Elon Musk ના એક Tweet એ 1500 કરોડ ડોલર ડૂબાડયા ! વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો તાજ છીનવાયો

Elon Musk હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ નથી. નંબર વનથી બીજા ક્રમાંકિત થવા પાછળનું કારણ તેમના મોટા દાવ છે જે ઊંધો પડ્યો છે. બિટકોઇન (Bitcoin)માં લગાવેલો દાવ ખોટો પડયો છે.

Elon Musk ના એક Tweet એ 1500 કરોડ ડોલર ડૂબાડયા ! વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો તાજ છીનવાયો
એલોન મસ્ક - CEO, TESLA
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 24, 2021 | 7:38 AM

Elon Musk હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ નથી. નંબર વનથી બીજા ક્રમાંકિત થવા પાછળનું કારણ તેમના મોટા દાવ છે જે ઊંધો પડ્યો છે. બિટકોઇન(Bitcoin)માં લગાવેલો દાવ ખોટો પડયો છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે કે એક ટ્વીટથી તેની સમૃધ્ધિનો તાજ છીનવાયો અને 1500 કરોડ ડોલર પણ ડૂબી ગયા છે. તાજેતરમાં એલોન મસ્કએ બિટકોઇનમાં રોકાણ કર્યું હતું, ત્યારબાદ બિટકોઈને રેકોર્ડ ઊંચાઈને સ્પર્શ્યો હતો. પરંતુ, તેની એક ટ્વિટ બાદ તેમને ભારે નુકસાન પણ થયું હતું.

એક ટ્વીટ અને 15 અબજ ડોલર ડૂબી ગયા એલોન મસ્ક એ બિટકોઇનની પ્રશંસાઓ કરી અને બિટકોઇન દોડવા લાગ્યો હતો. આ બાદ તેની કંપની ટેસ્લાએ પણ તેમાં રોકાણ કર્યું હતું. આ પછી રેકોર્ડ પર રેકોર્ડ. જોત જોતામાં બિટકોઇન 58,000 ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી ગયો પરંતુ, તેમની એક ટ્વિટ તેને પાછો ધકેલી દીધો છે. બિટકોઇમાં એક મોટું 8000 ડોલરનું ગાબડું પડ્યું અને તે પાછું 50,000 ડોલરના સ્તરે આવી ગયું છે. ખરેખર, એલોન મસ્ક એ એક ટ્વીટ લખીને જવાબ આપ્યો કે બિટકોઇન અને ઈથરની કિંમતો વધારે છે. આ પછી સોમવારે ટેસ્લાના શેરમાં પણ 8.5% નો ઘટાડો થયો હતો, આ એલોન મસ્કની 15 બિલિયન ડોલરની સંપત્તિને સાફ કરી નાખી. તમને જણાવી દઈએ કે, એલોન મસ્ક એ ટ્વિટર પર કહ્યું હતું કે ટેસ્લાએ બિટકોઈનમાં 150 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

Tesla એ હાંસલ કરેલી વૃદ્ધિ ગુમાવી વર્ષ 2021 ની શરૂઆત ટેસ્લા માટે ઉત્તમ હતી. જાન્યુઆરીમાં ટેસ્લાનો શેર 25 ટકા વધ્યો હતો. જો કે, હવે શેરના ભાવ પાછા સરકી ગયા છે. એલોન મસ્કની રોકેટ કંપની સ્પેસએક્સે આ મહિનામાં 850 મિલિયન ડોલર એકત્ર કર્યા છે. કંપનીની કિંમત 74 અબજને પાર કરી ગઈ છે. ગયા વર્ષના ઓગસ્ટની તુલનામાં, કંપનીનું મૂલ્ય 60 ટકા વધ્યું છે. તે જ સમયે, એલોન મસ્કએ જેફ બેઝોસને પ્રથમ સ્થાનથી બીજા સ્થાને ખસેડ્યો અને તે પોતે વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ બન્યો હતો.

જેફ બેઝોસ ફરીથી વિશ્વના સૌથી ધનિક બન્યા ટેસ્લાના શેરમાં મોટા ઘટાડાને કારણે જેફ બેઝોસ ફરીથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. Bloomberg Billionaires Index માં, એલોન મસ્ક બીજા નંબર પર આવી ગયો છે. તેમની કુલ સંપત્તિ 183.4 અબજ ડોલર પર આવી ગઈ છે જે જાન્યુઆરીમાં 210 અબજ ડોલર હતી. એમેઝોન ડોટ કોમના માલિક જેફ બેઝોસ ફરી એકવાર પ્રથમ સ્થાને પહોંચી ગયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">