રિલાયન્સ-ફ્યુચર ગ્રુપ સોદામાં એમેઝોનના અવરોધનો મામલો, મહિલા કર્મચારીઓએ PM મોદીના દ્વાર ખટખટાવ્યા

વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની એમેઝોન(Amazon) અને ફ્યુચર ગ્રુપ(Future Group) વચ્ચે ચાલી રહેલી કાનૂની લડત વચ્ચે, બિગ બજાર(Big Bazaar) માટે કામ કરતી મહિલાઓના જૂથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)નો સંપર્ક સાધ્યો છે.

રિલાયન્સ-ફ્યુચર ગ્રુપ સોદામાં એમેઝોનના અવરોધનો મામલો, મહિલા કર્મચારીઓએ PM મોદીના દ્વાર ખટખટાવ્યા
Future Group
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 09, 2021 | 8:20 AM

વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) અને ફ્યુચર ગ્રુપ (Future Group) વચ્ચે ચાલી રહેલી કાનૂની લડત વચ્ચે, બિગ બજાર (Big Bazaar) માટે કામ કરતી મહિલાઓના જૂથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)નો સંપર્ક સાધ્યો છે. તેમણે PM ને આજીવિકાની સુરક્ષા માટે આ મામલે દખલ કરવાની અપીલ કરી છે. પીએમ મોદીને લખેલા પત્રમાં બિગ બજાર એસઓએસ જૂથની મહિલાઓએ કહ્યું છે કે, ફ્યુચર રિટેલ અને રિલાયન્સ વચ્ચે સમજૂતી થઈ છે જે અંતર્ગત ફ્યુચર રિટેલ સ્ટોર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ) ચલાવશે. રિલાયન્સે ફ્યુચર રિટેલના સપ્લાયર્સ અને વેચાણકર્તાઓને તમામ બાકી ચૂકવણી કરવાની જવાબદારી પણ વ્યક્ત કરી છે.

આજીવિકા સામે ખતરો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2021 ના ​​પ્રસંગે વડા પ્રધાનને મોકલેલા આ પત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે, જ્યારે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન અમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ સોદાથી આજીવિકા સારું સ્થિતિમાં આગળ પણ મળવાની આશા બંધાઈ હતી. પરંતુ એમેઝોનના આ ગઠબંધનને રોકવાના પ્રયત્નો અમારા કુટુંબની આજીવિકા માટે ખતરો છે.

ફ્યુચર ગ્રુપ સાથે 2 લાખથી વધુ મહિલાઓ જોડાયેલી છે બિગબજાર સાથે સંકળાયેલ આ જૂથનો દાવો છે કે 2 લાખથી વધુ મહિલાઓ તેની સાથે સંકળાયેલી છે. તેમાંથી 10,000 જેટલી મહિલાઓ ફ્યુચર ગ્રુપ સાથે સીધી જોડાયેલી છે, જ્યારે અન્ય બે લાખ મહિલાઓ આજીવિકા જૂથ દ્વારા પરોક્ષ રીતે કમાય છે. આ મહિલા જૂથો ફ્યુચર ગ્રુપના બિગ બઝાર બ્રાન્ડ માટે ઉત્પાદનો પૂરા પાડે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

નાના વેપારીઓના ફ્યુચર ગ્રૂપ પર 6000 કરોડ બાકી છે મહિલા જૂથે કહ્યું છે કે જો ફ્યુચર ગ્રુપ-રિલાયન્સ વચ્ચેના કરારથી એમેઝોનને દખલ કરવાની મંજૂરી આપવામાં આવી, તો પછી આ નાના શહેરોમાં આજીવિકા ટકાવી રાખનારી મહિલા જૂથો પર તેની ખરાબ અસર પડશે. દેશના લગભગ 6,૦૦૦ નાના વેપારીઓ અને સપ્લાયર્સના ફ્યુચર ગ્રૂપ પર 6,૦૦૦ કરોડ રૂપિયા બાકી છે.

શું છે આખો વિવાદ ? ફ્યુચર ગ્રુપ અને એમેઝોન હાલમાં કાનૂની લડતમાં જોડાયેલા છે. ફ્યુચર ગ્રૂપના રિટેલ અને જથ્થાબંધ વ્યવસાયને રિલાયન્સ રિટેલને વેચવાનો કરાર થયો છે જેમાં એમેઝોનએ વાંધા ઉઠાવ્યા છે. બંને પક્ષોએ આ મામલો અનેક કાનૂની મંચોમાં ઉઠાવ્યો છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">