
ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon)ના કર્મચારીઓ પરથી છટણીની તલવાર હજુ યથવાત છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, હવે એમેઝોન અમેરિકન ફ્રેશ ગ્રોસરી સ્ટોર્સના કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી રહ્યું છે. એક અહેવાલ મુજબ, કંપનીએ ગુરુવારે પણ પુષ્ટિ કરી છે કે તે તેની કરિયાણાની દુકાનોમાંથી ઝોન લીડ રોલ્સને દૂર કરી રહી છે. એમેઝોન તેના બિઝનેસ માળખામાં ફેરફાર કરવા માટે કેટલાક કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. જો કે, કંપનીએ હજુ સુધી એ વાતનો ખુલાસો કર્યો નથી કે કેટલા લોકો તેમની નોકરી ગુમાવશે.
એક રિપોર્ટ અનુસાર એમેઝોન યુ.એસ.માં ગ્રોસરી સ્ટોરમાંથી કર્મચારીઓને નિમ્ન-સ્તરની મેનેજમેન્ટ પોઝિશન્સ પર દૂર કરશે, જેનું કામ એસોસિએટ્સના કામ પર નજર રાખવાનું અને ગ્રાહકોની સમસ્યાઓનું નિરાકરણ કરવાનું છે.
વોશિંગ્ટન પોસ્ટે બુધવારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે સેંકડો કર્મચારીઓ તેમની નોકરી ગુમાવવાના છે. જે લોકોને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવશે, એમેઝોન તેમને કંપનીમાં જ અન્ય વિભાગમાં કામ શોધવામાં મદદ કરી શકે છે અને જો કોઈ કર્મચારી કંપની છોડવા માંગે છે, તો તેને severance પેકેજ આપવામાં આવશે. severance પેકેજ એ રકમ અથવા લાભ છે જે કંપની છટણી પછી કર્મચારીને વળતર તરીકે પ્રદાન કરે છે.
આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને એમેઝોન તેના કરિયાણાની દુકાનો (ફ્રેશ ગ્રોસરી સ્ટોર્સ) સહિત તેના સમગ્ર વ્યવસાયમાં ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે કંપનીએ તેના ફ્રેશ અને ગો સ્ટોર્સ બંધ કરવાનો પ્લાન પણ તૈયાર કર્યો હતો. એપ્રિલમાં, હોલ ફૂડ્સે ખર્ચ ઘટાડવાના ભાગરૂપે સેંકડો કર્મચારીઓની છટણી કરી હતી.
આ પણ વાંચો: રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા હોટલ ઉદ્યોગને મળ્યો વેગ, અયોધ્યામાં બુકિંગ પૂરજોશમાં
એમેઝોનના CEO એન્ડી જેસીએ આ અંગે જણાવ્યું હતું કે કરિયાણાનો વ્યવસાય એ કંપની માટે મોટી વૃદ્ધિની તક છે, પરંતુ કંપનીને “સામૂહિક ગ્રોસરી ફોર્મેટ” શોધવાની જરૂર છે જે કાર્ય કરે છે. કરિયાણાની ચેઈનમાં નોકરીમાં ઘટાડો એમેઝોન પર અન્ય છટણીને અનુસરે છે, જેણે પાછલા વર્ષમાં લગભગ 27,000 કામદારોને અસર કરી છે.