5 વર્ષમાં ભારતીય હવાઇમથક પર સોનાની દાણચોરીમાં વધારો, 3122 કરોડનું 11,000 કિલો સોનું ઝડપાયું

5 વર્ષમાં ભારતીય હવાઇમથક પર સોનાની દાણચોરીમાં વધારો, 3122 કરોડનું 11,000 કિલો સોનું ઝડપાયું

ભારત અને દુબઈમાં સોનાના ભાવમાં મોટો ફર્ક છે. એક અંદાજ મુજબ પ્રતિ 10 ગ્રામ કિંમતમાં ૪ હજાર રૂપિયા સુધી ફર્ક આવે છે. દુબઈમાં સસ્તું સોનુ ખરીદી તેને ભારતીય બજારમાં વેચવાનો બેનંબરી વેપલો ચલાવવા પ્રયાસ હાથ ધરતા હોય છે. સરકારી આંકડા અનુસાર છેલ્લા ભારત 5 વર્ષમાં 3122 કરોડ રૂપિયાનું સોનું  દાણચોરી કરી લવાતું ઝડપાયું છે. દાણચોરો […]

Ankit Modi

| Edited By: Pinak Shukla

Oct 29, 2020 | 12:20 PM

ભારત અને દુબઈમાં સોનાના ભાવમાં મોટો ફર્ક છે. એક અંદાજ મુજબ પ્રતિ 10 ગ્રામ કિંમતમાં ૪ હજાર રૂપિયા સુધી ફર્ક આવે છે. દુબઈમાં સસ્તું સોનુ ખરીદી તેને ભારતીય બજારમાં વેચવાનો બેનંબરી વેપલો ચલાવવા પ્રયાસ હાથ ધરતા હોય છે. સરકારી આંકડા અનુસાર છેલ્લા ભારત 5 વર્ષમાં 3122 કરોડ રૂપિયાનું સોનું  દાણચોરી કરી લવાતું ઝડપાયું છે. દાણચોરો ડિમ્પ્લોમેટીક સામાનના નામે ૩૦ કિલો સુધી સોનુ લાવતા ઝડપાઇ ચુક્યા છે

ભારતમાં કયા સ્તરે સોનાની દાણચોરી કરવામાં આવે છે તેનાથી સંબંધિત ડેટા વાંચીને તમે ચોંકી જશો. સરકારે તાજેતરમાં સંસદમાં રજૂ કરેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા પાંચ વર્ષ માં વિવિધ ભારતીય વિમાની મથકો પર 16,555 સોનાની દાણચોરીના કેસોમાં કુલ 3,122.8 કરોડથી વધુનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ સોનાનું કુલ વજન 11 હજાર કિલો જેટલું થાય છે જે જોતા કહીશ શકાય કે ૧૧ ટન સોનું ઝડપી પાડી સીઝ કરાયું છે.

વર્ષ 2018-19માં 4855 કેસ દાણચોરીના નોંધાયા હતા જે વર્ષ 2017-18 માં નોંધાયેલા 2,911 કેસની સરખામણીએ 4,૮૫૫ વધુ કેસ એટલેકે  67 ટકાનો વધારો થયો હતો. વર્ષ 2018-19 અને 2019-20 દરમિયાન દર વર્ષે ૪૦૦૦ થી વધુ કેસ નોંધાયા હતા.. વર્ષ 2019-20માં 858 કરોડ રૂપિયાનું સોનું એરપોર્ટ પર જપ્ત કરાયું હતું જે પાંચ વર્ષમાં સૌથી વધુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati