અદાણી કેસ મુદ્દે ભારતના વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન, બે ખાનગી કંપનીઓ વચ્ચેની કાનૂની બાબત અંગે કહી આ વાત, જુઓ Video

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં અદાણી જૂથના ગૌતમ અદાણી, સાગર અદાણી અને વનીત એસ જૈન પર આરોપ મૂક્યો હતો. આ અદાણી કેસને લઈ હવે વિદેશ મંત્રાલયે મહત્વનું નિવેદન આપ્યું છે.

અદાણી કેસ મુદ્દે ભારતના વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન, બે ખાનગી કંપનીઓ વચ્ચેની કાનૂની બાબત અંગે કહી આ વાત, જુઓ Video
Follow Us:
| Updated on: Nov 29, 2024 | 6:53 PM

ભારત સરકારે શુક્રવારે અદાણી જૂથ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સામે યુએસ ન્યાય વિભાગ દ્વારા તાજેતરના આરોપો પર પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેને “ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે સંકળાયેલી કાનૂની બાબત” ગણાવી.

તેમણે કહ્યું કે અમેરિકી સરકારે આ મામલે ભારતને કોઈ પૂર્વ માહિતી આપી નથી અને ન તો કોઈ સમન્સ કે ધરપકડ વોરંટ માટે કોઈ રિક્વેસ્ટ કરવામાં આવી છે. વધુમાં, મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ભારત સરકાર આ મામલે કોઈપણ રીતે કાનૂની પક્ષ નથી.

Video : એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ ક્રિકેટર શ્રેયસ અય્યરને કહ્યું Sorry, જાણો કારણ
ખુશખબર : અમદાવાદના SG Highway નજીક બનશે અનોખુ Lotus Park, જુઓ Photos
#majaniwedding પૂજા જોશીએ લગ્નના ફોટો શેર કર્યા,જુઓ ફોટો
રાતભર તલને પલાળીને તેનું ખાલી પેટે પાણી પીવાથી જાણો શું થાય છે?
Acidity Home Remedy : આ 6 ઘરગથ્થુ ઉપાયોથી ગેસની સમસ્યામાં મળશે રાહત, જાણી લો
Vastu Tips : શું કોઈને કાચની વસ્તુ કોઈને ગિફ્ટ આપવી જોઈએ ?

સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન, રણધીર જયસ્વાલે કહ્યું, “આવા કેસોમાં સ્થાપિત પ્રક્રિયાઓ અને કાનૂની પદ્ધતિઓનું પાલન કરવામાં આવે છે. અમને આ વિષય પર કોઈ અગાઉથી માહિતી આપવામાં આવી ન હતી.” તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત અને અમેરિકા વચ્ચે આ મામલે કોઈ ચર્ચા થઈ નથી. જયસ્વાલે એમ પણ કહ્યું કે અત્યાર સુધી ભારત સરકારને આ સંબંધમાં કોઈ સમન્સ કે ધરપકડ વોરંટ બજાવવાની કોઈ વિનંતી મળી નથી. “આવી વિનંતીઓ પરસ્પર કાનૂની સહાયતાનો એક ભાગ છે અને કેસની યોગ્યતા પર તપાસ કરવામાં આવે છે.

યુએસના આરોપો શું છે ?

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં અદાણી જૂથના ગૌતમ અદાણી, સાગર અદાણી અને વનીત એસ જૈન પર આરોપ મૂક્યો હતો. આ આરોપો અનુસાર, તેણે ભારતીય અધિકારીઓને US$250 મિલિયનની લાંચ આપીને સૌર ઉર્જા પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવ્યા હતા. ઉપરાંત, રોકાણકારો પાસેથી ભંડોળ ઊભું કરતી વખતે આ લાંચ વિશે ખોટું બોલ્યા.

ભારત સરકારનું વલણ

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે આ મામલો સંપૂર્ણપણે યુએસના ન્યાય વિભાગ અને ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે સંબંધિત છે. તેમણે કહ્યું, “ભારત સરકાર આ મામલામાં કાનૂની પક્ષ નથી. અમે આને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ખાનગી વ્યક્તિઓ અને સંસ્થાઓ વચ્ચેનો મામલો ગણીએ છીએ.” નિષ્ણાતો માને છે કે જો ભારતને યુએસ તરફથી કાયદાકીય સહાય માટે વિનંતી મળે છે, તો ભારત તેના વર્તમાન કાયદા અને પ્રક્રિયાઓ હેઠળ તેની તપાસ કરશે.

ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
સુરત સિટી બસ ફરી એક વખત વિવાદમાં, રૂપિયા લઈ ટિકિટ ન આપતા હોવાનો આરોપ
સુરત સિટી બસ ફરી એક વખત વિવાદમાં, રૂપિયા લઈ ટિકિટ ન આપતા હોવાનો આરોપ
g clip-path="url(#clip0_868_265)">