કોરોના વાઈરસની અસર એપ્પલ કંપનીની કમાણી પર, નહીં થાય સસ્તો ફોન લોન્ચ

કોરોનાનાં કહેરના કારણે માણસજાત પર જ નહીં ચીનના અર્થતંત્રને ખુબ જ ખરાબ અસર પડી રહી છે. ચીનમાં કોરોના વાઈરસે આડકતરી રીતે એપ્પલને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી છે. જેના લીધે કંપનીએ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ચીનમાં કોરોના વાઈરસ ફેલાવાથી આઈફોનના પુરવઠાને ઘણી અસર થઈ છે. પરિણામ સ્વરુપે એપ્પલને આ વર્ષે જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં […]

કોરોના વાઈરસની અસર એપ્પલ કંપનીની કમાણી પર, નહીં થાય સસ્તો ફોન લોન્ચ
Follow Us:
| Updated on: Feb 19, 2020 | 11:28 AM

કોરોનાનાં કહેરના કારણે માણસજાત પર જ નહીં ચીનના અર્થતંત્રને ખુબ જ ખરાબ અસર પડી રહી છે. ચીનમાં કોરોના વાઈરસે આડકતરી રીતે એપ્પલને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી છે. જેના લીધે કંપનીએ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ચીનમાં કોરોના વાઈરસ ફેલાવાથી આઈફોનના પુરવઠાને ઘણી અસર થઈ છે. પરિણામ સ્વરુપે એપ્પલને આ વર્ષે જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં પોતાનો નક્કી કરેલો ટાર્ગેટ પૂરો કરવામાં મુશ્કેલી પડવાની સંભાવના છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

world-biggest-companies-who-made-crore-rupees-in-every-hours

ગોકળગાયની ગતિએ સુધરી રહ્યા છે સંજોગો આઈફોન(Iphone) બનાવનાર નંબર વન ટેક કંપની એપ્પલના(Apple) સીઈઓ ટીમ કુક દ્વારા કહેવામાં આવ્યુ છે કે સંજોગો તેમની આશાઓ કરતા ખુબ જ ધીમા બદલાઈ રહ્યા છે. જોકે જલદીથી તે સુધરશે તેવા અણસાર સેવાઈ રહ્યા છે. છતાંય કંપનીને જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં ધારેલો ટાર્ગેટ પૂરો ન થઈ શકવાની આશંકા છે. એપ્પલ ઈંક દ્વારા આ ત્રિમાસિક ગાળામાં પોતાની આવક 63 અબજ ડોલરથી 67 અબજ ડોલર વચ્ચે રાખવાનું ધ્યેય નક્કી કર્યુ હતુ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એપ્પલ કંપનીના જણાવ્યા અનુસાર કોરોના વાઈરસના ફેલાવાને કારણે તેમનું ચીનમાં ઉત્પાદન કરતું કારખાનું થોડા દિવસ બંધ રહ્યું હતું. ત્યાં આવેલી ફોક્સકોન કંપની એપ્પલના આઈફોન અને બીજા ગેઝેટ્સનું ઉત્પાદન કરે છે. ત્યાં ધીરે ધીરે કામનો વધારો થઈ રહ્યો છે. જેના લીધે દુનિયાભરમાં આઈફોનનું વેચાણ કામચલાઉ ધોરણે ઓછું રહેશે.

આ પણ વાંચો :  કોરોના વાઈરસ: ચીનથી આવેલાં 406 લોકોમાંથી 200 લોકોને ઘરે જવા મંજૂરી

Now Coronavirus test will be held in Ahmedabad

એપ્પલે નવા પ્રોડક્ટનું લોન્ચિંગ પાછુ ઠેલ્યું આગળ જણાવેલ કારણો સિવાય ચીનના બજારમાં ખરીદદારોની માંગમાં ઘટાડો નોંધાવાના લીધે પણ એપ્પલના વેચાણમાં મંદીનો માહોલ છવાયેલો છે. ચીનમાં એપ્પલની ઘણી દુકાનો બંધ હાલતમાં છે. ચીનમાં એપ્પલના કુલ 42 સ્ટોર આવેલા છે. જેમાંથી મોટાભાગના બંધ થવાના આરે છે. અમુક તો ઘણાં ઓછા સમય માટે ખુલી શકે છે. એપ્પલ ઈંક કંપની આ વર્ષે માર્ચમાં એક નવો સસ્તો ફોન લોન્ચ કરવા જઈ રહી હતી. જેને હાલ પૂરતું પાછુ ઠેલવવામાં આવ્યુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચીનમાં કોરોનાના લીધે અત્યાર સુધીમાં 1800થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે 72,000થી વધારે લોકો તેના ભરડામાં આવી ચૂક્યાં છે.આ આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ચીનના વુહાનમાં સૌથી વધુ લોકો આ વાઈરસથી પીડિત છે. આ શહેરથી વાઈરસની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">