Aadhar : તમારા ઈ-મેલ આઈડીને આધાર સાથે લિંક કરો, જ્યારે પણ તેનો ઉપયોગ થશે તમને તાત્કાલિક માહિતી મળશે

આધાર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકાય છે. UIDAIએ સ્પષ્ટતા કરી છે કે આવું કરવું ફરજિયાત નથી. પરંતુ, તે આધાર ધારકોના હિતમાં છે. UIDAI કહે છે કે આધારને ઑનલાઇન અપડેટ કરવા માટે, વ્યક્તિએ MyAadhaar પોર્ટલની મુલાકાત લેવી પડશે.

Aadhar : તમારા ઈ-મેલ આઈડીને આધાર સાથે લિંક કરો, જ્યારે પણ તેનો ઉપયોગ થશે તમને તાત્કાલિક માહિતી મળશે
Aadhaar Updates (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2022 | 9:01 AM

જો તમે આધાર કાર્ડ(aadhar card)નો ઉપયોગ કરો છો અને ક્યાંય પણ તમારા આધારનો ઉપયોગ થયો છે તે જાણવા માગો છો. તો હવે તે શક્ય છે.  આ માટે  તમે તમારા આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક કરવું પડશે. આધારના વધતા જતા ચલણ સાથે દુરુપયોગની ઘટનાઓ વધી છે. સાયબર ગુનેગારો આધારનો દુરુપયોગ કરીને નાણાકીય છેતરપિંડી કરી રહ્યા છે. આધારનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ થઈ રહ્યો છે. હવે જ્યાં પણ તમારા આધારનો ઉપયોગ થાય છે ત્યાં તમે તે જ સમયે માહિતી મેળવી શકો છો. આ માટે તમારે આ કામ કરવું પડશે.

 UIDAI નું મહત્વનું ફિચર

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)નું કહેવું છે કે જો આધાર ધારકો તેમના ઈ-મેલ આઈડીને આધાર સાથે લિંક કરશે તો તેમને ઘણો ફાયદો થશે. જ્યારે પણ આધાર નંબર કોઈપણ જગ્યાએ ઉપયોગ માટે પ્રમાણિત કરવામાં આવે છે ત્યારે વપરાશકર્તાને તેની માહિતી તે જ સમયે મળી જશે. જ્યાં પણ આધારનો ઉપયોગ થાય છે તે પ્રમાણિત થાય છે. એકવાર ઈ-મેલ આઈડી આધાર સાથે લિંક થઈ જાય તે જ સમયે ઈ-મેલ પર એક મેસેજ આવશે.

UIDAI એ ટ્વીટ કર્યું છે કે તમારે તમારા ઈ-મેલ આઈડીને આધાર કાર્ડમાં અપડેટ કરવા અને લિંક કરવા માટે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે. આજકાલ લગભગ દરેક શહેરમાં આધાર કેન્દ્રો છે. ત્યાં નવા આધાર બનાવવા અને અપડેટ કરવા સહિતની તમામ કામગીરી કરવામાં આવે છે. તમને તમારા નજીકના આધાર કેન્દ્ર વિશે માહિતી https://bhuvan.nrsc.gov.in/aadhaar/ પર મળશે.

આધાર અપડેટ કરો

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ હવે આવા લોકોને તેમના આધાર કાર્ડની તમામ વિગતો અપડેટ કરવાની સલાહ આપી છે, જેમનું યુનિક આઈડી 10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને તેઓએ આ સમયગાળા દરમિયાન તેને ક્યારેય અપડેટ કર્યું નથી. UIDAIએ આધાર કાર્ડ ધારકોને ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા સાથે સંબંધિત દસ્તાવેજો અપડેટ કરવાની પણ સલાહ આપી છે.

આધાર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકાય છે. UIDAIએ સ્પષ્ટતા કરી છે કે આવું કરવું ફરજિયાત નથી. પરંતુ, તે આધાર ધારકોના હિતમાં છે. UIDAI કહે છે કે આધારને ઑનલાઇન અપડેટ કરવા માટે, વ્યક્તિએ MyAadhaar પોર્ટલની મુલાકાત લેવી પડશે. આધાર ધારકો આધાર કેન્દ્રની મુલાકાત લઈને પણ આ કામ કરી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">