Cairn Energyની સંપત્તિ જપ્ત કરવાની અરજી રદ્દ કરવા Air Indiaની અમેરિકી કોર્ટમાં અપીલ

એર ઇન્ડિયાની અરજી ભારત સરકારની અરજીથી અલગ છે. કેયર્ન એનર્જીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તેને ભારત સરકાર પાસેથી 1.2 અબજ ડોલર લેવાના છે, આ માટે તેને એર ઇન્ડિયાની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર મળવો જોઈએ.

Cairn Energyની સંપત્તિ જપ્ત કરવાની અરજી રદ્દ કરવા Air Indiaની અમેરિકી કોર્ટમાં અપીલ
10 હજાર કરોડથી વધારે છે રેટ્રો ટેક્સ વિવાદ

એર ઈન્ડીયાએ ન્યુયોર્કની એક અદાલતમાં બ્રીટનની કેયન એનર્જીની એક અરજી રદ્દ કરવા માટે અપીલ કરી છે કે જેમા ભારત સરકાર વિરુદ્ધ 1.2 અરબ ડોલરના આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ ઓર્ડરને લાગુ કરવા માટે તેની સંપતી જપ્ત કરવા માટે અપીલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મામલો ઉતાવળમાં દાખલ કરવામાં આવ્યો છે કારણ કે ટ્રિબ્યુનલના નિર્ણય સામેની અરજી હજુ પેન્ડિંગ છે.

એરલાઇનની અરજી વોશિંગ્ટન કોર્ટમાં ભારત સરકારે દાખલ કરેલી અરજીથી અલગ છે. ભારત સરકારે પોતાની અરજીમાં કેયરના કેસને ફગાવી દેવાની અપીલ કરી છે. એર ઈન્ડિયાની અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોઈ માત્ર કાલ્પનિક પ્રશ્ન અથવા ભવિષ્યની સંભવિત આકસ્મિક ઘટનાઓ પર આધારીત વિષય પર ચુકાદો આપવો એ ન્યુયોર્કની ડિસ્ટ્રિક્ટ કોર્ટના અધિકારક્ષેત્રમાં આવતું નથી.

અમેરિકાની કોર્ટમાં બીજો કેસ દાખલ કરીને એર ઈન્ડિયા પાસેથી વસૂલાતની અપીલ

કેયર્ને અગાઉ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના આદેશને અમલમાં મૂકવાની અપીલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે એર ઇન્ડિયાને ભારત સરકારના “વૈકલ્પિક સ્વરૂપ” તરીકે જાહેર કરવા માટે ન્યૂયોર્કની કોર્ટમાં બીજી અરજી દાખલ કરી અને આ રીતે તેણે આર્બિટ્રેશન ટ્રિબ્યુનલથી કંપનીને 1.2 અરબ ડોલર ચુકવવાના આદેશને લાગુ કરવાનો નિર્દેશ આપવાની અપીલ કરી.

કેયર્ન એનર્જી પાસેથી 10247 કરોડનો ટેક્સ વસૂલાયો

ભારત સરકાર દ્વારા 2012 ના રિટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદા હેઠળ કેર્ન એનર્જી પર 10,247 કરોડ રૂપિયાનો ટેક્સ લગાવવામાં આવ્યો હતો. બ્રિટિશ ઉર્જા કંપનીએ સિંગાપોરની આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન ટ્રિબ્યુનલમાં આ નિર્ણયને પડકાર્યો હતો, જેમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારના પગલાને ખોટું ગણાવ્યું હતું અને સંપૂર્ણ રિફંડ આપવાનો આદેશ આપ્યો હતો.

23 ઓગસ્ટે અરજી દાખલ કરવામાં આવી

ભારત દ્વારા આ રકમની ચુકવણી ન કરવા માટે કંપનીએ યુએસ કોર્ટનો સંપર્ક કર્યો હતો. એર ઇન્ડિયાએ 23 ઓગસ્ટના રોજ દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, “કેયર્નની અરજી પુષ્ટિ કરે છે કે તેને રકમ ચૂકવવાના આદેશ સાથે સંબંધિત મામલો કોલંબિયાની જિલ્લા અદાલતમાં પેન્ડિંગ છે.”

આ પણ વાંચો :  શું તમે ભારતથી UK શીફ્ટ થઈ રહ્યા છો ? તો SBI માં આ ખાસ ખાતું ખોલાવો અને મેળવો ફ્રી મની ટ્રાન્સફર સહીત અનેક લાભ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati