RBI અને ઉદ્યોગ સંગઠનો સાથે નાણાં મંત્રાલયની આજે અગત્યની બેઠક મળશે, રૂપિયામાં વિદેશી વેપાર વધારવા પર ચર્ચા કરાશે

ગત જુલાઈમાં રિઝર્વ બેંકે એક વિગતવાર પરિપત્ર ઈશ્યુ  કરીને કહ્યું હતું કે બેંકોએ ભારતીય રૂપિયામાં નિકાસ અને આયાત વ્યવહારો કરવા માટે વધારાની વ્યવસ્થા કરવી જોઈએ.

RBI અને ઉદ્યોગ સંગઠનો સાથે નાણાં મંત્રાલયની આજે અગત્યની બેઠક મળશે, રૂપિયામાં વિદેશી વેપાર વધારવા પર ચર્ચા કરાશે
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 1:30 PM

વિદેશી વેપાર દરમિયાન યુએસ ડૉલરને બદલે રૂપિયામાં ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે નાણા મંત્રાલય(finance ministry)  તમામ હિતધારકો સાથે બેઠક કરશે. આ બેઠકમાં બેંકો ઉપરાંત વિદેશ મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ પણ ભાગ લેશે. ભારતીય રિઝર્વ બેંક(RBI), બેંકિંગ સંસ્થા IBA અને ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ પણ તેમાં ભાગ લેશે. નાણાકીય સેવા સચિવ સંજય મલ્હોત્રા બેઠકની અધ્યક્ષતા કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેંકોને નિકાસકારોને રૂપિયામાં વેપાર કરવા પ્રોત્સાહિત કરવા કહેવામાં આવશે.

RBIએ પહેલાથી જ સમર્થન આપ્યું છે

ગત જુલાઈમાં રિઝર્વ બેંકે એક વિગતવાર પરિપત્ર ઈશ્યુ  કરીને કહ્યું હતું કે બેંકોએ ભારતીય રૂપિયામાં નિકાસ અને આયાત વ્યવહારો કરવા માટે વધારાની વ્યવસ્થા કરવી જોઈએ. ભારતીય રૂપિયામાં વૈશ્વિક વ્યાપારી સમુદાયના વધતા રસને ધ્યાનમાં રાખીને RBI રૂપિયામાં વિદેશી વ્યવહારોને પ્રોત્સાહન આપવા માંગે છે. આનાથી રૂપિયાને આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે એક મહત્વપૂર્ણ ચલણ બનાવવામાં મદદ મળશે. હાલમાં ભારત અને રશિયા વચ્ચેના વેપારનો મોટો હિસ્સો રૂપિયામાં જ થાય છે. ભારતને અત્યારે રૂપિયામાં ટ્રેડિંગનો ફાયદો મળી રહ્યો છે. વાસ્તવમાં, ડૉલર સામે તમામ ચલણમાં ઘટાડાનો ટ્રેન્ડ છે, જો કે અન્ય ચલણની સરખામણીમાં રૂપિયામાં નુકસાન ઘણું ઓછું છે. ઘણી વિદેશી કરન્સી સામે રૂપિયો પણ મજબૂત થયો છે. આવી સ્થિતિમાં રૂપિયામાં બિઝનેસ કરવાથી ભારતનું આયાત બિલ ઘટી રહ્યું છે.

વિશ્વભરની કરન્સી ડોલર સામે ઘટી હતી

ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં વધારા અંગેના આક્રમક વલણને કારણે ડોલરમાં મજબૂતી અને વિશ્વભરની અન્ય કરન્સીમાં નબળાઈ જોવા મળી રહી છે. તેનાથી સ્થાનિક આયાતકારો પર બોજ વધ્યો છે. ભારત મુખ્યત્વે આયાત પર નિર્ભર છે. તેના કારણે ભારતની આર્થિક સ્થિતિ પર પણ તેનું નુકસાન જોવા મળી રહ્યું છે. બીજી તરફ, વિશ્વની અન્ય કરન્સીની સરખામણીમાં રૂપિયો મજબૂત છે. ભારત સરકાર આ સ્થિતિનો લાભ લેવા માંગે છે અને સ્થાનિક ચલણમાં વેપારને પ્રોત્સાહન આપવા માંગે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ક્રૂડ સસ્તું થયું

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા આજે સવારે જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.  24 કલાકની અંદર બ્રેન્ટ ક્રૂડની કિંમત 2.80 ડોલર ઘટીને પ્રતિ બેરલ 92.32 ડોલર પર આવી ગઈ છે. એ જ રીતે WTIની કિંમત પણ પ્રતિ બેરલ 2.5 ડોલર ઘટી છે અને તેની કિંમત પ્રતિ બેરલ 86.28 ડોલર પર પહોંચી ગઈ છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">