અદાણી ગ્રુપની કંપનીના મેનેજમેન્ટમાં ફેરફાર કરાયો, ગૌતમ અદાણીને મળ્યું આ પદ, ફંડ એકત્ર કરવાની પણ યોજના
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ દ્વારા રૂ. 5,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી છે. કંપનીએ 3 જાન્યુઆરીએ સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી છે.

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ દ્વારા રૂ. 5,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી છે. કંપનીએ 3 જાન્યુઆરીએ સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી છે.
કંપનીએ એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ગૌતમ અદાણીની પુન: નિમણૂકની પણ જાહેરાત કરી છે જ્યારે કરણ અદાણીને કંપનીના એમડી તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. અશ્વની ગુપ્તાને કંપનીના CEO નિયુક્ત કરવામાં આવ્યા છે.નિસાન મોટર્સના ભૂતપૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસર અશ્વિની ગુપ્તાને કરણ અદાણીના સ્થાને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કંપનીએ કહ્યું, “અમે તમને જણાવવા માંગીએ છીએ કે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના બોર્ડે 3 જાન્યુઆરી 2024ના રોજ મળેલી તેની બેઠકમાં રૂપિયા 5,000 કરોડ સુધી એકત્ર કરવાની મંજૂરી આપી છે.”
કંપની ભંડોળ એકત્ર કરવાનું શરૂ કર્યું
કંપની ભારતમાં તેના સૌથી મોટા કન્ટેનર હેન્ડલિંગ પોર્ટ મુન્દ્રા સહિત ભારતમાં 13 પોર્ટ અને ટર્મિનલ્સનું સંચાલન કરે છે. અદાણી ગ્રૂપની કંપનીઓ મૂડીખર્ચ માટે ભંડોળ ઊભું કરવાનું શરૂ કરી રહી છે અને આગામી દાયકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર રૂ. 7 ટ્રિલિયન ખર્ચ કરવાની યોજના ધરાવે છે.
કાર્ગો વોલ્યુમ 42 ટકા વધ્યું
અદાણી પોર્ટ્સ ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં 400 મેટ્રિક ટન કરતાં વધુના કાર્ગો વોલ્યુમને હેન્ડલ કરવા માગે છે, જે વર્ષની શરૂઆતમાં પૂરી પાડવામાં આવેલ 370-390 MMTની ગાઈડન્સ રેન્જના ઉપલા છેડાને વટાવી જશે. ડિસેમ્બર 2023માં કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેનું કાર્ગો વોલ્યુમ વાર્ષિક ધોરણે 42 ટકા વધીને 35.65 MMT થયું છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત મળી
આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે હિંડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટના નિર્ણય બાદ બુધવારે ગ્રૂપ કંપનીઓના શેર જોરદાર ઉછાળા સાથે બંધ થયા હતા.
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) અથવા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા અદાણી ગ્રુપ સામેના આરોપોની તપાસ કરવાનો કોઈ આધાર નથી. કોર્ટે કહ્યું કે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ત્રણ મહિનામાં તેની તપાસ પૂર્ણ કરવી જોઈએ.
આ પણ વાંચો : 400 ગણાથી વધુ સબ્સ્ક્રાઇબ થયેલા IPO માં રોકાણ કરવાની આજે છેલ્લી તક, લિસ્ટિંગ સાથે તગડા નફાના અનુમાન