સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓ પાસેથી વસૂલવામાં આવતા કેન્ટીન ચાર્જ પર નહીં લાગે GST

ટાટા મોટર્સે AAR ની ગુજરાત બેન્ચનો સંપર્ક કરીને તેના કર્મચારીઓ દ્વારા કેન્ટીન સુવિધાના ઉપયોગ માટે એકત્રિત કરવામાં આવેલી નજીવી રકમ પર જીએસટી લાગશે કે કેમ તેની માહિતી માંગી હતી.

સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓ પાસેથી વસૂલવામાં આવતા કેન્ટીન ચાર્જ પર નહીં લાગે GST
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)

કેન્ટીનની સુવિધા માટે કર્મચારીઓ દ્વારા ચૂકવવામાં આવતી રકમ પર કોઈ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાદવામાં આવશે નહીં. ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (AAR) દ્વારા આ વ્યવસ્થા આપવામાં આવી છે.

ટાટા મોટર્સે AAR ની ગુજરાત બેન્ચનો સંપર્ક કરીને તેના કર્મચારીઓ દ્વારા કેન્ટીન સુવિધાના ઉપયોગ માટે એકત્રિત કરવામાં આવેલી નજીવી રકમ પર જીએસટી લાગશે કે કેમ તેની માહિતી માંગી હતી. આ ઉપરાંત, કંપનીએ એ પણ પૂછ્યું હતું કે શું ફેક્ટરીમાં કામ કરતા કામદારોને આપવામાં આવતી કેન્ટીન સુવિધા પર સર્વિસ પ્રોવાઇડર દ્વારા વસૂલવામાં આવતા GST પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ની સુવિધા ઉપલબ્ધ થશે કે નહી.

AAR એ તેના નિર્ણયમાં કહ્યું છે કે ટાટા મોટર્સે તેના કર્મચારીઓ માટે કેન્ટીનની વ્યવસ્થા કરી છે, જેનું સંચાલન થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થા હેઠળ, કેન્ટીન ફીનો એક ભાગ કંપની દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે અને બાકીનો ખર્ચ કર્મચારીઓ ભોગવે છે.

કર્મચારીઓના ભાગમાં આવતી કેન્ટીન ફી કંપની દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને કેન્ટીન સર્વિસ પ્રોવાઇડરોને આપવામાં આવે છે. આ સિવાય ટાટા મોટર્સે એમ પણ કહ્યું છે કે તે કર્મચારીઓ પાસેથી કેન્ટીન ફી વસૂલવામાં પોતાનો નફો રાખતી નથી.

AAR એ કહ્યું કે કેન્ટીન સુવિધા પર GST ચુકવણી માટે ITC એ GST કાયદા હેઠળ પ્રતિબંધિત ક્રેડીટ છે અને અરજદાર તેનો લાભ લઈ શકતા નથી.

કર્મચારીઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલા કેન્ટીન ચાર્જ પર કોઈ જીએસટી નહીં

એએમઆરજી એન્ડ એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને જણાવ્યું હતું કે હાલમાં સબસિડીવાળી ખાદ્ય ચીજવસ્તુઓ પૂરી પાડતી કંપનીઓ કર્મચારીઓ પાસેથી તેની રિકવરી પર 5 ટકા ટેક્સ વસૂલે છે.

AAR એ હવે સુવિધા આપી છે જેમાં કેન્ટીન ફીનો મોટો હિસ્સો કંપની દ્વારા ઉઠાવવામાં આવશે અને કર્મચારીઓ પાસેથી માત્ર નજીવી ફી લેવામાં આવશે, તેમાં GST પણ લાગશે નહીં.

મોબાઇલ ટેન્કરથી પાણી મેળવવું મોંઘુ થયું.

મોબાઇલ ટેન્કરથી પાણી મેળવવું મોંઘુ બન્યું છે. ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ એટલે કે AAR એ કહ્યું કે શુદ્ધ પાણી મોબાઈલ ટેન્કરની મદદથી આપવામાં આવે છે, તેથી તેને ટેક્સના દાયરા હેઠળ સમાવવામાં આવે છે. શુદ્ધ પાણી પર 18 ટકા ટેક્સ લાગે છે.

આ પણ વાંચો : e-filing પોર્ટલની હલ ન થતી સમસ્યાઓ બાબતે હવે સરકારની ધીરજ ખૂટી, Infosys ના MD ને સમન્સ મોકલી માંગ્યો જવાબ

 

આ પણ વાંચો : Raksha Bandhan 2021 : રક્ષાબંધન નિમિતે બજારોમાં રોનક, બંગાળમાં PM મોદી-CM મમતા તો મહારાષ્ટ્રમાં Goldની રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati