મહિલા સંચાલિત ઉદ્યોગોને વધારવા માટે વિઝા અનુદાનની ઘોષણા, ભારતની ત્રણ મહિલાઓમાંથી એક ગુજરાતી

મહિલા સંચાલિત ઉદ્યોગોને વધારવા માટે વિઝા અનુદાનની ઘોષણા,  ભારતની ત્રણ મહિલાઓમાંથી એક ગુજરાતી

મહિલા ઉદ્યોગપતિઓને સશક્ત બનાવવા માટે ત્રણ ભારતીય મહિલાઓને સિલેક્ટ કરવામાં આવી છે. અમેરિકા બેઇઝ્ડ કંપની વિઝા અને આઈફંડવુમન, (IFW) સાથેની ભાગીદારીમાં ગ્લોબલ ગ્રાંટ પ્રોગ્રામ છે.

Neeru Zinzuwadia Adesara

| Edited By: TV9 Gujarati

Feb 09, 2021 | 11:00 PM

વૈશ્વિક સ્તરે મહિલા ઉદ્યોગસાહસિકતા વધારવા વિઝા તરફથી મહિલા ઉદ્યોગપતિઓને સશક્ત બનાવવા માટે ત્રણ ભારતીય મહિલાઓને સિલેક્ટ કરવામાં આવી છે. અમેરિકા બેઇઝ્ડ કંપની વિઝા અને આઈફંડવુમન (IFW) સાથેની ભાગીદારીમાં ગ્લોબલ ગ્રાંટ પ્રોગ્રામ છે. જે મહિલા સંચાલિત નાના ઉદ્યોગો અને તેમના વ્યવસાયોને વધારવા માટે અનુદાન મેળવે છે.

announcement-of-visa-grant-to-promote-women-run-industries-one-in-three-women-in-india-is-gujarati

Bunko Junko, માય ચેપ્ટર વન અને MoWo ની સામાજિક પહેલ સાથે ભાગીદારીમાં, વિઝાના પ્રથમ વૈશ્વિક અનુદાન કાર્યક્રમના ભાગરૂપે, પ્રત્યેકને વિઝા તરફથી સાત લાખ રૂપિયાની ગ્રાન્ટ અને ઇંસ્ટામોઝો પાસેથી સંસાધનો પ્રાપ્ત થયા છે. આ ત્રણેય મહિલા સંચાલિત ભારતની કંપનીયો છે.

announcement-of-visa-grant-to-promote-women-run-industries-one-in-three-women-in-india-is-gujarati

Bhavini Parikh Founder And CEO of Bunko Junko

મુંબઈ નિવાસી ભાવિની પરીખ છેના ફાઉંડર- સીઈઓ અને છેલ્લા 29 વર્ષથી ભાવિની બેન કાપળ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ટેક્સટાઈલ આર્ટિસ્ટ, ફૈશન ડિઝાઈનર, સોશ્યલ આંત્રપ્રેનોર અને ક્રિએટિવ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. તેમની સૌથી વિશેષ વાત છે કે કાપળ ઉદ્યોગમાં જેટલા પણ કાપળના નાના-નાના કટકા વેસ્ટ થયા હોય એ લઈને એમને એક નવો ઉદ્યોગ શરૂ કર્યો- બંકો-જંકો. જેના માધ્યમે તેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના અલગ-અલગ ગામળાઓમાં જરૂરિયાતમંદ લોકોને કામ શિખવ્યું અને રોજગાર પૂરો પાડ્યો. આ રીતે અત્યાર સુધી તેઓ પાંચ હજારથીપણ વધુ લોકોને ટ્રેનિંગ આપી ચુક્યા છે. જેના માટે તેમના કામની કદર કરતા ઢગલો અવોર્ડ્સ પણ મળ્યા છે.

announcement-of-visa-grant-to-promote-women-run-industries-one-in-three-women-in-india-is-gujarati

વિઝાના વૈશ્વિક વડા, કેવિન ફાલેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભંડોળની એક્સેસ, શૈક્ષણિક સંસાધનો અને ડિજિટલ હાજરી એ મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ છે જે નાના ઉદ્યોગોને ફક્ત હયાત નહીં, પણ સમૃધ્ધ થવામાં મદદ કરશે,”

પાછલા દાયકામાં ભારતમાં મહિલા-સંચાલિત ઉદ્યોગો 14 ટકાથી વધીને 20 ટકા થઈ ગયા છે અને 22 થી 27 મિલિયન લોકોની વચ્ચે રોજગારી મેળવે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati