PM Modiનાં નિવેદન બાદ ઉદ્યોગકારોએ કહ્યું કે, ઉદ્યોગોને અપેક્ષા પર ખરા ઉતરવું પડશે

પીએમ મોદીના નિવેદન પછી પ્રખ્યાત ઉદ્યોગપતિ Anand Mahindra અને સજ્જન જિંદાલે ગુરુવારે કહ્યું હતું કે ઉદ્યોગ જગતને અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે.પીએમ મોદીએ ભારતની વૃદ્ધિ, રાષ્ટ્રની પ્રગતિ અને વિદેશમાં દેશની છબી સુધારવામાં ખાનગી ક્ષેત્રની ભૂમિકાની પ્રશંસા કરી હતી

PM Modiનાં નિવેદન બાદ ઉદ્યોગકારોએ કહ્યું કે, ઉદ્યોગોને અપેક્ષા પર ખરા ઉતરવું પડશે
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 12, 2021 | 8:10 AM

પીએમ મોદીના નિવેદન પછી પ્રખ્યાત ઉદ્યોગપતિ Anand Mahindra અને સજ્જન જિંદાલે ગુરુવારે કહ્યું હતું કે ઉદ્યોગ જગતને અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે. પીએમ મોદીએ ભારતની વૃદ્ધિ, રાષ્ટ્રની પ્રગતિ અને વિદેશમાં દેશની છબી સુધારવામાં ખાનગી ક્ષેત્રની ભૂમિકાની પ્રશંસા કરી હતી. પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા અને સજ્જન જિંદાલે પીએમ મોદીનું નિવેદન દેશમાં સંપતિ અને રોજગાર સર્જન કરી રહેલા ઉદ્યોગ જગત માટે ઉત્સાહજનક છે.

મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ Anand Mahindra  એ ટ્વિટર પર લખ્યું છે કે, “હાલમાં કોરોના રોગચાળાને કારણે ખાનગી ક્ષેત્રની હાલત નાજુક સ્થિતિમાં છે. તેથી પ્રોત્સાહનના શબ્દો આવકાર્ય છે.” હવે અમારે પ્રદર્શન અને કામગીરી બંનેમાં અપેક્ષાઓ પર ખરું ઉતરવું પડશે.

મહિન્દ્રાએ પીએમ મોદીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી. બુધવારે પીએમ મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પરની ચર્ચાના આભાર પ્રસ્તાવમાં કહ્યું હતું કે જાહેર ક્ષેત્ર જરૂરી છે પરંતુ તે સાથે ખાનગી ક્ષેત્રની ભૂમિકા પણ મહત્વની છે. ખાનગી ઉદ્યોગોની પ્રશંસા કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતે યુવાનોની ક્ષમતા પર વિશ્વાસ રાખવાની જરૂર છે અને દરેકને તક મળવી જોઈએ.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

ટેલિકોમ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનું ઉદાહરણ આપતા પીએમ મોદીએ કહ્યું કે આજે આ બંને ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની મજબુત હાજરી છે. તેમણે કહ્યું કે આનાથી લોકોને મદદ મળી છે આજે એક ગરીબ વ્યક્તિ પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યો છે અને મોબાઈલ પર વાત કરવાની કિંમત ઘણી ઓછી છે અને તેનું કારણ સ્પર્ધા છે.

તેવી જ રીતે, જેએસડબ્લ્યુ ગ્રુપના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદાલે ટ્વિટર પર લખ્યું, “આપણા દેશના વડા પ્રધાને ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે જાહેરમાં આદર વ્યક્ત કર્યો છે તે આ પ્રથમવાર છે. દેશમાં સંપત્તિ અને રોજગાર સર્જન કરી રહેલા ઉદ્યોગો માટે આ ખૂબ પ્રોત્સાહક છે.

પીએમ મોદીએ સંસદમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય પ્રગતિમાં અને વિશ્વમાં દેશની છબી સુધારવામાં ખાનગી ક્ષેત્રની ભૂમિકા પર ભારતને ગર્વ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">