HDILના શેરમાં ચાર દિવસથી તોફાની ઉછાળો, કંપની ખરીદવાની હોડમાં ગૌતમ અદાણી!

યુએસ માર્કેટમાં આવેલા જંગી ઘટાડાની અસર ભારતીય બજાર (Indian Market) પર દેખાઈ રહી છે. નિફ્ટીમાં (Nifty) 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઘટાડા છતાં HDIL શેરમાં 5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

HDILના શેરમાં ચાર દિવસથી તોફાની ઉછાળો, કંપની ખરીદવાની હોડમાં ગૌતમ અદાણી!
HDIL stock continues to rise (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 4:22 PM

ગુરુવારે ભારતીય શેરબજારમાં (Share Market) જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઘટાડાની અસર રિયલ એસ્ટેટ ડેવલપર કંપની હાઉસિંગ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (HDIL) ના શેર પર થઈ નથી. શેરમાં સતત ચોથા દિવસે અપર સર્કિટ લાગી છે. યુએસ માર્કેટમાં આવેલા જોરદાર ઘટાડાની અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે. નિફ્ટીમાં 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઘટાડા છતાં HDIL શેરમાં 5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. નાદારીની પ્રક્રિયા હેઠળ અદાણી ગ્રુપ આ કંપનીને ખરીદવાની રેસમાં હોવાના અહેવાલ છે. જોકે અત્યારે આ માત્ર અનુમાન છે.

શેરબજારમાં ઘટાડા છતાં ઉછાળો

માર્ચમાં એવા સમાચાર સામે આવ્યા હતો કે ગૌતમ અદાણીની કંપની અદાણી પ્રોપર્ટીઝ સહિત કુલ આઠ કંપનીઓ HDIL ખરીદવાની રેસમાં છે. તે સમયે, આ કંપનીમાં સતત ત્રણ અઠવાડિયા સુધી અપર સર્કિટ લાગી હતી. તે પછી ફરીથી ઘટાડોનો સમયગાળો આવ્યો. માર્ચ મહિનામાં જ HDILનો શેર 9.30 રૂપિયાની 52 સપ્તાહની ઊંચી સપાટીએ ગયો હતો. ત્યારપછી આ સ્ટૉકમાં ઘટાડાનો ટ્રેન્ડ સતત કેટલાય દિવસો સુધી ચાલુ રહ્યો.

શેરબજારમાં પણ ઘટાડાને કારણે આ શેરનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું. પરંતુ હવે છેલ્લા ચાર દિવસથી સતત અપર સર્કિટ લાગી રહી છે. 19 મેના રોજ, શેર 5 ટકાના ઉછાળા સાથે 6.35 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. જો કે છેલ્લા એક મહિનામાં સ્ટોક 13 ટકાથી વધુ ઘટ્યો છે. છેલ્લા ચાર દિવસની તેજીમાં કંપનીનું માર્કેટ કેપ વધીને 300 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગૌતમ અદાણી આ નાદાર કંપનીને ખરીદી શકે છે

જણાવી દઈએ કે, ફેબ્રુઆરી મહિનામાં HDIL એ માહિતી આપી હતી કે તેના સોલ્યુશન પ્રોફેશનલ્સને કંપનીના એક્વિઝિશન માટે કુલ 16 બિડ મળી છે. જેમાં દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી પ્રોપર્ટીઝ પણ છે. આ સિવાય ખરીદદારોની યાદીમાં Sharda Constructions & Corporation, B-Right Real Estate, Urban Affordable Housing, Toscano Infrastructure અને Dev Land and Housing નો સમાવેશ થાય છે. HDILની રિઝોલ્યુશન પ્રક્રિયા ગયા મહિને ફરી શરૂ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, જાન્યુઆરીમાં એપેલેટ ટ્રિબ્યુનલે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના નિર્ણયને પલટી નાખ્યો હતો. એનસીએલટીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ઇન્સોલ્વન્સી એન્ડ રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) પૂર્ણ કરવાની સમયમર્યાદા લંબાવવાનો ઇનકાર કર્યો હતો. HDILના પ્રમોટર રાકેશ વાધવાન અને તેમના પુત્ર સારંગ વાધવાન સામે કરોડો રૂપિયાના પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (PMC બેંક) કૌભાંડમાં તપાસ ચાલી રહી છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">