ટૂંક સમયમાં ખુલશે 5 નવી બેંકો, RBIએ બેંકિંગ લાયસન્સ માટેની 11માંથી 6 અરજીઓ નકારી કાઢી

ટૂંક સમયમાં ખુલશે 5 નવી બેંકો, RBIએ બેંકિંગ લાયસન્સ માટેની 11માંથી 6 અરજીઓ નકારી કાઢી
RBI

RBI Latest: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 11માંથી 6 બેંકિંગ અરજીઓને નકારી કાઢી છે. બાકીની 5 અરજીઓ લાયસન્સ પ્રક્રિયાનો એક ભાગ છે. આ સાથે દેશમાં પાંચ નવી બેંકો ખોલવાની આશા વધી ગઈ છે.

TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

May 18, 2022 | 8:40 PM

RBI On Banking Application: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશમાં નવી બેંકોની રચના સંબંધિત છ અરજીઓને નકારી કાઢી છે. RBI દ્વારા નકારી કાઢવામાં આવેલી અરજીમાં ફ્લિપકાર્ટના સહ-સ્થાપક સચિન બંસલની આગેવાની હેઠળની ચૈતન્ય ઈન્ડિયા ફિન ક્રેડિટ પ્રાઈવેટ લિમિટેડ સહિત છ કંપનીઓની અરજી ફગાવી દેવામાં આવી છે.

‘યોગ્ય’ ન જણાય તો રદ

આરબીઆઈ દ્વારા નકારી કાઢવામાં આવેલી અરજીઓમાં સ્મોલ ફાઈનાન્સ બેંકને લગતી અરજીઓ પણ છે. આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ અરજીઓ ‘યોગ્ય’ ન હોવાનું જાણવા મળતાં તેને રદ કરવામાં આવી છે. કેન્દ્રીય બેંકે કહ્યું, ‘આ અરજીઓની સ્ક્રુટિની પ્રક્રિયા નિર્ધારિત ધોરણો અનુસાર પૂર્ણ કરવામાં આવી છે. આ દરમિયાન જાણવા મળ્યું કે આ અરજીઓ બેંકોની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી માટે યોગ્ય નથી.

આ અરજીઓ ફગાવી દેવામાં આવી હતી

બેંક કેટેગરીમાં અયોગ્ય જણાયેલી અરજીઓ UAE એક્સચેન્જ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ લિમિટેડ, રિપેટ્રિએટ્સ કોઓપરેટિવ ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ, ચૈતન્ય ઈન્ડિયા ફિન ક્રેડિટ પ્રાઈવેટ લિમિટેડ અને પંકજ વૈશ અને અન્યની હતી. નોંધપાત્ર રીતે સપ્ટેમ્બર 2019માં સચિન બંસલે ચૈતન્યમાં રૂ. 739 કરોડના રોકાણની પ્રતિબદ્ધતા સાથે મોટો હિસ્સો ખરીદ્યો હતો.

લાયસન્સ પ્રક્રિયાના 11માંથી 5 અરજી ભાગ

સ્મોલ ફાઈનાન્સ બેંકોની શ્રેણીમાં કાલિકટ સિટી સર્વિસ કો-ઓપરેટિવ બેંક લિ. અને VSoft Technologies Pvt. Ltd. અરજી પણ સાચી મળી ન હતી. રિઝર્વ બેંક દ્વારા બેંક અને સ્મોલ ફાઈનાન્સ કેટેગરીમાં કુલ 11 અરજીઓ મળી હતી. બાકીની 5 અરજીઓ લાયસન્સ પ્રક્રિયાનો એક ભાગ છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે બાકીની અરજીની તપાસ કરવામાં આવી રહી છે. બાકીની અરજીઓ સ્મોલ ફાઈનાન્સ બેંકોને લગતી છે.

આ અરજીઓ વેસ્ટ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ, અખિલ કુમાર ગુપ્તા, રિજનલ રૂરલ ફાઈનાન્સ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ, કોસ્મી ફાઈનાન્સિયલ હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ અને ટેલિ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ ઑન ટેપ બેન્કિંગ લાઈસન્સ માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ ગાઈડલાઈન્સમાં તેમણે કહ્યું છે કે મોટા કોર્પોરેટ હાઉસને અરજી આપવાની અનુમતિ નહીં આપવામાં આવે. મોટા કોર્પોરેટ હાઉસ હવે 10 ટકા જેટલું રોકાણ કરી શકશે. આ નવા બેન્ક લાઈસન્સ માટે 500 કરોડ રૂપિયાનું મિનિમમ કેપિટલ હોવું જોઈએ.

આરબીઆઈએ કહ્યું હતું કે યુનિવર્સલ બેન્ક માટે ક્યારેય પણ અરજી આપી શકે છે. બેન્ક પ્રમોટર માટે 10 વર્ષનો કારોબારી અનુભવ હોવો જરૂરી રહેશે. વેપારના 6 વર્ષમાં બેન્કને લિસ્ટ કરવાની અનુમતિ આપવામાં આવશે. 5000 કરોડ રૂપિયાથી વધુ એસેટ્સ ધરાવતી એનબીએફસી અરજી નહીં આપી શકે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati