AHMEDABAD : પહેલા કોરોના અને હવે પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાની ટ્રાન્સપોર્ટેશન બીઝનેસ પર ગંભીર અસર

અમદાવાદમાં 3 હજાર ઉપર જ્યારે ગુજરાતના મળી 15 હજાર ઉપર ટ્રાન્સપોર્ટરો છે. જે તમામ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની અસર જોવા મળી છે. તો 10 થી 15 ટકા એવા ટ્રાન્સપોર્ટરો છે કે જેમણે ધંધો બંધ કરવો પડ્યો અથવા તો બદલવો પડ્યો.

AHMEDABAD : પહેલા કોરોના અને હવે પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાની ટ્રાન્સપોર્ટેશન બીઝનેસ પર ગંભીર  અસર
after Corona now Rising prices in petrol-diesel have a serious impact on the transportation business
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 18, 2021 | 2:36 PM

AHMEDABAD: પેટ્રોલ અને ડીઝલ હાલમાં તમાં વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. કારણ કે હાલમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ વાહન ધરાવે છે અને તેવામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે (petrol-diesel price hike) તો સ્વભાવિક છે કે દરેક વાહન ધરાવતા નાગરિક પર તેની અસર પડે. આ જ બાબત હાલના સમયમાં જોવાઇ રહી છે. જોકે સૌથી મોટી અસર ટ્રાન્સપોર્ટેશન ( transportation) ક્ષેત્રે પડી છે.કેમ કે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્ર ડીઝલ પર નભે છે. અને હાલમાં ડીઝલના ભાવ પણ પેટ્રોલના ભાવ સમને ચાલી રહ્યા છે. જે ભાવ પહેલા પેટ્રોલ કરતા ઓછા રહેતા હતા.

ભાવવધારાને કારણે ટ્રાન્સપોર્ટરોની કફોડી સ્થિતિ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એપ્રિલ 2021 માં પેટ્રોલ અને ડીઝલના ભાવ 87 રૂપિયા આસપાસ હતા. જેની પહેલા પેટ્રોલ મોંઘું જ્યારે ડીઝલ સસ્તું હતું. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ છે, અને પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાંતર બન્યા છે.

એપ્રિલ 2021માં જે પેટ્રોલ અને ડિઝલનો ભાવ 87 આસપાસ હતો તેમ હાલમાં પેટ્રોલ 97 આસપાસ જ્યારે ડીઝલ 98 આસપાસ પહોંચ્યો છે. જેનાથી અંદાજ લગાવી શકાય કે 4 મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 10 રૂપિયા ઉપર વધ્યા છે. જેને લોકોનું બજેટ ખોરવ્યુ છે, સાથે જ ભાવવધારાને કારણે ટ્રાન્સપોર્ટરોની સ્થિતિ કફોડી બની છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કોરોના બાદ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો ટ્રાન્સપોર્ટ એસોસિએશન (Transport Association)ની વાત માનીએ તો પહેલા કોરોનાને કારણે ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર બંધ રહ્યું. જે શરૂ થયું તેની સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો આવ્યો. જેના કારણે ટ્રાન્સપોર્ટરો માટે પડયા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે.

વધુમાં એસોસિએશન દવારા જણાવાયુ કે અમદાવાદમાં 3 હજાર ઉપર જ્યારે ગુજરાતના મળી 15 હજાર ઉપર ટ્રાન્સપોર્ટરો છે. જે તમામ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની અસર જોવા મળી છે. તો 10 થી 15 ટકા એવા ટ્રાન્સપોર્ટરો છે કે જેમણે ધંધો બંધ કરવો પડ્યો અથવા તો બદલવો પડ્યો. અને તેમાં પણ જેમને કોઈ ને કોઈ લોન ચાલી રહી છે તેવા લોકોની હાલત વધુ કફોડી હોવાનું એસોસિએશને જણાવ્યું.

ઘરના નાણા ખર્ચીને ધંધો કરવાનો વારો આવ્યો ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું એ પણ કહેવું છે કે રોજગારી ન મળતા ટ્રાન્સપોર્ટરો જે ભાવે કામ મળતું તે ભાવે નુકશાન વેઠી ને કામ કરતા અને તેમાં ડીઝલના ભાવ વધતા તેની સામે કંપની દ્વારા વધુ ભાવ ન અપાતા ટ્રાન્સપોર્ટર કે માલિકોએ ઘરના નાણાં ખર્ચી ધંધો કરવાનો વારો આવ્યો છે, જે ટ્રાન્સપોર્ટરો માટે કપરી પરિસ્થિતિ સમાન છે.

એસોસિએશનના મતે જેટલું ઉત્પાદન વધારે તેટલું ટ્રાન્સપોર્ટેશન વધુ અને તેટલી ટ્રાન્સપોર્ટરોને કમાણી પણ થાય. જોકે કોરોનાને કારણે ઉત્પાદન ઘટ્યું જેથી ટ્રાન્સપોર્ટેશન ઘટ્યું જેની અસર પડી જ સાથે જ ડીઝલના ભાવમાં સતત વધારો થતાં તેની પણ અસર પડી. જેથી પડ્યા પર પાટા જેવી સ્થિતિ ટ્રાન્સપોર્ટરો માટે સર્જાઈ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">