દીકરી લક્ષ્મી સ્વરૂપે અવતરી, પિતા બન્યા બાદ વિરાટ કોહલીને બ્રાન્ડ સાથે જોડવા અનેક કંપનીઓએ પ્રયાસ શરૂ કર્યા

દીકરીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી(Virat Kohli)ને ત્યાં દીકરી સાચા અર્થમાં લક્ષ્મીના રૂપમાં અવતરી છે.

દીકરી લક્ષ્મી સ્વરૂપે અવતરી, પિતા બન્યા બાદ વિરાટ કોહલીને બ્રાન્ડ સાથે જોડવા અનેક કંપનીઓએ પ્રયાસ શરૂ કર્યા
Virat Kohli-Anushka Sharma (File Image)

દીકરીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી(Virat Kohli)ને ત્યાં દીકરી સાચા અર્થમાં લક્ષ્મીના રૂપમાં અવતરી છે. સૂત્રો અનુસાર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા (Anushka Sharma) ને શુભકામનાઓ પાઠવવાના બહાને અનેક કંપનીઓએ બ્રાન્ડના પ્રમોશન સાથે સ્ટાર કપલને ઈમ્પ્રેસ કરવાના પ્રયાસ કર્યા છે. આગામી સમયમાં વિરાટ ઘણી બ્રાન્ડ્સ સાથે જોડાઈ શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે પુત્રીનો જન્મ થયો છે. સોમવારે વિરાટની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માએ આ ખુશખબર લોકોને આપી હતી. આ માહિતી લોકો સુધી પહોંચાડવાના બહાને અનેક કંપનીઓએ વિરાટ-અનુષ્કાને અનોખી રીતે પ્રભાવિત કરવાનું શરૂ કર્યું છે.

 

વિરાટ ભવિષ્યમાં ઘણી બ્રાન્ડમાં જોડાઈ શકે છે

પેપ્સી, લિબર્ટી, ડ્યુરોફ્લેક્સ, જોમાટો, ફોસો, મિનીક્લબ.બિન, ટ્રોપિકાના ઈન્ડિયા, પેપર્સ સહિતના બ્રાન્ડ્સ સોશિયલ મીડિયા પર ઈનોવેટિવ અને હૃદયસ્પર્શી જાહેરાતોથી અભિનંદન આપી રહ્યા છે. વિરાટ આમાંથી કોઈપણ બ્રાંડ સાથે સંકળાયેલ નથી. જોકે, અહેવાલ છે કે આમાંની ઘણી બ્રાન્ડ્સ સાથે વિરાટ જોડાઈ શકે છે. ઈન્ટર બ્રાન્ડના નિષ્ણાંત અનુસાર વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યૂ ખૂબ જ ઊંચી છે. જાહેરાત ઉદ્યોગમાં તેની ઘણી માંગ છે. કંપનીઓ નિશ્ચિતપણે આ તકનો લાભ ઉઠાવશે. વિરાટની પિતા તરીકેની જાહેરાત બ્રાન્ડ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

 

એક દિવસના શૂટિંગ માટે વિરાટ 5 કરોડ વસુલે છે

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી વિશ્વનો સૌથી ધનિક ક્રિકેટર છે. વિરાટ કોહલી જાહેરાતની દુનિયાનો સૌથી મોંઘો સ્ટાર છે. એક દિવસના શૂટિંગ માટે વિરાટ કોહલી 4.5થી 5 કરોડ રૂપિયા લે છે. વિરાટ ઓડી, પુમા, માન્યવર, એમઆરએફ ટાયર્સ, ફિલિપ્સ, સન ફાર્મા, વિક્સ ઈન્ડિયા, વાલ્વોલિન, જિયોની અને હિરો મોટર્સ સહિતના અનેક દિગ્ગજ કંપનીઓની જાહેરાત કરે છે. હાલમાં વિરાટ કોહલી લગભગ 19 બ્રાન્ડના એમ્બેસેડર છે. જેના માટે તેમને દર વર્ષે 150 કરોડ મળે છે.

 

વિરાટની કુલ સંપત્તિ 900 કરોડને પાર

 
સૂત્રો અનુસાર તેમની કુલ સંપત્તિ 900 કરોડ રૂપિયાની નજીક હોવાનું જણાવાયું છે. વિરાટ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પ્રમોશનલ પોસ્ટમાં લગભગ 1.20 લાખ ડોલર લે છે એટલે કે ભારતીય ચલણમાં તે 82 લાખ રૂપિયા થાય છે.

 

આ પણ વાંચો: INDONESIAમાં જોરદાર ભૂકંપથી મચી તબાહી, અનેક લોકોના મોત અને ઘાયલ થયાના અહેવાલ

Click on your DTH Provider to Add TV9 Gujarati