Paytm IPO: ભારતના ઈતિહાસમાં સૌથી મોટા IPO ને મળી મંજૂરી, પેટીએમ બજારમાંથી 16600 કરોડ રૂપિયા એકત્ર કરશે

વિજય શેખર શર્માએ વર્ષ 2000 માં પેટીએમની સ્થાપના કરી હતી. 2010 માં કંપનીએ મોબાઈલ રિચાર્જિંગ સર્વિસની શરૂઆત કરી હતી. ત્યારબાદથી કંપનીએ સતત પોતાની સર્વિસનો વ્યાપ વધાર્યો છે.

Paytm IPO: ભારતના ઈતિહાસમાં સૌથી મોટા IPO ને મળી મંજૂરી, પેટીએમ બજારમાંથી 16600 કરોડ રૂપિયા એકત્ર કરશે
Paytm IPO

SEBI (Securities and Exchange Board of India) એ પેટીએમને 16,600 કરોડ રૂપિયાનો IPO (Initial Public Offering) જાહેર કરવાની મંજૂરી આપી છે. જેમાંથી 8300 કરોડ રૂપિયાના ફ્રેશ શેર ઈશ્યૂ થશે, જ્યારે 8300 કરોડ રૂપિયા ઓફર ફોર સેલ એટલે કે, OFS દ્વારા જાહેર કરવામાં આવશે.

પેટીએમ હાલ ભારતની બીજી એવી કંપની છે જે સૌથી વધુ વેલ્યુ ધરાવતી ઈન્ટરનેટ કંપની છે. નવેમ્બર 2019 માં તેને Rowe Price, Discovery Capital and D1 Capital થી 1 બિલિયન ડોલરનું ફંડ એકઠુ કર્યું હતું. તે સમયે તેની વેલ્યુએશન 16 બિલિયન ડોલર હતી. માનવામાં આવી રહ્યું છે કે, કંપની આ વર્ષે નવેમ્બર મહિનામાં લિસ્ટિંગ કરશે. જુલાઈમાં કંપની DRHP ફાઈલ કરી હતી.

ભારતના ઈતિહાસનો સૌથી મોટો IPO

આ ભારતના ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ હશે. આ પહેલા સરકારી કંપની કોલ ઈન્ડિયા 15 હજાર કરોડનો આઈપીઓ લઈને આવી હતી. વિજય શેખર શર્માએ વર્ષ 2000 માં પેટીએમની સ્થાપના કરી હતી. 2010 માં કંપનીએ મોબાઈલ રિચાર્જિંગ સર્વિસની શરૂઆત કરી હતી. ત્યારબાદથી કંપનીએ સતત પોતાની સર્વિસનો વ્યાપ વધાર્યો અને વર્તમાનમાં પેટીએમ એપની મદદથી હોટલ બુકિંગ, ટ્રેન-પ્લેનની ટિકિટ બુકિંગ સહિત અનેક કામ કરી શકાય છે.

દુનિયાભરના દિગ્ગજોએ કર્યું છે રોકાણ

આ કંપની પર દુનિયાના દિગ્ગજ રોકાણકારોએ પોતાનો ભરોસો દર્શાવ્યો છે. જૈક માની ચાઈનીઝ કંપની એંટ ફાઈનેન્શિયલે પેટીએમમાં મસમોટું રોકાણ કર્યું છે. આ સિવાય અલીબાબા સિંગાપુર, એલિવેશન કૈપિટલના ત્રણેય ફંડ, સોફ્ટબેંક વિઝન ફંડ અને BH ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સે પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે.

નુકસાનમાં મોટો ઘટાડો થયો હતો

કંપનીના પ્રદર્શન પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2020-21 માં કંપનીનું કુલ રેવેન્યૂ 3186 કરોડ રહ્યુ હતું. તેના પહેલા નાણાકીય વર્ષ એટલે કે, 2019-20 માં કંપનીનું કુલ રેવેન્યૂ 3540 કરોડ રૂપિયા હતું. કંપનીએ પોતાના નુકસાનને ઘણું ઓછું કર્યું છે. નાણાકીય વર્ષ 2021 માં કંપનીનું કુલ નુકસાન ઘટીને 1701 કરોડ રહ્યું છે. જે તેના પહેલા નાણાકીય વર્ષમાં 2942 કરોડ રૂપિયા રહ્યું હતું.

 

આ પણ વાંચો:  Hajj 2022: હજ પર જનારે કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લેવા પડશે, જાણો શું રહેશે નિયમ

આ પણ વાંચો: કચરામાંથી કંચન: કૃષિ કચરામાંથી બનશે કાગળ અને ખાતર, વૈજ્ઞાનિકોની મદદથી ખેડૂતો કચરામાંથી પણ કરશે કમાણી

Click on your DTH Provider to Add TV9 Gujarati