ઓક્ટોબરથી શરૂ થશે 5G સર્વિસ, 13 શહેરને મળશે સૌથી પહેલા ફાયદો, જાણો તમારું શહેર પણ લિસ્ટમાં સામેલ છે કે નહીં

સરકારના જણાવ્યા અનુસાર, સ્પેક્ટ્રમની (spectrum) મંજૂરી અને ફાળવણી સંબંધિત તમામ ઔપચારિકતાઓ 10 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તે જ સમયે, Jioએ એક નિવેદનમાં કહ્યું કે તે ટૂંકી શક્ય સમયમાં સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે.

ઓક્ટોબરથી શરૂ થશે 5G સર્વિસ, 13 શહેરને મળશે સૌથી પહેલા ફાયદો, જાણો તમારું શહેર પણ લિસ્ટમાં સામેલ છે કે નહીં
5G Network (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 12:11 PM

દેશના નાગરિકોને આ વર્ષે ઓક્ટોબરથી 5G એટલે કે ટેલિકોમ સેવાઓની પાંચમી પેઢીનો લાભ મળવા લાગશે. સ્પેક્ટ્રમની હરાજી (spectrum auction) સોમવારે જ સમાપ્ત થઈ ગઈ હતી, ત્યારબાદ સરકારને આશા છે કે આગળની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થવાથી આ વર્ષના ઓક્ટોબર સુધીમાં દેશના નાગરિકોને સુપરફાસ્ટ 5G સેવાઓ ઉપલબ્ધ થશે. 1 ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલી ટેલિકોમ સ્પેક્ટ્રમની અત્યાર સુધીની સૌથી મોટી હરાજીમાં રૂ. 1.5 લાખ કરોડની બિડ આવી છે. આમાં રિલાયન્સ જિયોએ (Reliance Jio) સૌથી વધુ બોલી લગાવી છે. જિયોએ સ્પષ્ટપણે કહ્યું કે તે શક્ય તેટલી વહેલી તકે 5G સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે.

ક્યાં સુધીમાં શરૂ થશે 5G સેવાઓ

બિડિંગ પ્રક્રિયા પૂરી થયા બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે હરાજીની પ્રક્રિયા આગામી થોડા દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે. 10 ઓગસ્ટ સુધીમાં સ્પેક્ટ્રમની મંજૂરી અને ફાળવણી સંબંધિત તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ જશે. આવી સ્થિતિમાં, શક્ય છે કે ઓક્ટોબર સુધીમાં દેશમાં 5G સેવાઓ શરૂ થઈ શકે છે. આ સાથે તેમણે કહ્યું કે ભારતમાં સસ્તી સેવાઓનો ટ્રેન્ડ આગળ પણ ચાલુ રહેશે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે ભારતનો ટેલિકોમ ઉદ્યોગ આગામી બે વર્ષમાં બે-ત્રણ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરે તેવી શક્યતા છે અને સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંએ આ ક્ષેત્રની અનિશ્ચિતતા અને જોખમને દૂર કર્યું છે.

દેશમાં 5G સેવાઓ શરૂ કરવા માટે 5G સ્પેક્ટ્રમ માટે મૂકવામાં આવેલી રેકોર્ડ બિડથી ઉત્સાહિત, વૈષ્ણવે જણાવ્યું હતું કે સંભવિત રોકાણ ચોથી અને પાંચમી પેઢીની ટેલિકોમ સેવાઓમાં હશે. તેમણે કહ્યું કે આની સાથે વૉઇસની ક્વૉલિટી સારી થશે અને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ડેટા પણ આપવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પ્રથમ તબક્કામાં 5G સેવા ક્યાં શહેરોમાં ઉપલબ્ધ થશે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રથમ તબક્કામાં દેશના 13 શહેરોમાં 5G સેવા શરૂ કરવામાં આવી શકે છે. જેમાં અમદાવાદ, બેંગ્લોર, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પુણેનો સમાવેશ થાય છે. બીજી તરફ, બિડિંગમાં સૌથી મોખરે રહેલી રિલાયન્સ જિયોએ કહ્યું કે તે શક્ય તેટલા ઓછા સમયમાં સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે.

બિડની સમાપ્તિ પછી, રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ એમ અંબાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જિયો વિશ્વ સ્તરીય અને સસ્તું 5G સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે સેવાઓ, પ્લેટફોર્મ અને સોલ્યુશન્સ પ્રદાન કરીશું જે ખાસ કરીને શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, ઉત્પાદન અને ઈ-ઓપરેશન્સ જેવા નિર્ણાયક ક્ષેત્રોમાં ભારતની ડિજિટલ ક્રાંતિને વેગ આપશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">