બે અઠવાડિયાની નબળાઇ પછી બજારમાં ફરી તેજી જોવા મળી, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે રોકાણકારોને સૌથી વધુ ફાયદો કરાવ્યો

બે અઠવાડિયા પછી બજાર સુધર્યું અને આ અઠવાડિયે સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાં નવ કંપનીઓના માર્કેટ કેપમાં 2.5 લાખ કરોડથી વધુનો વધારો નોંધાયો. આ સપ્તાહે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના રોકાણકારોને સૌથી વધુ ફાયદો થયો હતો.

બે અઠવાડિયાની નબળાઇ પછી બજારમાં ફરી તેજી જોવા મળી, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે રોકાણકારોને સૌથી વધુ ફાયદો કરાવ્યો
Tata Consultancy Services investors benefited
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 3:28 PM

બે સપ્તાહના સતત ઘટાડા બાદ આ સપ્તાહે શેરબજાર (Share market updates)માં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં રિકવરીની અસર જોવા મળી હતી અને આ સપ્તાહે સેન્સેક્સમાં 2.66 ટકાનો ઉછાળો આવ્યો હતો. બજારના વળતરને કારણે સેન્સેક્સ (BSE market cap)ની ટોપ-10 મોસ્ટ વેલ્યુએબલ કંપનીઓમાં નવ કંપનીઓના માર્કેટ કેપમાં રૂપિયા 2.51 લાખ કરોડનો વધારો થયો છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (Tata Consultancy Services)ને સૌથી વધુ ફાયદો થયો. આ દરમિયાન, 30 શેરોવાળા BSE સેન્સેક્સે 1367 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો, કોમોડિટીની કિંમતમાં ઘટાડાને કારણે આ સપ્તાહે વૈશ્વિક બજારમાં વધારો નોંધાયો હતો. યુએસ વોલ સ્ટ્રીટ ઈન્ડેક્સ ડાઉ જોન્સ સાપ્તાહિક ધોરણે 5.39 ટકા વધ્યો છે.

HDFC બેંક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને ICICI બેંક આ અઠવાડિયે ટોપ ગેઇનર્સમાં હતા, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લાલમાં એકમાત્ર હતી. Tata Consultancy Services (TCS) એ તેના બજાર મૂલ્યાંકનમાં રૂપિયા 74,534.87 કરોડ ઉમેર્યા હતા જે શુક્રવારે રૂપિયા 12,04,907.32 કરોડ હતા. હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 44,888.95 કરોડ વધીને રૂપિયા 5,41,240.10 કરોડ થયું છે. HDFC બેન્કનું મૂલ્યાંકન રૂપિયા 35,427.18 કરોડ વધીને રૂપિયા 7,51,800.31 કરોડ અને HDFCનું મૂલ્ય રૂપિયા 24,747.87 કરોડ વધીને રૂપિયા 3,97,190.50 કરોડ થયું હતું.

ઈન્ફોસિસ માર્કેટ કેપમાં 22888 કરોડનો વધારો થયો

ઈન્ફોસિસનું બજાર મૂલ્ય રૂપિયા 22,888.49 કરોડ વધીને રૂપિયા 6,06,734.50 કરોડ અને ICICI બેન્કનું બજાર મૂલ્ય રૂપિયા 17,813.78 કરોડ વધીને રૂપિયા4,96,354.36 કરોડ થયું હતું. ભારતી એરટેલની માર્કેટ મૂડી રૂપિયા 15,185.45 કરોડ વધીને રૂપિયા 3,68,789.63 કરોડ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની માર્કેટ મૂડી રૂ. 11,914.36 કરોડ વધીને રૂપિયા 4,05,489.73 કરોડ થઈ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રિલાયન્સનું માર્કેટ કેપ 60 હજાર કરોડ ઘટી ગયું

LIC એ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન રૂ. 4,427.5 કરોડ ઉમેર્યા હતા, જેનું મૂલ્યાંકન રૂ. 4,18,525.10 કરોડ થયું હતું. આ સમયગાળા દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ મૂડી રૂ. 59,901.07 કરોડ ઘટીને રૂ. 16,91,785.45 કરોડ થઈ હતી.

ટૂંકા ગાળામાં બજાર વધવાની ધારણા

આ સપ્તાહે શેરબજારનો ટ્રેન્ડ વૈશ્વિક પ્રવાહો, ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા અને વિદેશી સંસ્થાકીય રોકાણોથી પ્રભાવિત થશે. આ સાથે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે માસિક વાયદાના સોદા પૂરા થવાને કારણે બજારમાં અસ્થિરતાનો પણ સામનો કરવો પડી શકે છે. તેમણે કહ્યું કે રોકાણકારો રૂપિયામાં થતી વધઘટ અને ચોમાસાની પ્રગતિ પર પણ નજર રાખશે. સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારોમાં કરેક્શન અને કોમોડિટીના ભાવમાં ઘટાડાને કારણે ભારતીય બજારો બે સપ્તાહના તીવ્ર ઘટાડા પછી નીચલા સ્તરેથી રિકવર કરવામાં સફળ થયા છે.

એવું લાગે છે કે આ કરેક્શન આગળ પણ ચાલુ રહી શકે છે અને અમે આગામી દિવસોમાં ઇક્વિટી બજારોમાં સારી તેજીની અપેક્ષા રાખી શકીએ છીએ. મીનાએ જણાવ્યું હતું કે, વાયદાના સોદા પૂરા થવા ઉપરાંત, માસિક ઓટો વેચાણના આંકડા અને ચોમાસાની પ્રગતિ પણ બજારના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ક્રૂડ ઓઈલ, રૂપિયાની મૂવમેન્ટ અને FII ટ્રેન્ડ અન્ય મહત્વના પરિબળો હશે.

બજાર ચોમાસાની પ્રગતિ પર પણ નજર રાખશે

રેલિગેર બ્રોકિંગ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ (સંશોધન) અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે, અમે જૂન વાયદાના સોદા પૂરા થવાને કારણે આ અઠવાડિયે વોલેટિલિટી ઊંચી રહેવાની અપેક્ષા રાખીએ છીએ. આ ઉપરાંત ક્રૂડ ઓઈલના ભાવ અને ચોમાસાની પ્રગતિની પણ બજાર પર અસર પડશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">