7th pay commission : નવરાત્રીમાં સરકારી કર્મચારીઓ માટે બની શકે છે લક્ષ્મીના આગમનનો યોગ, DA ના નાણાં જમા થવાના સંકેત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો લેવલ 1ના કર્મચારીઓને 18 મહિના માટે ફ્રીઝ DA આપવામાં આવે છે તો તેમના ખાતામાં 11,800 રૂપિયાથી લઈ 37,000 રૂપિયા થઈ શકે છે. તે જ સમયે લેવલ 13 ના કર્મચારીઓના ખાતામાં 1,44,200 રૂપિયાથી 2,18,200 રૂપિયા સુધી એકસાથે વધારો થઈ શકે છે.

7th pay commission : નવરાત્રીમાં સરકારી કર્મચારીઓ માટે બની શકે છે લક્ષ્મીના આગમનનો યોગ, DA ના નાણાં જમા થવાના સંકેત
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 6:18 AM

સરકારી કમર્ચારીઓને ટૂંક સમયમાં સારા સમાચાર મળવાના છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તેમના ખાતામાં DA (Dearness Allowance)ની વધેલી રકમ ટૂંક સમયમાં જમા કરી શકે છે. આજે મળનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બેઠકમાં DA વધારવાની સાથે મોદી સરકાર કોરોના કાળમાં 18 મહિના માટે ફ્રીઝ કરાયેલા DAનું એરિયર્સ આપવાનો પણ નિર્ણય લઈ શકે છે. જો આવું થાય છે તો કેન્દ્રીય કર્મચારીઓને 1.5 લાખ રૂપિયા સુધીની એકમ રકમ મળશે. લગભગ બે વર્ષ પહેલા અટકી ગયેલા આ DA ના નાણા માટે સરકારી કર્મચારીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ઉપરાંત જુલાઈ માટે DA વધારવા અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.

કર્મચારી સંગઠનોની માંગ બાદ મોદી સરકાર 18 મહિનાનું અટકાયેલો ડીએ પણ મુક્ત કરવા વિચારી રહી છે. કર્મચારીઓને આશા છે કે સરકાર જલદી ઉકેલ કાઢશે. જેસીએમની રાષ્ટ્રીય પરિષદનું કહેવું છે કે તેણે સરકાર સમક્ષ પોતાની માંગ મૂકી છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

DA  કેમ ફ્રીઝ કરવામાં આવ્યું હતું?

કોરોનાકાળ દરમ્યાન મોદી સરકારે લગભગ 29 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી અને તે દરમિયાન ભંડોળના અભાવને કારણે કર્મચારીઓનું DA ફ્રીઝ થઈ ગયું હતું. 18 મહિનાથી સરકારી કર્મચારીઓને DA ચૂકવવામાં આવ્યું ન હતું. જો કે, આ પછી દર છ મહિને DA વધવા લાગ્યું અને ગયા વર્ષે જાન્યુઆરીમાં પણ તેમાં 3 ટકાનો વધારો કરીને 34 ટકા કરવામાં આવ્યું હતું અનુમાન છે કે આ વખતે ડીએમાં 4 ટકાનો વધારો થઈ શકે છે ત્યારબાદ અસરકારક ડીએ વધીને 38 ટકા થઈ જશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

DA ના કેટલા પૈસા મળશે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો લેવલ 1ના કર્મચારીઓને 18 મહિના માટે ફ્રીઝ DA આપવામાં આવે છે તો તેમના ખાતામાં 11,800 રૂપિયાથી લઈ 37,000 રૂપિયા થઈ શકે છે. તે જ સમયે લેવલ 13 ના કર્મચારીઓના ખાતામાં 1,44,200 રૂપિયાથી 2,18,200 રૂપિયા સુધી એકસાથે વધારો થઈ શકે છે. પેન્શનધારકોને પણ ડીઆરના રૂપમાં ઉન્નત નાણા મળશે. નોંધપાત્ર રીતે નાણાં મંત્રાલય અને કર્મચારી અને તાલીમ વિભાગ અને ખર્ચ વિભાગ વચ્ચે બેઠક યોજાવા જઈ રહી છે. આમાં 18 મહિનાના ડીએ પર અભિપ્રાય બનાવી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">