59 ટકા કંપનીઓ આ વર્ષે કર્મચારીઓને પગારવધારાની ભેટ આપી શકે છે , એક સર્વેમાં સામે આવી હકીકત

એક અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે આ વર્ષે એટલે કે 2021 માં ભારતની 59 ટકા કંપનીઓ તેમના કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટ આપવાની તૈયારી કરી રહી છે.

  • Ankit Modi
  • Published On - 17:01 PM, 14 Apr 2021
59 ટકા કંપનીઓ આ વર્ષે કર્મચારીઓને પગારવધારાની ભેટ આપી શકે છે , એક સર્વેમાં સામે આવી હકીકત
કોરોનાકાળમાં પણ નોકરિયાતો માટે સારા સમાચાર મળી રહ્યા છે.

ગયા વર્ષે કોરોના વાયરસના રોગચાળાને કારણે નબળી બનેલી અર્થવ્યવસ્થા હવે સુધરી રહી છે. એક અધ્યયનમાં એવું કહેવામાં આવ્યું છે કે આ વર્ષે એટલે કે 2021 માં ભારતની 59 ટકા કંપનીઓ તેમના કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટ આપવાની તૈયારી કરી રહી છે. કોરોનાની બીજી લહેર વચ્ચે જે લોકો નોકરી ટકાવવામાં સફળ રહ્યા છે તેમના માટે આ સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે.

સ્ટાફિંગ કંપની જીનિયસ કન્સલ્ટન્ટની એક રિપોર્ટમાં નિમણૂક, કંપની છોડનારા કર્મચારીઓ અને પગારના વલણ અંગે 10 માં અહેવાલ 2021-22 જાહેર કરાયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સારા વિકાસ દર સાથે બજાર સ્થિર રહેવાની અપેક્ષા છે. કંપનીઓ તેમના વ્યવસાયની નિરંતતાની વ્યૂહરચના પર કામ કરવા ઉપરાંત કર્મચારીઓને પણ મજબુત બનાવશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ઇન્ક્રીમેન્ટનું દૃશ્ય સારું દેખાઈ રહ્યું છે. 59 ટકા કંપનીઓએ કહ્યું છે કે આ વર્ષે તેઓ 5 થી 10 ટકાની વેતનવૃદ્ધિ આપશે. 20 ટકા કંપનીઓએ જણાવ્યું હતું કે વૃદ્ધિ પાંચ ટકાથી ઓછી હશે. 21 ટકા લોકોએ જણાવ્યું હતું કે 2021 માં પણ કર્મચારીઓના પગારમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

આ અભ્યાસ 1,200 કંપનીઓ વચ્ચે ફેબ્રુઆરીથી માર્ચની વચ્ચે ઓનલાઇન કરવામાં આવ્યો હતો. આમાં બેન્કિંગ અને ફાઇનાન્સ, બાંધકામ અને એન્જિનિયરિંગ, શિક્ષણ / અધ્યાપન / તાલીમ, એફએમસીજી, આતિથ્ય, એચઆર સોલ્યુશન્સ, આઇટી, આઇટીઇએસ અને બીપીઓ, લોજિસ્ટિક્સ, ઉત્પાદન, મીડિયા, તેલ અને ગેસ, ફાર્મા અને તબીબી, વીજળી અને ઉર્જા, સ્થાવર મિલકત, રિટેઇલ , ટેલિકોમ, ઓટોમોબાઈલ અને સંલગ્ન ક્ષેત્રની કંપનીઓ અમેલ કરાઈ હતી.