Gautam Adani ને પડતાં ઉપર પાટુ પડ્યું, અમેરિકાના સ્ટોક માર્કેટમાં Dow Jones Indicesમાંથી Adani Enterprisesને દૂર કરવાનો નિર્ણય લેવાયો

TV9 GUJARATI

|

Updated on: Feb 03, 2023 | 2:05 PM

હિંડનબર્ગના અહેવાલ બાદ છેલ્લા દિવસે અદાણી એન્ટરપ્રાઈઝનો એફપીઓ સંપૂર્ણપણે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો પરંતુ શેરબજારમાં કંપનીઓના શેરમાં સતત ઘટાડાને જોતા રૂ. 20,000 કરોડનો એફપીઓ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ગૌતમ અદાણીએ તે સમયે કહ્યું હતું કે શેરના ભાવમાં ઘટાડા પછી આ ઈશ્યુને આગળ વધારવું "નૈતિક રીતે યોગ્ય" નથી

અમેરિકી શેરબજારે ગૌતમ અદાણીની ફ્લેગશિપ કંપનીને ઝટકો આપ્યો છે. S&P S&P Dow Jones Indicesની નોંધ અનુસાર અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝને 7 ફેબ્રુઆરી 2023ના રોજથી બજારમાંથી દૂર કરવામાં આવશે. નિવેદનમાં જણાવાયું છે કે અદાણી એન્ટરપ્રાઈઝને સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડના આરોપોનું વિશ્લેષણ કર્યા બાદ ઈન્ડેક્સમાંથી દૂર કરવામાં આવશે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદથી અદાણી એન્ટરપ્રાઈઝ ચર્ચામાં છે જ્યારે ટેક્સ હેવનના દુરુપયોગનો આક્ષેપ કર્યો હતો અને સાત લિસ્ટેડ કંપનીઓના દેવું અને વેલ્યુએશન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

હિંડનબર્ગના અહેવાલ બાદ છેલ્લા દિવસે અદાણી એન્ટરપ્રાઈઝનો એફપીઓ સંપૂર્ણપણે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો પરંતુ શેરબજારમાં કંપનીઓના શેરમાં સતત ઘટાડાને જોતા રૂ. 20,000 કરોડનો એફપીઓ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ગૌતમ અદાણીએ તે સમયે કહ્યું હતું કે શેરના ભાવમાં ઘટાડા પછી આ ઈશ્યુને આગળ વધારવું “નૈતિક રીતે યોગ્ય” નથી પરંતુ મજબૂત રોકડ પ્રવાહ અને સુરક્ષિત સંપત્તિ સાથે બેલેન્સ શીટ ખૂબ જ સારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એફપીઓ રદ થવાથી વર્તમાન અને ભવિષ્યની યોજનાઓ પર કોઈ અસર થશે નહીં.

અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં સતત બે દિવસમાં લગભગ 47 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સ્ટોક 21 ડિસેમ્બરના રોજ 4,190 રૂપિયાના જીવનકાળના ઉચ્ચ સ્તરેથી લગભગ 60 ટકા ઘટ્યો છે. વાસ્તવમાં સ્ટોક હવે બંધ થયેલા રૂ. 3,112 – રૂ. 3,276ના FPO પ્રાઇસથી પણ અડધો થઈ ગયો છે.

7 લિસ્ટેડ કંપનીઓના મૂલ્યાંકનમાં 100 બિલિયન ડોલરનો ઘટાડો થયો

અહેવાલ છે કે 24 ડિસેમ્બરથી અદાણી ગ્રુપની 7 લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ $100 બિલિયનનો ઘટાડો થયો છે, જે ગ્રુપ માટે મોટો ફટકો છે. તે જ સમયે, અમેરિકન બેંકો ક્રેડિટ સુઈસ અને પછી સિટી બેંકે અદાણી કંપનીઓના બોન્ડ સામે લોન આપવાનો ઇનકાર કર્યો છે. જેનો અર્થ એ થયો કે વૈશ્વિક સ્તરે અદાણી ગ્રૂપની વિશ્વસનીયતામાં પણ ઘણો ઘટાડો થયો છે. જો દેશની વાત કરીએ તો આરબીઆઈએ દેશની બેંકો પાસેથી અદાણી ગ્રુપમાં કેટલું રોકાણ કર્યું છે તેનો જવાબ પણ માંગ્યો છે. જેના પર SBIએ 21 હજાર કરોડ રૂપિયાના રોકાણની માહિતી આપી છે.

અદાણી ધનિકોની Top 20 ની યાદીમાંથી પણ બહાર

ગુરુવારે પણ અદાણીના સ્ટોક્સમાં ઘટાડો ચાલુ રહ્યો અને ગૌતમ અદાણીની નેટવર્થમાં લગભગ 11 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી ગૌતમ અદાણી વિશ્વના અબજોપતિઓની યાદીમાં ટોપ 20માંથી પણ બહાર થઈ ગયા છે. હવે તેમની નેટવર્થ 62 બિલિયન ડૉલર પણ રહી  નથી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati