આવક કરપાત્ર નથી છતાં ભરવું પડશે IT Return! નવા નિયમો અંતર્ગત નાણાંકીય વ્યવહાર ઉપર રહેશે આયકર વિભાગની નજર

આવક કરપાત્ર નથી છતાં ભરવું પડશે IT Return! નવા નિયમો અંતર્ગત નાણાંકીય વ્યવહાર ઉપર રહેશે આયકર વિભાગની નજર

તમે આવકવેરા મર્યાદામાં આવક નથી ધરાવતા તો પણ આવવેર કાયદા હેઠળ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે. સરકારી દાયરા બહાર  ખર્ચ કરનારાઓ માટે ચાલુવર્ષે નિયમ ઘડાયો છે જે પાછળનો મુખ્ય આશય કરચોરી ઝડપી પાડવાનો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સરકારે 60 વર્ષ સુધી 2.5 લાખ , 60 થી 79 વર્ષો સુધી 3 લાખ રૂપિયા અને 80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ માટે  5 લાખની રકમને કરમુક્તિ આપી છે. લોકોની સંખ્યા ઘણી ઓછી છે,. નવા નિયમ મુજબ કેટલાક એવા ખર્ચ નક્કી કરાયા છે જે મર્યાદા ભાર હોય તો રિટર્ન ફાઈલ કરવું પડશે.વાર્ષિક એક લાખ સુધી વીજબિલની ચુકવણી, ચાલુ ખાતામાં ૧ કરોડ રૂપિયા જમા કરાવવા, વિદેશમાં સંપત્તિ  અને વિદેશ યાત્રામાં ૨ લાખ સુધીના ખર્ચ કરનારે  દાયરામાં આવતા ન હોવા છતાં આવકવેરા રિટર્ન ફાઈલ કરવું પડશે.

IT ACT 1961 ની ધારા 139 (1) ના  સાતમાં પ્રાવધાન અંતર્ગત Assesment Year  2021 અંગેના આઇટીઆર ફોર્મમાં અનેક પ્રકારનાં બદલાવ કરાયા  છે.  કરદાતાએ ડિકલેરેશન આપવાનું રહેશે કે તે  રિટર્ન ફાઇલ કરવા ઇચ્છુક છે કે નહિ. આ શરતો હેઠળની આઇટીઆર ફાઇલ કરનાર કરદાતા તેના દાવા સાબિત કરવા દસ્તાવેજો સાંભળીને રાખવા પાડશે જે અંગે IT ગમેત્યારે જવાબ માંગી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati