આજના કારોબારમાં ક્યાં શેર વધ્યા તો ક્યાં શેર ગગડ્યા, જાણો આ અહેવાલમાં

ભારતીય શેરબજારો આજે તેજી સાથે કારોબાર બંધ કર્યો હતો. સેન્સેક્સ અને નિફટીમાં સરેરાશ ૧ ટકા જેટલી વૃદ્ધિ આજે જોવા મળી હતી.આ આજે સતત બીજા દિવસે વૃદ્ધિ જાળવી રાખતા સેન્સેક્સ 40,522 અને નિફટી 11 ,889 ની છેલ્લી સપાટી નોંધાવી હતી. આજે બજારની શરૂઆત લાલ નિશાન ઉપરથી થઇ હતું પરંતુ બજારે બાદમાં સુંદર રિકવરી કરી હતી અને […]

આજના કારોબારમાં ક્યાં શેર વધ્યા તો ક્યાં શેર ગગડ્યા, જાણો આ અહેવાલમાં
Ankit Modi

| Edited By: Utpal Patel

Oct 27, 2020 | 5:30 PM

ભારતીય શેરબજારો આજે તેજી સાથે કારોબાર બંધ કર્યો હતો. સેન્સેક્સ અને નિફટીમાં સરેરાશ ૧ ટકા જેટલી વૃદ્ધિ આજે જોવા મળી હતી.આ આજે સતત બીજા દિવસે વૃદ્ધિ જાળવી રાખતા સેન્સેક્સ 40,522 અને નિફટી 11 ,889 ની છેલ્લી સપાટી નોંધાવી હતી. આજે બજારની શરૂઆત લાલ નિશાન ઉપરથી થઇ હતું પરંતુ બજારે બાદમાં સુંદર રિકવરી કરી હતી અને આખરે BSE SENSEX 376 અને NIFTY 121 અંકની વૃદ્ધિ નોંધાવી ચુક્યા હતા.

આજના કારોબારમાં કોટક બેન્કનો શેર ૧૧ ટકા ઉપર બંધ થયો હતો. આજની વૃદ્ધિ સાથે BSE માં બેન્કની ટોટલ માર્કેટ કેપ ૩.૧૩ લાખ કરોડ થઇ છે. નિફટીમાં નેસ્લેએ ૬ ટકા અને MRF એ ટકા ઉપર છલાંગ લગાવી હતી. HDFC આજે નુકશાનીમાં રહ્યું હતું જેને ૨ ટકા અને સાથે IT ઇન્ડેક્સમાં ઘટાડાના પગલે TCS એ પણ ૨ ટકા નુકશાન દર્જ કર્યું હતું.

ભારતીય શેરબજારની આજની કેટલીક રસપ્રદ માહિતીઓ આ મુજબ રહી હતી * BSE માં 45% કંપનીઓના શેર વધ્યા છે * BSEની માર્કેટ કેપ 159.74 લાખ કરોડ રૂપિયા નોંધાઈ * 2,835 કંપનીઓના શેરોમાં વેપાર થયો હતો * 1,282 કંપનીઓના શેરમાં વધારો અને 1,372 કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો * 104 કંપનીઓના શેરો 1 વર્ષના ઉચ્ચતમ સ્તરે અને 59 કંપનીઓના શેર એક વર્ષના નીચલા સ્તરે નોંધાયા હતા * 211 કંપનીઓએ અપર સર્કિટ અને 225 કંપનીઓ લોઅર સર્કિટ લીધી

આજના ટોપ લૂઝર્સ

COMPANY LAST PRICE LOSS (%)
HDFC 2,029.75 2.10
TCS 2,634.80 1.99
ONGC 66.95 1.83
INFOSYS 1,094.50 1.61
WIPRO 334.85 1.46

Sharebajar ma aaj na karobar ma kon rahyu aagal ane kone karyo nikshani no samno vancho aa aehval

આજના ટોપ ગેઈનર્સ

COMPANY LAST PRICE PROFIT (%)
KOTAK BANK 1,582.70 11.70
NESTLE INDIA 17,230.00 5.97
ASHIAN PAINTS 2,198.75 5.69
SHREE CEMENT 21,500.00 5.26
BAJAJ FINANCE 3,438.25 4.38

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati