સોનાના ભંડારમાં પણ ઘટાડો થયો છે. આરબીઆઈના ડેટા અનુસાર, તે 88.4 કરોડ ડોલર ઘટીને 34.023 અબજ ડોલર થઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય મુન્દ્રા કોષ (IMF) માં મળેલા વિશેષ હક ૪૦ લાખ ડોલર ઘટીને 1.486 અબજ ડોલર થયા છે. એ જ રીતે IMF પાસે અનામત પણ 1.2 કરોડ ડોલર ઘટીને 4.923 અબજ ડોલર થયું છે.

વર્ષની શરૂઆતમાં તેજી દેખાઈ હતી
જાન્યુઆરીમાં પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં તેજી જોવા મળી હતી. આ 58 મિલિયન ડોલરના વધારા સાથે 461.21 અબજ ડોલર પહોંચી હતી. વિશ્વના સૌથી વધુ વિદેશી મુદ્રા ભંડાર ધરાવતા દેશોની યાદીમાં ભારત ૮માં ક્રમે છે જ્યારે ચીન આ યાદીમાં પ્રથમ છે.

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati